નવી દિલ્હી, તા. ૨
યુનેસ્કોએ ભારતના ૧,૬૦૦ કિલોમીટર લાંબા પશ્ચિમઘાટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. રશિયાના સેંટ પિટર્સબર્ગ શહેરમાં યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનેસ્કોએ જણાવ્યું હતું કે અહીં વનસ્પતિ અને જીવોની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. આ પર્વતમાળા ભારતનાં ચોમાસાને પણ અસર કરે છે.
ભારતના પશ્ચિમઘાટનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદથી શરૂ થતી પર્વતમાળા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક,તામિલનાડુ અને કેરળથી પસાર થઈને તે અંતે કન્યાકુમારીમાં પૂર્ણ થાય છે. ભારત સરકાર અને કેટલાક સંરક્ષણવાદીઓનાં અભિયાન બાદ પશ્ચિમઘાટને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા પણ પશ્ચિમઘાટને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવા માટે ભલામણ કરવામાં આવી હતી.
પશ્ચિમઘાટની વિવિધતા
- હિમાલીય પર્વતમાળાથી પણ જૂની પર્વતમાળા
- પશ્ચિમઘાટની ઇકોસિસ્ટમ ભારતમાં ચોમાસા પર અસર કરે છે
- ૧,૬૦૦ કિ.મી. લાંબી, ૧૦૦ કિ.મી. પહોળી પર્વતમાળા
- ૧,૬૦,૦૦૦ વર્ગ કિ.મી.ના વિસ્તારમાં ઘાટ પથરાયેલો છે
- ભારતની ત્રણ મોટી નદીઓ ગોદાવરી, કાવેરી અને ક્રિષ્ના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે
- ઊંચું શિખર અનામુડી (૨,૬૯૫ મીટર)અને નીચું શિખર પાલક્કડ ગેપ (૩૦૦ મીટર)
વર્લ્ડ હેરિટેજની અન્ય સાઈટો
- બેલ્જિયમની મોટી માઇનિંગ સાઇટ વાલોનિયા
- સ્વિડનના હાલસિંગહલેન્ડનું
- ડેકોરેટેડ ફાર્મહાઉસ
- જર્મનીનું એક ઓપેરાહાઉસ
- ચાડનું ઓઉનિઆંગા ઝીલ
- પોર્ટુગલનાં શહેર એલ્વસ અને તેની કિલ્લેબંધી
No comments:
Post a Comment