Friday, August 17, 2012

પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક ધરોહર : પંચમઢી

Aug 17, 2012
ચાલો ફરવા
મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં સાતપૂડાની પર્વતમાળામાં આવેલા હિલસ્ટેશન પંચમઢીની ખાસિયત એ છે કે તે ભારતભરમાં તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે તો ઓળખાય જ છે, પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું જ છે. પાંચ પાંડવો આ સ્થળે રહ્યા હોવાની માન્યતા હોવાથી લોકો ધાર્મિક આસ્થા સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવા આવે છે.
સાતપૂડાની પર્વતમાળામાં સ્થિત આ સ્થળનું લાડકું નામ 'સાતપૂડાની રાણી' રાખવામાં આવ્યું છે. પંચમઢી સમુદ્રની સપાટીથી ૧૦૭૦ મીટરની ઊંચાઈ પર આવેલું સ્થળ છે.
યુનિસેફે પંચમઢીના જંગલ પ્રદેશને ૨૦૦૯માં જીવરક્ષા આરક્ષણ વિસ્તાર જાહેર કર્યો છે. પંચમઢી સાતપૂડા રાષ્ટ્રીય પાર્કનો ભાગ હોવાના કારણે પણ પ્રવાસીઓને આકર્ષે છે.
એક ધાર્મિક માન્યતા અનુસાર પંચમઢીનું નામ પાંચ પાંડવોની પાંચ ગુફાઓ પરથી પડયું છે. એમ મનાય છે કે પાંચ પાંડવોએ અજ્ઞાતવાસનો ઘણો સમય અહીં વિતાવ્યો હતો. હવે અહીંની પાંડવ ગુફાઓને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને વિશેષ રક્ષણ આપવામાં આવે છે.
પંચમઢીમાં આવેલું મહાદેવનું મંદિર એક ગુફામાં આવેલું છે અને આ ગુફા ૩૦ મીટર લાંબી છે. અહીં સુંદર ચિત્રો ધ્યાનાકર્ષક છે. આ ગુફાનું તાપમાન કાળઝાળ ગરમીમાં પણ ક્યારેય ૨૦ ડિગ્રીથી ઉપર જતું નથી.
અંગ્રેજ શાસન દરમિયાન ૧૮૬૨માં કેપ્ટન જેમ્સ ર્ફોસિથે પ્રિયદર્શન પોઇન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળ્યો અને ત્યાર બાદ પંચમઢીથી પ્રભાવિત થયો હતો. ૧૮૭૦ આસપાસ અંગ્રેજોએ આ સ્થળનો વિકાસ એક હિલસ્ટેશન તરીકે કર્યો હતો.
પંચમઢીમાં આવેલું પ્રિયદર્શન ત્રણ શિખરમાળાની વચ્ચે આવેલું નયનરમ્ય સ્થળ છે, અહીંથી સૂર્યાસ્તનાં દર્શન રમણીય હોય છે. પંચમઢીની મુલાકાત વખતે મોટાભાગના પ્રવાસીઓ અહીંના સૂર્યાસ્તનાં દર્શનનો લહાવો લે છે.
ભોપાલથી પંચમઢી ૨૧૧ કિલોમીટરના અંતરે આવ્યું છે. સોહાગપુરના રેલવે સ્ટેશનથી પંચમઢી માત્ર ૧૭ કિલોમીટરની દૂરી પર આવેલું છે.
પંચમઢીની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો જૂન-જુલાઈ મનાય છે. જોકે, ચોમાસામાં અહીંની હરિયાળી જોવા માટે પણ સહેલાણીઓ આવે છે.

પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક ધરોહર : પંચમઢી

Aug 17, 2012
ચાલો ફરવા
મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં સાતપૂડાની પર્વતમાળામાં આવેલા હિલસ્ટેશન પંચમઢીની ખાસિયત એ છે કે તે ભારતભરમાં તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે તો ઓળખાય જ છે, પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું જ છે. પાંચ પાંડવો આ સ્થળે રહ્યા હોવાની માન્યતા હોવાથી લોકો ધાર્મિક આસ્થા સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવા આવે છે.
સાતપૂડાની પર્વતમાળામાં સ્થિત આ સ્થળનું લાડકું નામ 'સાતપૂડાની રાણી' રાખવામાં આવ્યું છે. પંચમઢી સમુદ્રની સપાટીથી ૧૦૭૦ મીટરની ઊંચાઈ પર આવેલું સ્થળ છે.
યુનિસેફે પંચમઢીના જંગલ પ્રદેશને ૨૦૦૯માં જીવરક્ષા આરક્ષણ વિસ્તાર જાહેર કર્યો છે. પંચમઢી સાતપૂડા રાષ્ટ્રીય પાર્કનો ભાગ હોવાના કારણે પણ પ્રવાસીઓને આકર્ષે છે.
એક ધાર્મિક માન્યતા અનુસાર પંચમઢીનું નામ પાંચ પાંડવોની પાંચ ગુફાઓ પરથી પડયું છે. એમ મનાય છે કે પાંચ પાંડવોએ અજ્ઞાતવાસનો ઘણો સમય અહીં વિતાવ્યો હતો. હવે અહીંની પાંડવ ગુફાઓને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને વિશેષ રક્ષણ આપવામાં આવે છે.
પંચમઢીમાં આવેલું મહાદેવનું મંદિર એક ગુફામાં આવેલું છે અને આ ગુફા ૩૦ મીટર લાંબી છે. અહીં સુંદર ચિત્રો ધ્યાનાકર્ષક છે. આ ગુફાનું તાપમાન કાળઝાળ ગરમીમાં પણ ક્યારેય ૨૦ ડિગ્રીથી ઉપર જતું નથી.
અંગ્રેજ શાસન દરમિયાન ૧૮૬૨માં કેપ્ટન જેમ્સ ર્ફોસિથે પ્રિયદર્શન પોઇન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળ્યો અને ત્યાર બાદ પંચમઢીથી પ્રભાવિત થયો હતો. ૧૮૭૦ આસપાસ અંગ્રેજોએ આ સ્થળનો વિકાસ એક હિલસ્ટેશન તરીકે કર્યો હતો.
પંચમઢીમાં આવેલું પ્રિયદર્શન ત્રણ શિખરમાળાની વચ્ચે આવેલું નયનરમ્ય સ્થળ છે, અહીંથી સૂર્યાસ્તનાં દર્શન રમણીય હોય છે. પંચમઢીની મુલાકાત વખતે મોટાભાગના પ્રવાસીઓ અહીંના સૂર્યાસ્તનાં દર્શનનો લહાવો લે છે.
ભોપાલથી પંચમઢી ૨૧૧ કિલોમીટરના અંતરે આવ્યું છે. સોહાગપુરના રેલવે સ્ટેશનથી પંચમઢી માત્ર ૧૭ કિલોમીટરની દૂરી પર આવેલું છે.
પંચમઢીની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો જૂન-જુલાઈ મનાય છે. જોકે, ચોમાસામાં અહીંની હરિયાળી જોવા માટે પણ સહેલાણીઓ આવે છે.

પ્રાકૃતિક સુંદરતા અને સાહસિક રમતોનું કેન્દ્ર : સિક્કિમ (ટ્રાવેલ)


