Sep 11, 2012
નવી દિલ્હી, તા. 11ભારતીય રેલ એશિયાનું સૌથી મોટું રેલ નેટવર્ક છે, જેની લંબાઈ 63, 327 કિલોમીટર કરતાં પણ વધુ હોય છે. જે 6909 સ્ટેશનથી પસાર થાય છે, તેમજ આશરે બે કરોડ પ્રવાસીઓ દરરોજ પ્રવાસ કરે છે. તમે આ વિશે વધુ વિચારશો તો ચકરાઈ જ જશો. પરંતુ તમારે તો પ્રવાસમાં આ બાબતોને ધ્યાનમાં લેવી.
ટ્રેન પ્રવાસ કરતા સમયે તમારે સાથે છૂટ્ટા પૈસા જરૂર રાખવા કારણ કે તમને કોઈ પણ સમયે ખાવાનું મન થઈ જાય, ચા, કોફી, સમોસા તમારે યાત્રા દરમિયાન છૂટ્ટા પૈસા રાખવાથી કોઈપણ વસ્તુ લઈને ખાઈ શકો છો.
જો તમને રાતનાં સમયે મોડે સુધી વાંચવાની આદત હોય તો તમારે પોતાનું રિઝર્વેશન એસી(વાતાનુકુલિત)માં પ્રથમ સ્તરીય અથવા બે સ્તરીય શ્રેણીમાં કરાવવું જોઈએ. કારણ કે પ્રવાસીઓને રાતના 10 કલાક પછી પ્રકાશ બંધ કરીને સૂવાની આદત હોય છે. આ કારણે તમને વાંચવાની તકલીફ થઈ શકે છે.
પ્રવાસ સમયે સામાનની સુરક્ષા સૌથી વધુ રહે છે. આ માટે જરૂરી છે કે તમારા સામાનનેં પોતાની સીટની નીચે ચેઈનથી બાંધીને રાખો.
જો એકલા પ્રવાસ કરી રહ્યા હોવ તો તમારી પ્રાથમિકતા ઉપરની અથવા નીચલી બર્થ હોવી જોઈએ જેનાથી તમને બારીની સીટ પણ મળી જાય અને તમને વધુ લોકો હેરાન પણ ન કરે.
ગમે તે અજાણ્યા વ્યકિત પાસેથી કોઈ ખાવાની કે પીવાની વસ્તુ ન લેવી. પોતાની સાથે એક ઈયરફોન રાકવો જેનાથી તમે પોતાનું મનપસંદ સંગીત સાંભળી શકો તેમજ અન્ય શોરબકોરથી પણ.
નવી દિલ્હી, તા. 26
ગરમી અને બફારાથી તમારે બચવું હોય તો ઉત્તરાખંડના ભીમતાલ, મસૂરી અને વેલી ઑફ ફ્લાવર્સ જવું જોઈએ. જેથી તમારી તમામ ફરિયાદોનો એક જ વખત અંત આવી જાય. આ દિવસોમાં અહીંની સીઝન ઘણી આહલાદક હોય છે. સાથે મસૂરીના વર્ષાનાં ઓસથી ઘેરાયેલી લીલી વનરાજી અને વેલી ઑફ ફ્લાવર્સમાં ચારે બાજુ સુગંધીદાર રંગબેરંગી ફૂલો તમારું મન મોહી લેશે.
નૈનીતાલ
નૈનીતાલ ઉત્તરાખંડ રાજ્યનો એક જિલ્લો છે. અહીં સુંદર તળાવ, ઝરણા તેમજ અસંખ્ય સ્થળો તમને આકર્ષવા માટે ઘણાં સ્થળો છે. દરિયા કિનારાથી 1,370 મીટરની ઊંચાઈ પર એક તળાવ આવેલું છે. અહીંનું મુખ્ય આકર્ષણ તો તળાવ અને ફૂલોથી ભરેલી વનરાજી છે. નૈનીતાલથી 22 કિલોમીટર દૂર ભીમતાલ તળાવ નૈની તળાવથી મોટું છે. તમે બોટિંગ વડે તળાવની સુંદરતાનો મજા લઈ શકો છો.
