Sunday, July 15, 2012

પિરામિડ અને મમીનો પ્રાચીન દેશ ઈજિપ્ત (વિવિધ સંસ્કૃતિ)



વિવિધ સંસ્કૃતિ - હસમુખ ગજ્જર
સત્તાવાર નામ      : આરબ રિપબ્લિક ઓફ ઈજિપ્ત
સ્થાન                 : ઉત્તર આફ્રિકા
રાજધાની            : કેરો
વસ્તી                : ૮,૩૬,૮૮,૧૬૪
કુલ વિસ્તાર         : ૧૦,૦૧,૪૫૦ ચો. કિમી.
સત્તાવાર ભાષા     : અરબી
ધર્મ                   : ઇસ્લામ
મોટાં શહેરો          : એલેકઝાંડ્રીયા, ગિઝા, સુએઝ, લુકસર, સુબ્રા એ ખેરિમા
માનવ સંસ્કૃતિની અતિ પ્રાચીન ગણાતી મિસર સભ્યતાનું પારણું ઈજિપ્તમાં ઝૂલ્યું હતું એટલે આ દેશ મિસ્ર તરીકે પણ જાણીતો છે. ઉત્તર આફ્રિકામાં આવેલા આ દેશની ઉત્તરમાં ભૂમધ્ય સાગર, ઉત્તરપૂર્વ દિશામાં બહુચર્ચિત ગાજાપટ્ટી અને ઇઝરાયેલ દેશ, પૂર્વ દિશામાં રાતો સમુદ્ર, પશ્ચિમમાં લીબિયા અને દક્ષિણ દિશામાં સુદાન દેશ આવેલો છે. દુનિયાની સૌથી લાંબી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી સમાન છે. દેશનો મોટો ભાગ નાઇલના ૪૦ હજાર સ્કવેર કિમીના ડેલ્ટા વિસ્તારમાં જ વિકસ્યો છે.
બાકીના મોટા ભાગના વિસ્તારમાં બળબળતો રણપ્રદેશ હોવાથી માનવ વસાહત સાવ પાંખી છે. ઇજિપ્તની ૫૦ ટકા વસતી કેરો અને એલેકઝાંડ્રીયા જેવાં મોટાં શહેરોમાં આવીને વસી હોવાથી ગ્રામીણ સંસ્કૃતિ ઓછી છે. પ્રાચીન પિરામિડો વિશ્વભરના પ્રવાસીઓને ત્યાં આકર્ષે છે. આ દેશ રાજકીય અરાજકતાના કારણે અત્યારે ચર્ચામાં છે.
ઇતિહાસ
પ્રાચીન ઇજિપ્તની પ્રજાએ ભારતની જેમ જ સાંસ્કૃતિક, રાજકીય હુમલાઓ સહન કર્યા હોવાથી દેશનો ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. ઇસુના જન્મનાં ૧૦ હજાર વર્ષ પૂર્વે નાઇલ નદીના ફળદ્રુપ કાંપનાં મેદાનોમાં માનવ સમુદાયે સૌ પ્રથમ વસવાટ કર્યો હતો. નદીના ફળદ્રુપ મેદાની પ્રદેશમાં સારી આબોહવા અને ખેતી હોવાથી મિસર નામની સભ્યતા પાંગરવાનો આરંભ થયો. મિસર સભ્યતા કળા, વિજ્ઞાન, ગણિત તથા ઇજનેરી જેવા કૌશલ્યમાં નિપુણ હતી. મિસર સંસ્કૃતિમાં રાજાને ફેરો કે ફેરોહ કહેવામાં આવતો. આ ફેરોહને મિસર દેવતા હોરસનો જ અવતાર માનવામાં આવતો. રોમન સામ્રાજ્યે ઈ.સ પૂર્વે ૩૧મા આક્રમણ કર્યું ને ફેરોહ શાસનનો અંત આવ્યો.
અતિ ચર્ચિત ક્લિઓપેટ્રા નામની રાણી મિસરની છેલ્લી ફેરોહ હતી. થિઓડોસિસ નામના રોમન રાજાએ એક વિધેયક પસાર કરીને મિસરોની મુર્તિ પૂજા બંધ કરાવી દીધી. મિસરોનો પ્રતિકાર નબળો પડવાથી અહીં રોમન સંસ્કૃતિ ફેલાવા માંડી.