Aug 17, 2012


ટ્રાવેલ  - બીજલ
પર્વતરાજ હિમાલયના પૂર્વ છેડે આવેલું ભૂતાન- નેપાળ અને તિબેટની સરહદોથી જોડાયેલું સિક્કિમ કોઈ પણ સાહસિક પ્રવાસીનું સ્વપ્નધામ છે. આ નાનકડું સુંદર રાજ્ય વિશ્વવિખ્યાત ઉત્તુંગ શિખરો ધરાવે છે. અહીંની રળિયામણી ખીણો, બરફ ઓગળવાથી બનેલા સરોવરો, બૌદ્ધ મઠો વગેરે તેને અનોખી સુંદરતા અને આકર્ષણ આપે છે. કાંચનજંગા શિખર કે જે વિશ્વનું ત્રીજા ક્રમનું ઊચું શિખર છે તે અહીંની અજાયબી છે અને સિક્કિમમાં તેના પ્રત્યે પૂજનીય ભાવ જોવા મળે છે. પ્રકૃતિના ચાહકને સંતોષે એવું બધું જ સિક્કિમમાં છે. સુંદર વનરાજિ, ફૂલોનું વૈવિધ્ય, સુંદર સ્થળો અને સાહસિક રમતોની સુવિધા કોઈ પણ પ્રકારના પ્રવાસીને અહીં આવવા પ્રેરે છે. કાબ્રુ, કિરાત, ચુલિયર, પાંડિમ, નરસિંગ, તાલુંગ, સિનિયોલ્યુ, પો-હુનરી, સિમવો અને જોયુનો જેવા શિખરો સુંદરતા અને ભવ્યતામાં અજોડ છે.
સિક્કિમના પર્વતો ટ્રેકર્સ, માઉન્ટેનિયર્સ, અને સાહસિકો માટે આદર્શ છે. જોન્ગરી અને ગોસેમલા જેવી ઊંચાઈ પર આવેલી ટ્રેક્સ ખૂબ રોમાંચક છે. સફેદ ફીણવાળા પાણીમાં રમાતી રમતો માટે તિસ્તા અને રંગીત નદીઓ શ્રેષ્ઠ છે. સિક્કિમ ટૂરિઝમના આયોજકો જાણીતા ટૂર ઓર્ગેનાઈઝર્સ મારફતે રિવર- રાફટિંગના પેકેજ આપે છે. આ ઉપરાંત માઉન્ટન બાઈકિંગ અને રોક- ક્લાઈંબિંગ માટે ઈન્સ્ટ્રક્ટર્સ સાથેની સુવિધા ઉપલબ્ધ છે. આ કામ ગંગટોકની માઉન્ટેઈનિયરિંગ ઈન્સ્ટિટયૂટ સંભાળે છે.
માઉન્ટન બાઈકિંગ
માઉન્ટન બાઈકિંગના અદ્ભુત, રોમાંચક અનુભવ માટે પેલિંગ અને રવાંગ્લા ક્ષેત્ર શ્રેષ્ઠ સ્થળ છે. તે બાગડોગરા એરપોર્ટ પાસેથી જ શરૂ થાય છે. તેને ઈચ્છા મુજબ આયોજી શકાય છે. સિક્કિમના મોટા ભાગના રસ્તા માઉન્ટન બાઈક્સને અનુરૂપ છે. આ મુસાફરી દરમિયાન આસપાસની વન્ય સૃષ્ટિ, સરોવરો વગેરે પ્રાકૃતિક દૃશ્યોના સુરમ્ય દર્શન કરી શકાય છે. ઉત્તર સિક્કિમ અને પશ્ચિમ સિક્કિમમાં માઉન્ટન બાઈકિંગ લોકપ્રિય છે.
રિવર- રાફટિંગ
સિક્કિમની સૌથી રોમાંચક એડવેન્ચર- સ્પોર્ટ એવું રિવર- રાફટિંગ તિસ્તા અને રંગીત નદીમાં કરવામાં આવે છે. તિસ્તા નદીના બંને કિનારા જંગલોથી ભરચક છે. તે રાફટિંગ કરનારાઓને સંપૂર્ણ તક આપે છે.
સમ્ગો લેક
૧૨૪૦૦ ફીટની ઊંચાઈએ આવેલું આ તળાવ ગંગટોકથી ચાળીસ કિલોમીટર દૂર છે. પહાડીઓ અને સરોવરનું સૌંદર્ય ચિરસ્મરણીય છે. આ શાંત સરોવર લંબગોળ આકારનું છે. તે એક કિલોમીટર લાંબુ અને પંદર મીટર ઊંડું છે. શિયાળામાં આ સરોવર થીજી જાય છે. મેથી ઓગસ્ટ મહિના દરમિયાન સરોવરની આસપાસ રોડોડેન્ડ્રન્સ, પ્રિમ્યુલાની વિવિધ જાતો ભૂરા અને પીળા પોપીઝ અને આઈરીંસ ઊગે છે. લાલ પાંડા અને વિવિધ પક્ષીઓનું તે નૈર્સિગક નિવાસસ્થાન છે.
યાક સફારી
અહીંના રોમાંચક પ્રવાસમાં યાક પર સવારી એ પણ એક માણવા લાયક અનુભવ છે. યાક-સવારી કરીને તમે ટ્રેકિંગ અને પ્રાકૃતિક દર્શનનો લહાવો લઈ શકો છો. જોન્ગરી વિસ્તાર અને સોમગો- લેક યાક-સવારી માટેના માનીતા સ્થળો છે.
હેન્ગ ગ્લાઈડિંગ
હેન્ગ- ગ્લાઈડિંગ એક એવી રોમાંચક રમત છે જે તમને પક્ષીઓની જેમ હવામાં ઉડીને વિહંગાવલોકન કરવાની તક પૂરી પાડે છે. સિક્કિમમાં આ અનુભવ સ્વર્ગમાં હોવાનો અનુભવ કરાવે છે.
સિક્કિમ કેવી રીતે પહોંચશો ?
ઉત્તર- બંગાળમાં આવેલું બાગડોગરા એરપોર્ટ સૌથી નજીક છે. તે ગંગટોકથી ૧૨૫ કિલોમીટરના અંતરે આવ્યું છે. બાગડોગરા દિલ્હી અને કલકત્તાથી નિયમિત એર-ફલાઈટથી જોડાયેલું છે.
સિક્કિમ ટૂરિઝમ ગેંગટોક અને બાગડોગરા વચ્ચે હેલિકોપ્ટરની સેવા આપે છે. પશ્ચિમ અને ઉત્તર સિક્કિમમાં પ્રકૃતિના રમણીય દર્શન કરવા માટે ખાસ ફલાઈટસ પ્રયોજવામાં આવી છે.
સૌથી નજીકનું રેલવે સ્ટેશન સિલિગુરી નજીકનું 'ન્યૂ- જલપાઈગુરી' છે. તે ગેંગટોક સાથે સડક માર્ગે જોડાયેલું છે.

