Tuesday, January 15, 2013

૧૩ કિલોમીટર લાંબો બીચ : મંદારમની


Dec 21, 2012

ચાલો ફરવા
પ શ્ચિમ બંગાળના મહત્ત્વના ટૂરિસ્ટ પોઇન્ટ ગણાતા મંદારમનીમાં સહેલાણીઓની અવરજવર વધી ગઈ છે. શહેરના ધમાલવાળા વાતાવરણથી વિપરીત અહીં એકદમ શાંત વાતાવરણનો આનંદ ઉઠાવી શકાય છે. મંદારમની આ પ્રદેશમાં બીચ ટાઉન તરીકે જ વધુ ઓળખાય છે.
* મંદારમની પ્રસિદ્ધ દીધા અને શંકરપુરની નજીક આવેલું સ્થળ છે. શંકરપુર ટાઉન અહીંથી માત્ર ૩ કિલોમીટરના અંતરે આવેલું છે.
* સમૃદ્ધ અને એકદમ શાંત હોવાથી સ્વિમિંગ માટે મંદારમની પર્યટકોનું માનીતું સ્થળ છે.
* અહીં બીચ પર પ્રવાસીઓને ક્રિકેટ અને ફૂટબોલ રમતા જોઈ શકાય છે.
* મંદારમનીમાં ૧૩ કિલોમીટર લાંબો મોટોરેબલ બીચ અને એના કારણે તેને ભારતના સૌથી લાંબા બીચ તરીકેનું સન્માન મળે છે.
* જો મંદારમનીની મુલાકાત લીધી હોય અને સૂર્યોદય અને સૂર્યાસ્તનું દૃશ્ય જોવાનો લહાવો લેવાનું ચૂક્યા તો આ પ્રવાસ અધૂરો ગણાય. આસપાસના લોકો રજાઓના દિવસોમાં અહીં સવાર અને સાંજે આ દૃશ્ય જોવા ખાસ આવે છે.
* મંદારમનીના મ્યુઝિયમમાં સાયન્સ શો, સ્કાય ઓબ્ઝર્વેશન, ફિઝિક્સ, ટ્રાન્સપોર્ટ, મેટિવ પાવર, બાયોટેકનોલોજી અને મેથેમેટિક્સના વિવિધ શોનું આયોજન કરવામાં આવે છે. પ્રવાસીઓમાં આ શો જોવા માટેનું આકર્ષણ પણ જોવા મળે છે.
* મંદારમની કોલકાત્તા સાથે રોડ અને રેલવે માર્ગથી જોડાયેલું છે. અહીં આવવા માટેનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચેનો હોય છે.

No comments:

Post a Comment