Sep 07, 2012
ચાલો ફરવા
કર્ણાટકમાં આવેલું હમ્પી નામનું સ્થળ ભારતમાં ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. હમ્પીનાં મંદિરો અને તેની આસપાસનું સ્થાપત્ય અત્યારે ખંડેર જેવી હાલતમાં છે, પણ દક્ષિણ ભારતમાં આવેલા મહત્ત્વના ટૂરિસ્ટ પોઇન્ટ તરીકે તેની ગણતરી થાય છે.* હમ્પી તુંગભદ્રા નદીને કાંઠે આવેલું છે. એમ માનવામાં આવે છે કે આ નદીનું પુરાતન નામ પમ્પા નદી છે. પમ્પા નામ જ અપભ્રંશ થઈને પછીથી હમ્પી થયાનું ઇતિહાસકારો માને છે.
* હમ્પી રામાયણકાળમાં વાનરોનું રાજ્ય કિષ્કિંધા હતું તેમ મનાય છે અને એટલે જ એનું ધાર્મિક મહત્ત્વ હોવાથી ભારતભરના શ્રદ્ધાળુઓ તેની મુલાકાત કરતા રહે છે.
* રાણીઓ માટેનું સ્નાનાગાર, હજારા રામમંદિર, લક્ષ્મીનારાયણનું મંદિર, પૌરાણિક શિવલિંગ, ગણેશ મંદિર, ભગવાન કૃષ્ણનું મંદિર સહિતનાં બાંધકામો નોંધપાત્ર અને બેનમૂન છે.
* હમ્પીમાં પ્રાચીન મંદિરો ઉપરાંત મહેલ, મુખ્ય રસ્તાઓ અને જળક્રીડા માટેનાં જૂનાં બાંધકામો પણ જોવાલાયક છે.
* મંદિરમાં આવેલા સ્તંભને થપથપાવવામાં આવે તો તેમાંથી સંગીત સંભળાતું હોવાનો આભાસ થાય છે. પ્રવાસીઓ માટે તે વિશેષ આકર્ષણ જગાવે છે.
* હમ્પીમાં એક શીલારથ સાચવી રાખવામાં આવ્યો છે. આ રથ તેના નામ પ્રમાણે પથ્થરનાં પૈડાંઓથી ચાલતો હતો.
* તેના પૌરાણિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે.
* અત્યારે હમ્પીને વિશેષ સવલત પૂરી પાડવામાં આવી છે. પ્રવાસીઓ માટે પૌરાણિક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.
* મધ્યકાલીન યુગમાં વિજયનગર સામ્રાજ્યની રાજધાની તરીકે હમ્પી ભારત આખામાં વિખ્યાત હતું.
No comments:
Post a Comment