Monday, August 6, 2012

દરિયા પર તરતાં આ અદભુત રિસોર્ટને જોઈ તમે પણ બોલી ઉઠશો Wow!


Jun 22, 2012




લંડન, તા. 22

સમુદ્ર કિનારે સ્થિત હોટેલ્સ અને રિસોટ્ર્સ વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે સમુદ્રની લહેરો પર તરતાં રિસોટ્ર્સ પણ જોઈ શકાશે. ટૂંક સમયમાં જ સમુદ્રની લહેરો પર તરતાં સોલર ફ્લોટિંગ રિસોટ્ર્સ આકાર લેશે. એન્જિનિયર્સ અને વિજ્ઞાનીઓની આ કલ્પનાની ડિઝાઇન તૈયાર થઈ ચૂકી છે. સોલર ફ્લોટિંગ રિસોર્ટ સૌર ઊર્જાથી સંચાલિત હશે, તેની છતને સોલર પેનલ્સથી બનાવવામાં આવી છે. રિસોર્ટની લંબાઈ ૬૦ ફૂટ હશે તથા તેમાં છ જણ રહી શકશે. તેમાં અત્યાધુનિક સુવિધાઓ તો હશે જ તથા તે સામાન્ય રિસોર્ટથી હટકે હશે. આવાં દરેક નાના રિસોર્ટમાં કિચન, ડાઇનિંગ રૂમ તથા પાઇલટ રૂમ હશે. હાલ તો આ રિસોર્ટમાં રહેવાનું ભાડું નક્કી કરાયું નથી, પરંતુ આ અનોખા રિસોર્ટની ડિઝાઇનની કિંમત ૧૦ કરોડ પાઉન્ડ છે.
  • ટૂંક સમયમાં જ સૌર ઊર્જાથી સંચાલિત રિસોટ્ર્સ આકાર પામશે
  • ઇટાલિયન ડિઝાઇનર માર્કો પુજોલાંતેએ આ અનોખા રિસોર્ટની ડિઝાઇન તૈયાર કરી છે
  • અન્ડરવોટર 'ઓબ્ઝર્વેશન બલ્બ'માં બેસીને સમુદ્રી દુનિયાનો રોમાંચ માણી શકાશે

આ ડિઝાઇનનો આધાર જેમ્સ બોન્ડની ફિલ્મ 'ધ સ્પાય હુ લવ્ડ મી' અને બાળકોના ટીવી શો 'ઓક્ટોનટ્સ' પરથી લેવામાં આવ્યો હોવાનું મનાય છે.