૭મી સદીમાં બાયઝાન્ટિન નામના રોમન શાસકને હરાવીને ઇસ્લામે આગમન કર્યું. ઇસ્લામના ખલીફાઓ દ્વારા નિમવામાં આવતા શાસકોએ ૬ સદી સુધી ઇજિપ્ત પર શાસન કર્યું. આરબોમાં વધી રહેલી ખટપટના ભાગરૂપે ૧૩મી સદીમાં તુર્કોએ તેમનો પ્રભાવ વધારવા માંડયો. ઈ.સ.૧૫૧૭ ઓટોમન તુર્કોએ ઈજિપ્તને પોતાના રાજમાં ભેળવી દીધું. એકાદ સદી પછી પોર્ટુગીઝોએ ઇજિપ્તની ધરતી પર પગ મૂક્યો. ઈ.સ. ૧૭૯૮માં ફ્રાંસના નેપોલિયને ચડાઈ કરી. ૧૮૦૫માં અલેબેનિયન રેજિમેન્ટના મુખ્ય કમાન્ડર મુહમ્મદ અલીએ ઇજિપ્ત પર રાજ કરવાનું શરૂ કર્યું. ૧૮૮૨માં બ્રિટિશ આર્મીએ ઈજિપ્ત પર કબજો મેળવી લીધો, પરંતુ મુહમ્મદ અલીના વંશજોએ અંગ્રેજોની કઠપૂતળી બનીને ૧૯૫૨ સુધી રાજ હાંકે રાખ્યું.
૧૮ જૂન, ૧૯૫૩ના રોજ જનરલ મોહમ્મદ નાગુબ સ્વતંત્ર ઈજિપ્તના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ૧૯૫૪માં ગમાલ અબ્દેલ નાસિરે સત્તા આંચકીને પોતાને ઈજિપ્તના કર્ણધાર બનાવી દીધા.૧૯૪૮માં ઇઝરાયલનો જન્મ થતાં ઈજિપ્ત કટ્ટર આરબ દેશ તરીકે વર્તન કરવા માંડયું. આરબ ઇઝરાયલના યુદ્ધમાં ઇજિપ્તે સિનાઈ અને ગાઝાપટ્ટીના વિસ્તારો તો જીતી લીધા, પરંતુ ઇઝરાયલે ૧૯૬૭માં પલટવાર કરીને ઈજિપ્ત પાસેથી પડાવી પણ લીધા. આ ઘટનાનાં ત્રણ વર્ષ પછી પ્રેસિડેન્ટ નાસિરનું અવસાન થતા નવા પ્રેસિડેન્ટ અનવર સદાતે ૧૯૭૭માં ઈઝરાયેલની ઐતિહાસિક મુલાકાત લીધી એનાથી નારાજ થયેલા આરબ જગતે ઈજિપ્તને નાતબહાર મૂક્યું.૧૯૮૧થી રાજ કરતા હોસની મુબારકને હટાવ્યા પછી દેશમાં સત્તાની બાગડોર સંભાળ્યા બાદ હાલમાં દેશ નેતૃત્વ અને વ્યવસ્થા પરિવર્તનના સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યો છે.
અર્થતંત્ર
પેટ્રોલિયમ, કુદરતી ગેસ, લોખંડ, ફોસ્ફેટ, લાઇમ સ્ટોન, જિપ્સમ અહીં ભૂતળમાંથી સારા એવા પ્રમાણમાં મળે છે. નાઇલના સિંચાઈ વિસ્તારમાં કપાસ,ચોખા અને મકાઈ પુષ્કળ પાકે છે. રૂઢિચુસ્ત ગણાતું ઇજિપ્તનું અર્થતંત્ર આર્થિક સુધારણા અને વિદેશી મૂડીરોકાણ પછી ઘણું બદલાયું છે. જોકે બે ટકાના દરે વધી રહેલો પ્રચંડ વસ્તીવધારો આ દેશની સૌથી મોટી સમસ્યા છે. બેકારીની સમસ્યા પણ દેશને સતાવે છે. ૨૦ ટકાથી પણ વધુ લોકો ગરીબીરેખાની નીચે જીવે છે. ફુગાવાનો દર ૧૩.૩ ટકા કરતાં પણ ઊંચો છે.
