Friday, May 17, 2013

ઓહો! અબજપતિ શહેરોની યાદીમાં મુંબઈ છઠ્ઠા ક્રમે


લંડન, 11 મે
શાંઘાઈ, પેરિસ અને લોસએન્જલસ કરતાં મુંબઈ આગળ
૨૬ અબજપતિ સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું
લંડનની પ્રીમિયર રિસર્ચ એજન્સી વેલ્થઇનસાઇટે કરેલા એક સરવેમાં વિશ્વના સૌથી વધુ અબજપતિ લોકો ધરાવનાર શહેરોમાં મુંબઈનો ક્રમ છઠ્ઠો છે. આ એજન્સીએ દુનિયાનાં કયાં શહેરમાં સૌથી વધુ અબજપતિ રહે છે તે અંગે એક સરવે કર્યો હતો. ટોપ ટેન શહેરોમાં ૨૬ અબજપતિ સાથે મુંબઈ છઠ્ઠા ક્રમે છે. શાંઘાઈ, પેરિસ અને લોસએન્જલસ કરતાં મુંબઈ આગળ છે. ન્યૂયોર્ક ૭૦ અબજપતિ સાથે પ્રથમ, મોસ્કો ૬૪ અબજપતિ સાથે બીજા, લંડન ૫૪ અબજપતિ સાથે ત્રીજા, હોંગકોંગ ૪૦ અબજપતિ સાથે ચોથા અને બેઇજિંગ ૨૯ અબજપતિ સાથે પાંચમા ક્રમે છે તેમજ મુંબઈ ૨૬ અબજપતિ સાથે છઠ્ઠા, ઇસ્તંબૂલ ૨૪ અબજપતિ સાથે સાતમા, શાંઘાઈ ૨૩ અબજપતિ સાથે આઠમા, પેરિસ ૨૨ અબજપતિ સાથે નવમા અને લોસએન્જેલસ ૧૯ અબજપતિ સાથે દસમા ક્રમે છે.
વેલ્થઇનસાઇટે બહાર પાડેલી સૌથી વધુ કરોડપતિ ધરાવતાં શહેરોની ટોપ ટ્વેન્ટી યાદીમાં ભારતનું એક પણ શહેર નથી. આ યાદીમાં ૪.૬ લાખ કરોડપતિ સાથે ટોકિયો પ્રથમ સ્થાને છે. આ વીસ શહેરોમાં કુલ ૧,૦૦,૦૦૦થી વધુ કરોડપતિઓ છે. વિશ્વના કરોડપતિ દેશોની યાદીમાં ભારતનું સ્થાન ૧૧મું છે.
વેલ્થ્કઇનસાઇટે એવું અનુમાન કર્યું છે કે વર્ષ ૨૦૨૦ સુધીમાં અમેરિકાના કરોડપતિઓની સંખ્યા ૫,૨૩૧થી વધીને ૭,૩૧૮ થઈ જશે. ૨૦૨૦ સુધીમાં ચીન આર્થિક ક્ષેત્રે જાપાન અને જર્મનીને ઓવરટેક કરી લેશે. ભારત પણ વિશ્વના કરોડપતિ દેશોની યાદીમાં ૧૧મા સ્થાનેથી પાંચમા સ્થાન પર પહોંચી શકવાની સંભાવના છે.

No comments:

Post a Comment