ખાસિયત
આ રિસોર્ટની ખાસિયત તેનો અન્ડરવોટર 'ઓર્બ્ઝવેશન બલ્બ' છે, જે રિસોર્ટના સૌથી નીચેના ભાગમાં સમુદ્રની સપાટીની નીચે સુધી રાખવામાં આવી છે, તે પારદર્શક હશે, જેથી અહીં આવતાં સહેલાણીઓ સમુદ્રની દુનિયા નિહાળી શકશે, ઉપરાંત ડોલ્ફિન, શાર્ક તથા અન્ય સમુદ્રી જીવોને નજીકથી જોવાનો રોમાંચ મળશે.

પ્રદૂષણમુક્ત રિસોર્ટ
ઇટાલિયન ડિઝાઇનર માર્કો પુજોલાંતેએ આ રિસોર્ટની ડિઝાઇન તૈયાર કરી છે. માર્કોનું માનવું છે કે, તે બધી રીતે જાતે જ વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ અને પ્રદૂષણમુક્ત રિસોર્ટ હશે. વૈભવી નૌકા જેવું આ રિસોર્ટ વધુ લોકોને સમુદ્ર દુનિયા તરફ આકર્ષશે.







ભારતનાં આ સ્થળો ધરાવે છે સ્વિત્ઝરલેન્ડની ઉપમા! જુઓ તસવીરો


Jun 25, 2012





શિમલા, 25 જૂન

આમ તો હાલમાં ગરમીની સિઝન પૂરી થઈ ગઈ છે, એવું કહી શકાય, કેમ કે ચોમાસાની સામાન્ય શરૂઆત થઈ ગઈ છે. તેમ છતાં જ્યારે પણ ગરમીની વાત આવે ત્યારે ઠંડક ક્યાંથી મળે તે આપણે શોધતાં હોઈએ છીએ. ગરમીની સિઝન શરૂ થાય તેની પહેલેથી જ લોકો પોતાના પરિવાર સાથે કે પતિ પત્ની ઠંડા સ્થળોએ ફરવા જવાનો પ્લાન બનાવવા લાગતાં હોય છે. વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં કુદરતે પોતાની પ્રકૃતિ છૂટે હાથે આપી છે.

જો કે આ મોંઘવારીનાં જમાનામાં આપણે ભારતની બહાર જવાનું વિચારી શકીએ તેમ નથી, તો પછી આપણે આપણાં ભારતનાં જ એવાં સ્થળોની ચર્ચા કરીએ, જે આપણા માટે સ્વિત્ઝરલેન્ડથી જરાપણ કમ નથી. જો ભારતનાં સ્વર્ગની વાત કરીએ તો પહેલાં કાશ્મીર જ યાદ આવે. બારતમાં આવેલાં કાશ્મીરમાં કુદરતે પોતાની પ્રકૃતિનાં અનેક રંગો વિખેર્યાં છે. જેમ કે બરફાચ્છાદિત પહાડો, ખલખલ બારેમાસ વહેતી નદીઓ અને સુંદર લીલાંછમ અને ઘટાદાર વૃક્ષો.

