Tuesday, January 15, 2013

એશિયાનું હોટ ફેવરિટ પ્રવાસન સિટી


Dec 22, 2012

બેંગકોક માત્ર ભારતીયો માટે જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની રહ્યું છે. વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતા બેંગકોકમાં કયા તત્ત્વ છે, એ જાણવા જેવું છે.
* દક્ષિણ એશિયાનું સૌથી પ્રખ્યાત શહેર બેંગકોક મૂળે થાઈ પરંપરાનું શહેર છે.
* એશિયાના અમુક વિસ્તારો ગુલામીથી બચી શક્યા હતા એમાં બેંગકોકનો પણ સમાવેશ થાય છે. બેંગકોકે વિશ્વભરના લોકો અને દરિયાપારની સંસ્કૃતિઓને આવકારીને પોતાને ગળે લગાવી છે, અને એટલે જ એ સાચા અર્થમાં કોસ્મોપોલિટન બની ગયું છે.
* બેંગકોકનો ટ્રાફિક ખૂબ જ વ્યસ્ત હોય છે. પરિણામે બેંગકોક એની અલગ અંદાજની ખૂબસૂરતી સાથે એશિયાનું ચહલપહલવાળું જીવંત શહેર તો લાગે છે.
* આ શહેરની ફરતે ચક્કર લગાવવા માટે સડક સિવાય ચાયો પ્રાયા નદીનો જળમાર્ગ પણ ઉપલબ્ધ છે. આ નદી શહેરની જીવાદોરી છે. છેલ્લાં ૫૦૦ વર્ષથી આ સ્થળ અગત્યનું વ્યાપારી પોર્ટ બની રહ્યું છે.
* શહેરના જિમ્નેશિયમોમાં મ્વાય થાઈ અને કિકિંગ ભારે ચલણમાં છે. જોકે છેલ્લાં ૧૦૦૦ વર્ષમાં આ સ્પોર્ટ્સમાં ભારે પરિવર્તન આવ્યું છે અને પશ્ચિમના જગતને એના પ્રત્યે આકર્ષણ થયું છે. આ રમતના ખેલંદાઓને નાકમુઆય કહે છે, પરંતુ પશ્ચિમના લોકો આ માર્શલઆર્ટના એટલા બધા ફેન થઈ ગયા છે કે તેઓ 'નાકમુઆખ ફરંગ' તરીકે ઓળખાય છે. આ માર્શલ આર્ટની ફાઇટમાં ઊતરનારે બધી રીતે ચેમ્પિયન બનવું પડે છે.
* બેંગકોકની બીજી ખાસિયત છે એના વિશ્વપ્રસિદ્ધ મંદિરો, એમાં વાટ્કુલ્લાયાનામિતનો પણ સમાવેશ થાય છે. એમાં તમને બેંગકોકની રોજિંદા જીવનચર્યાની ઝલક જોવા મળે છે. અહીં દર્શનાર્થે આવનારા લોકો બેંગકોક નિવાસી નાગરિક છે. તેઓ થાઈ સંસ્કૃતિની પરંપરામાં આસ્થા રાખવાની સાથે બેંગકોક જેવા વર્લ્ડ ક્લાસ આધુનિક શહેરના પ્રતિનિધિરૂપ નાગરિક પણ છે.
* વાટ્કુલ્લાયાનામિતના મંદિરમાં આવેલી બુદ્ધની મૂર્તિ સમગ્ર થાઇલેન્ડમાં સૌથી મોટી મૂર્તિ ગણાય છે.
* થાઇલેન્ડની બીજી ખાસિયત છે - થાઈ પ્રકારની મસાજ અર્થાત્ માલિશ પદ્ધતિ. થાઈ મસાજ વિશ્વને એક અનોખી ભેટ છે. તમામ માલિશ થેરાપીમાં થાઈ માલિશ પદ્ધતિ સૌથી વધુ આક્રમક છે.
* ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુંબિનીના નામ પરથી બેંગકોકની મધ્યમમાં લુમ્બિની પાર્ક છે, જે એક સદીથી બેંગકોકનું હૃદય બની રહ્યો છે. બેંગકોકના યુવાઓથી ઊભરાતો આ પાર્ક થાઇલેન્ડના આધુનિક ચહેરાને પ્રતિબિંબિત કરે છે, જેમાં દુનિયાભરની સંસ્કૃતિઓનું સંમિશ્રણ જોવા મળે છે.
* બેંગકોક પોતાની પ્રાચીન સંસ્કૃતિની લિજ્જત માણવા માટે દુનિયાભરના લોકોને આમંત્રિત કરે છે, આવકારે છે. બેંગકોકના લોકો પોતાના વિશિષ્ટ થાઈ સાંસ્કૃતિક વારસા માટે ગૌરવાન્વિત છે. એટલે જ એશિયાનું એ સૌથી વધુ ફેવરિટ પ્રવાસન સ્થળ બની રહ્યું છે.

No comments:

Post a Comment