Friday, October 4, 2013

રાજસ્થાનનું કાશ્મીર : ઉદયપુર

ચાલો ફરવા

ઉદયપુર અરાવલી વિસ્તાર વચ્ચે વસેલું એક સુંદર શહેર છે. ઉદયપુર તેનાં સરોવરો માટે જાણીતું છે. ઉદયપુરને 'સરોવરોનું શહેર' પણ કહેવામાં આવે છે. ઊંચી ઊંચી ટેકરીઓ અને સુંદર સરોવરો ઉદયપુરની શાન છે જે તેને વધુ આકર્ષક બનાવે છે. ૧૫૫૯માં મેવાડના મહારાણા ઉદયસિંહે તેની શોધ કરી હતી અને ત્યારબાદ તેમનું પાટનગર ચિત્તોડગઢથી ઉદયપુર લાવવામાં આવ્યું હતું.
* ઉદયપુરને ઘણી વખત 'વેનિસ ઓફ ધ ઈસ્ટ' પણ કહેવામાં આવે છે. પિછોલા લેકની વચ્ચે સ્થિત લેક પેલેસ સ્થાપત્ય અને સાંસ્કૃતિક અજાયબીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઉદયપુરમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી સંખ્યાબંધ પ્રવાસીઓ આવતાં હોય છે. આ શહેરમાં આજે પણ ભીલ આદિવાસી પ્રજાતિના લોકો વસવાટ કરે છે.
* અહીંના લોકોનો પહેરવેશ થોડો વધુ ચમકતો જોવા મળશે, પરંતુ લોકો બહુ જ મળતાવડા હોય છે. અહીંના મેળા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ ઉદયપુરની શાન ગણાય છે. ઉદયપુરના લોકો એપ્રિલ મહિનામાં મેવાજ ઉત્સવ ઊજવતા હોય છે. ઉદયપુરમાં પ્રવાસ કરવા માટેનો ઉત્તમ સમય સપ્ટેમ્બરથી માર્ચ સુધીનો ગણવામાં આવે છે. અહીં બસ, ટ્રેન અને વિમાન દ્વારા પણ પહોંચી શકાય છે.
* રાજસ્થાનનાં અન્ય શહેરોની જેમ ઉદયપુર પણ તેની કળા, હસ્તકળા અને પ્રસિદ્ધ લઘુચિત્રો માટેનું કેન્દ્ર છે. ઉદયપુરના સિટી પેલેસમાં તમને અમર વિલાસ, બાડી મહેલ, ફતેહપ્રકાશ પેલેસ, કૃષ્ણા વિલાસ, માણેક મહેલ, મોર ચોક, જનાના મહેલ, રંગ ભવન અને શીશ મહેલ જેવાં અનેક સ્થળો જોવા મળશે.
* સિટી પેલેસના રંગ ભવનમાં તમને ભગવાન કૃષ્ણ, મીરાંબાઈ અને ભગવાન શિવનું મંદિર જોવા મળશે. આ સિવાય શીશ મહેલ છે જેનું નિર્માણ ૧૭૧૬માં અરીસા અને કાચ વડે કરવામાં આવ્યું હતું. આ સ્થળને મહેલના સૌથી જૂનામાં જૂના ભાગ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ઋષિઓ પોતાની આખી જિંદગી ધ્યાન કરવામાં વિતાવતા હતા.
*ઉદયપુરમાં જોવા જેવાં સ્થળોમાં સિટી પેલેસ, ઉદયપુર પેલેસ, લેક પેલેસ, જગ મંદિર, મોનસૂન પેલેસ, જગદીશ મંદિર, ફતેહ સાગર લેક, પિછોલા લેક, ગુલાબ બાગ અને ઝૂ, સહેલિયોં કી બારી, દૂધ તલાઈ, ભારતીય લોકકલા મંદિર, બાગોર કી હવેલી, આહર મ્યુઝિયમ, મોતી મગરી વગેરે જેવાં અનેક સ્થળો

No comments:

Post a Comment