Sep 20, 2012 |
પ્રકૃતિની સુંદરતાના ઘણાં આયામ જોવા માગતા હોવ તો તમે કોટ્ટાયમની એક ટૂર લગાવી શકો છો. તમને અહીં કેરળનું ભાતીગળ કલ્ચર ખૂબ નજીકથી જોવાનો મોકો મળશે. આ સિવાય શાંતિ અને એંડવેંચર તમને એક જ સ્થાન પર એન્જોય કરાવી શકે છે.
કેરળની પ્રાકૃતિક સુંદરતા પર તમામ વારી જાય છે. જો તમને મનમાં મૂંઝવણ હોય કે અહીં જઈને શું જોવું, તો કોટ્ટાયમ ચાલ્યા જાવ. કેરળના દક્ષિણમાં વસેલું આ શહેર બેકવોટર્સમાં રસ ધરાવતા પ્રવાસીઓને આખા વર્ષ સુધી મન મોહી લે છે. નેચરલ બ્યૂટી સિવાય અહીં બર્ડ સેંક્ચ્યુરી (પક્ષી અભયારણ્ય), મંદિર, ચર્ચ, ટ્રેકિંગ સાઈટ્સ વગેરે પણ પર્યટકોને ખૂબ લલચાવે છે. આના ઉત્તરમાં ઈર્નાકૂલમ છે, તો પૂર્વમાં ઈદૂક્કી શહેર છે. સાઉથમાં અલપુજ્જા છે, તો વેસ્ટની રોનક તો વેંમનાડ લૅક વધારે છે.
ખાસ આકર્ષણ-
અહીં પ્રકૃતિની સુંદરતા વચ્ચે તમે થોડા દિવસો સુધી રિસોર્ટમાં રહીને તમે મજા લઈ શકો છો. આ સિવાય એડવેંચર અને નેચર સાથે જોડાવા માટે પેરિયાર વાઈલ્ડલાઈફ સેંકચ્યુરી જઈ શકો છો. આ જગ્યા હાથી, ચિત્તા અને ખાસ પ્રકારની ભેંસો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
કોટ્ટાયમનું તિરુંકારા શિવ મંદિર પણ એક જોવાલાયક સ્થળ છે. મંદિરોની દીવાલો પર સુંદર ચિત્રકળાથી સજાવેલી છે. આ સ્થળે તમને કેરલનું ભાતીગળ કલ્ચર જોવા મળી શકે છે. અહીં યોજાતો ફાગણોત્સવ ટૂરિસ્ટને ખાસ આકર્ષે છે.
કોટ્ટાયમની પાસે કુમારકોમ પ્રવાસી પક્ષીઓ માટે પ્રસિદ્ધ છે. તમને અહીં દુનિયાના અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ જોવા મળી શકે છે. કોટ્ટાયમથી 60 કિમી દૂર વાગામોન જઈને ટ્રેકિંગનો મજા લઈ શકો છો. અહીં તમે કુદરતી સૌંદર્યને નિહારવાની સાથે ટ્રેકિંગના તમામ પેકેજ એન્જોય કરી શકો છો. અહીં પરત ફરતા સેંટ મેરી ચર્ચ, ઓર્થોડોક્સ ચર્ચ, મોનેસ્ટ્રી વગેરે ખાસ જોવાલાયક છે.
ક્યારે જશો-
કોટ્ટાયમ જવાનો સૌથી બેસ્ટ સમય છે માર્ચથી લઈને જૂન સુધીનો. અહીં હળવી ઠંડી પણ હોય છે. આની માટે પોતાની સાથે સ્વેટર અને શાલ લઈ જવા.
શું ખરીદશો-
કેરળના અન્ય ભાગોની જેમ જ કોટ્ટાયમમાં મસાલાની ખૂબ ખેતી થાય છે. આના કારણ કે અહીં બધે જગ્યા સરળતાથી મરી, મસાલા કે અન્ય મસાલા સસ્તા અને કોઈપણ જાતનાં ભેળસેળ વગર મળી રહે છે. તમે યોગ્ય ભાવ આપીને ખરીદી શકો છો. આ સિવાય અને ઈકો-ફ્રેન્ડલી રબર પ્રોડક્ટસ પણ ખરીદવાનું ન ભૂલવુ જોઈએ.
ક્યાં રોકાણ કરશો-
કોટ્ટાયમમાં રોકાણ કરવા માટે સ્ટાન્ડર્ડ અને બજેટ બંને પ્રકારની વિકલ્પો છે. અહીં રોકાણ કરવા માટે લગ્ઝરી સુવિધા ધરાવતી હાઉસબોટ વિશે પણ વિચારી શકાય છે. ટૂરિસ્ટ માટે દરેક પ્રકારની હોટેલની અહીં સુંદર વ્યવસ્થા છે.
કઈ રીતે જશો-
કોટ્ટાયમનું સૌથી નજીકનું એરપોર્ટ કોચ્ચિ છે. કોટ્ટાયમથી કોચ્ચિનું અંતર 80 કિલોમીટર છે. જો કે કોટ્ટાયમ તમામ રેલવે
No comments:
Post a Comment