Wednesday, May 1, 2013

વિશ્વ હેરિટેજમાં સામેલ પંચમઢી : હિલ સ્ટેશન અને મહાદેવની નગરી


1, મે

વિશ્વ હેરિટેજમાં સામેલ મધ્યપ્રદેશમાં સાતપુડાની રાણીના નામથી પ્રખ્યાત પંચમઢી તમને ગરમીની સિઝનમાં પણ ઠંડીનો અહેસાસ કરાવે છે. ઘટાદાર વૃક્ષો અને ઝરણાંઓ વચ્ચે પસાર થતાં રસ્તા તમારું મન મોહી લેશે. આમ તો પંચમઢીમાં બારેમાસ ઠંડીનું વાતાવરણ રહે છે, પરંતુ ગરમીની સિઝનમાં વધુ લોકો અહીં આવીને રહેતા હોય છે.

મહાદેવની નગરી અને હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત બનેલ પંચમઢી ભોપાલથી 195 કિમી દૂર સાતપુડાની પર્વતમાળા પર આવેલ શહેર છે. અહીંયા ધર્મપ્રેમીઓ અને ઈતિહાસપ્રેમીઓ માટે અનેક સ્થળો આવેલાં છે. પંચમઢીમાં 70 ધાર્મિક સ્થળો, 20 તળાવો અને 6 પાણીના ધોધ આવેલાં છે.

વી ફૉલ અને ડચેસ ફૉલ એ એવાં ધોધ છે, જ્યાંથી તમને પાછા વળવાનું મન થાય તેમ નથી. પંચમઢીમાં સૌથી વધુ મહાદેવના મંદિરો આવેલાં છે. કેટલાંક મંદિરોમાં લોકો મહાદેવને ત્રિશૂળ પણ ચઢાવે છે. પંચમઢીમાં એવી ઠંડક હોય છે કે તમે ત્યાં હનીમૂન મનાવવા માટે પણ જઈ શકો છો. 1067 મીટરની ઉંચાઈ પર આવેલ હોવા છતાં અહીંયા પહોંચવા માટે તમામ સાધનો મળી રહે છે.  પંચમઢીથી 54 કિમીના અંતર પર પિપરીયા રેલ્વે સ્ટેશન આવેલ છે, જ્યાંથી તમને અન્ય વાહનો પણ મળી રહેશે.





















No comments:

Post a Comment