ભાવવધારો બેકાબૂ બન્યો છે. રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થવાથી ટૂરિસ્ટ, મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રોને ખૂબ જ ફટકો પડયો છે.
લોકજીવન
ઈજિપ્તના ૯૦ ટકા લોકોનો ધર્મ ઇસ્લામ હોવાથી ઇસ્લામિક સભ્યતા મુજબની વર્તણૂક જોવા મળે છે. તેમ છતાં લોકજીવન પર આફ્રિકન દેશો, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોની પણ અસર જણાય છે. મોડર્ન વેસ્ટર્ન કલ્ચરની છાંટનાં મૂળિયાં તેના પ્રાચીન ઇતિહાસમાં પડયાં છે. સાહિત્ય પર અરબી ભાષાનો પ્રભાવ વધુ છે, પરંતુ નવી પેઢી આફ્રિકન અને વેસ્ટર્ન સંગીતથી અંજાયેલી છે. અહીં ઇજિપ્તિશિયન પોપ મ્યૂઝિક ધૂમ મચાવે છે. પાટનગર કેરો રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર છે. કેરો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જાણીતો છે. હોલિવૂડની ફિલ્મોથી લોકો પરિચિત છે.
નમાઝ પાંચ વખત અદા કરવી ફરજિયાત હોવાથી સમાચારપત્રોમાં નમાઝનું સમયપત્રક પણ છપાય છે. શુક્રવારે આખો દેશ રજા પાળે છે. વીકએન્ડ તરીકે ગુરુવારનું પણ ઘણું જ મહત્ત્વ છે. રમજાન માસમાં લોકો ફરજિયાતપણે રોજા રાખે છે. સરેરાશ નાગરિક સામાજિક સંબંધો અને કુટુંબને સૌથી વધુ મહત્ત્વનું ગણે છે. લોકો એકબીજાના ઘરે જાય ત્યારે સારી ગુણવત્તાવાળી ચોકલેટ, પેસ્ટ્રી તથા ગળપણ આઇટમથી સ્વાગત કરવામાં આવે છે.
ખાણીપીણી
ઈજિપ્તનું રાષ્ટ્રીય પીણું ચા છે. જોકે કાળી અને ગળી ચામાં દૂધ ઉમેરવામાં આવતું નથી. રોજિંદા ભોજનમાં બ્રેડનું ચલણ સર્વસામાન્ય છે. માછલી ખાવાની હોય, મરઘાનું માંસ ખાવાનું હોય કે પછી શાકભાજી ખાવાના હોય બ્રેડ તેની સાથે અચૂકપણ આરોગાય છે. પ્રોટીનનો ભંડાર ગણાતાં કઠોળને બાફીને, શેકીને, તળીને કે તેનું શાક બનાવીને ખાવામાં આવે છે. સંતરાં, તરબૂચ, દ્રાક્ષ વગેરે ફળોનો લોકો છૂટથી ઉપયોગ કરે છે. માછલીઓમાંથી બનતી મજેદાર વાનગીઓનો તો તોટો જ નથી. ડાંગર સારા એવા પ્રમાણમાં પાકતી હોવાથી માંસ ભાતનો ખોરાક પણ સાવ સહજ છે. બ્રેડમાંથી બનતી ઇજિપ્શિયન સેન્ડવીચ જાણીતી છે.
પિરામિડ : ઇજિપ્તની આગવી ઓળખ
ઇજિપ્તની ઓળખ આજે પણ પ્રાચીન કલાત્મક ઇજનેરી વિદ્યાના નમૂના સમાન પ્રાચીન પિરામિડો અને મમીઓના (મસાલા ભરીને શબ રાખવાની કળા)દેશ તરીકેની રહી છે. મિસર સંસ્કૃતિમાં રાજા ફેરોહના સ્મારક સ્થળ ગણાતા પિરામિડોમાં રાજાનાં શબોને દફનાવીને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. આ શબોને મમી કહેવામાં આવે છે. ઇજિ

No comments:

Post a Comment