ભારતમાં કાશ્મીર પછી કોઈને સ્વર્ગ ગણાવી શકાય તો એ અરુણાચલ પ્રદેશ છે, જ્યાં આકાશ સાથે હાથતાળી આપતાં પહાડો આપણું સ્વાગત કરે છે. અહીંનાં લોકોની સાથે અહીનાં ઘરોની પણ એક અલગ જ સ્ટાઈલ છે. આ રાજ્યમાં બૌદ્ધ ધર્મ પ્રચલિત છે, જેથી બોદ્ધ ધર્મના અનેક મોટાં મંદિરો જોવાલાયક આવેલાં છે. ઉપરાંત તમિલનાડુ અને કેરળ રાજ્યમાં પણ પ્રકૃતિ આંખોને આકર્ષે તેવી છે. ભારતમાં કાશ્મીર, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, શિમલા, નૈનિતાલ, કુલુ મનાલી, શ્રીનગર, મંડિકેરી, કોડાઈકેનાલ, લડાખ અને સિક્કિમ જેવાં અનેક સ્થળો આવેલાં છે, જે હિમાચ્છાદિત અને પ્રકૃતિથી ભરપૂર છે, જ્યાં ઉનાળાની ગરમીથી બચવા માટે ફરવા જઈ શકાય છે. ઉપરાંત આ બધાં સ્થળોએ પહોંચવા માટે સસ્તી એવી ટ્રેન પણ ઉપલબ્ધ છે. આ તમામ સ્થળોએ હનીમૂન પોઈન્ટની સાથે હિલ સ્ટેશનો પણ આવેલાં છે.

























આ સ્થળે જઈને તમે જ કહેશો, હવે અહીંથી ક્યાંય જવું નથી


Jul 11, 2012


નવી દિલ્હી, તા. 11

હિમાચલ પ્રદેશનું કસૌલી સુંદર અને સસ્તુ પર્યટન સ્થળ છે. અહીં દર સીઝનમાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ ઉઠાવી શકાય તેમ છે. કેટલાક પ્રવાસીઓનું માનવું છે કે કસૌલીનું નામ અહીં સ્થિત નદીં કૌસલ્યા પરથી પડ્યું છે. પ્રચલિત માન્યતા એવી પણ છે કે આ નામનું મૂળ 'કુસુમાવલિ' છે, જેનો અર્થ છે 'ફૂલોની લાંબી હારમાળા'

કસૌલી જતા બીજી માન્યતા જ યોગ્ય રીતે બેસે છે. કારણ કેસ અહીં પ્રત્યેક ઋતુ, સીઝનમાં જુદાજુદા પ્રકારનાં રંગબેરંગી ફૂલો આ જગ્યાને વધુને વધુ આકર્ષક બનાવે છે, જે પર્યટકોનું મન મોહી લેતું હોય છે.

સૂર્યોદયનો આનંદ
અહીં ત્રણ પ્રકારનાં માર્ગો છે- લોવરમાલ, અપરમાલ અને બજારનો કાચો રસ્તો. લોવરમાલ પર તમામ મોટી અને મોંઘી હોટલ આવેલી છે. સવારે સૂર્યોદયનો આનંદ આ માર્ગ પર ફરતા ફરતા ઉઠાવી શકાય છે. પહાડોની ટોચનો નજારો પણ અહીંથી લેવાઈ શકે છે. ચીડના મોટા મોટા વૃક્ષો ત્રણ કિલોમીટર આગળ જઈને અપરમાલમાં જઈને મળી જાય છે.

અપરમાલ 'મંકી પૉઈન્ટ'
અપરમાલમાં મોટાભાગે મકાન સેનાના નિવૃત્ત જવાનોને ફાળવેલ છે. અપરમાલ મંકી પૉઈન્ટ સુધી જાય છે.જે કસૌલીનું સૌથી ઊંચું સ્થાન છે. આ સ્થાન હવે ભારતીય સેનાના અધિકાર ક્ષેત્રમાં છે. જો કે ત્યાં જવામાં અનેક પ્રતિબંધ છે. અહીં હનુમાનજીનું મંદિર પણ છે. મંકી પૉઈન્ટ કસૌલી બસ સ્ટેન્ડથી 4 કિલોમીટર દૂર સુધી ફેલાયેલી પર્વત શ્રેણીઓ અને ઘાટીઓને જોવાનો અલગ જ અનુભવ છે. એક બાજુ કાલકા અને ચંડીગઢ તો બીજી તરફ સનાવર, ધરમપુર અને સિમલા આ સિવાય પાસે બે સમાધિઓ છે જેને પોતાનો એક ઈતિહાસ છે.