જોવા લાયક સ્થળ
ભીમેશ્વર મંદિર સિવાય નજીકમાં નાનો પર્વત ગર્ગ પર્વત છે, જે ગાર્ગી નદીનો સ્ત્રોતના રૂપમાં ઓળખવામાં આવે છે. આને જોવાનું કદી ન ભૂલતા. ભીમતાલથી 2 કિલોમીટર દૂર કુદરતી ઝરણું અને તળાવ નળ-દમયંતી તાલ છે અને 5 કિલોમીટર દૂર તળાવોનાં સમૂહ સત્તલ પણ પ્રસિદ્ધ છે, જે નેચર લવર્સને ખૂબ શાંતિનો અનુભવ કરાવે છે. નજીકમાં હિડિમ્બા પર્વત છે. જે મહાભારતના સમયમાં રાક્ષસીનાં નામ પરથી પાડવામાં આવ્યું છે. અહીં 40 ફૂટ ઊંચો ડેમ છે જેને જોવાની મજા લઈ શકાય છે.
કઈ રીતે જવું....
તમે અહીં કાઠગોદામ સુધી ટ્રેન મારફતે જઈ શકો છો. પછી રોડ માર્ગે 21 કિમી ભીમતાલ પહોંચી શકો છો. કાર કે બસથી જઈ શકો છો.
વેલી ઑફ ફ્લાવર્સ
સ્વર્ગ જેવો અનુભવ થનાર વેલી ઑફ ફ્લાવર્સ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે. આને 1982માં નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું હતું. ચારે બાજુથી ઊંચા ઊંચા પહાડોથી ઘેરાયેલ આ ફૂલોની શ્રેણીમાં તમને રંગ અને જુદાજુદા ફૂલો મળી જશે. એપ્રિલથી ઓકટોબર વચ્ચે ખુલે છે. મૉન્સૂનના પ્રથમ વરસાદ પછીનો અહીંનો નજારો વધુ મનમોહક હોય છે.
મસૂરી
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સ્થિત મસૂરી 35 કિલોમીટર અને દિલ્હીથી 290 કિલોમીટરના અંતરે છે. આ સુંદર હિલ સ્ટેશન ગઢવાલ હિમાલયન રેંજના ફૂટહિલમાં છે. મસૂરીને ‘ક્વીન ઑફ હિલ્સ’ પણ કહેવામાં આવે છે. પોતાની લીલોતરથી ઢંકાયેલા પહાડો અને ફ્લોરા માટે પ્રસિદ્ધ મસૂરી દૂન વેલી અને દક્ષિણમાં શિવાલિક રેંજનો ભવ્ય નજારો રજૂ કરે છે. કોઈ જમાનમાં અહીંનું વાતાવરણ પ્રવાસીઓને ‘ફેરીલેન્ડ’નો અનુભવ કરાવતો હતો. અહીનું એક હાઈએસ્ટ પ્વોઈન્ટ લાલ ટિમ્બો છે, જે આશરે 2,290 મીટર ઊંચો છે.
દર્શનીય સ્થળ-
કેમ્પ્ટી ફોલ્સથી 5 કિલોમીટર પહેલા જ મસૂરી કેમ્પટી રોડ પર લેક મિસ્ટ સ્થિત છે, જ્યાં રોકાણ અને રેસ્ટોરન્ટની સુવિધાઓની સાથે પિક્નિક સ્પોટ ડેવલપ કરવામાં આવ્યું છે. લેક મિસ્ટમાં ઘણાં નાના-નાના વૉટરફોલ્સ છે, જેનું નિર્માણ ઘણી નદીઓથી મળીને થયું છે.

No comments:
Post a Comment