ટ્રેકિંગ ને પિક્નિક સ્થળ
આયરલેન્ડની સક્ષમ ઘોડેસવાર મહિલા આ સ્થળ પર જ્યારે ડામરપનો પાકો રોડ નહોતો તે સમયે તેને મંકી હિલ્સ સુધી ઘોડેસવારી કરીને જવાનો નિર્ણય કર્યો,લોકોએ તેને ખૂબ સમજાવી પરંતું તેન માની અંતમાં ઘોડેસવારી કરીને પહોંચી તો ગઈ પરંતુ પરત ફરતા ખડક સરકવાથી તે સીધી ઘોડા સાથે ખીણમાં પડીને મૃત્યુ પામી. આજે પણ આ આયર્લેન્ડની મહિલા અને તેના ઘોડાની સમાધિ છે. રસ્તામાં ટ્રેકિંગનું ક્ષેત્ર તથા પિક્નિક સ્થળ પણ છે.

અપરમાલ પર કસૌલી ક્લબ પણ આવેલી છે, જ્યાં અસ્થાયી સભ્ય બનીને રમતો અને લાયબ્રેરીનો લાભ ઊઠાવી શકાય છે. ક્લબની અન્ય સુવિધાઓ અસ્થાયી સભ્યોને મળે છે. કસૌલીનું વહીવટી પ્રશાસન સેનાના હાથમાં છે.

આ હકીકતમાં સૈનિક છાવણી છે. 1850માં આને પ્રથમવાર છાવણી બનાવાઈ હતી, ત્યારે 13મી લાઈટ ઈફ્રેકટી રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી અહીં કસૌલી દેશની મુખ્ય છાવણીઓમાં ગણવામાં આવે છે.


ઘાટીનું વિહંગમ દ્રશ્ય
અહીં તમને સેંકડો વાંદરાઓ નજરે પડશે પણ કોઈને કદી હેરાન નથી કરતા. કેંટોન્મેન્ટ હોસ્પિટલના સામેથી ઘાટીનું વિહંગમ દ્રશ્યની સાથે ચીડના વૃક્ષોની પાછળ સૂર્યાસ્તનું કદી ન ભૂલાય તેવું દ્રશ્ય નજરે પડે છે.

માર્ગ-
કસૌલી દિલ્હીથી 280 કિલોમીટરના અંતર પર છે. આ દિલ્હી-સિમલાથી સીધા માર્ગથી સંકળાયેલ છે. કાલકાથી કસૌલી 32 કિલોમીટર દૂર છે.

વાયુ માર્ગ-
અહીંથી નજીકનું એરપોર્ટ ચંદીગઢ છે, જે કસૌલીથી 52 કિલોમીટર દૂર છે.

સહેલાણીઓનું માનીતું એમસ્ટરડેમ (ટ્રાવેલ)


Jul 20, 2012

ટ્રાવેલ - બીજલ
સિટી ઓફ કેનાલ્સ, સિટી ઓફ મ્યુઝિયમ્સ, વેનિસ ઓફ ધ નોર્થ, સિન-સિટી જેવા હુલામણા નામો ધરાવતું 'એમસ્ટરડેમ' નેધરલેન્ડની પશ્ચિમે આવેલા ઉત્તર હોલેન્ડમાં આવ્યું છે. આ શહેર યુરોપનું પ્રખ્યાત પ્રવાસધામ છે અને ત્યાં વર્ષે ચાલીસેક લાખ જેટલાં સહેલાણીઓ આવે છે. એમસ્ટરડેમ એક ધંધાકીય કેન્દ્ર પણ છે. ત્યાં રહીને અન્ય આંતરરાષ્ટ્રીય ધંધાકીય કેન્દ્રો સાથે વિનિમય કરી શકાય છે.
એમસ્ટરડેમની ભાષા ડચ છે, પરંતુ અંગ્રેજી ભાષા અહીં સર્વત્ર ચાલે છે. અહીં આવવા માટે ડચ શીખવાની જરૂર પડતી નથી. ડચ ભાષા જર્મન ભાષાની નજીકની હોય એવું લાગે છે,પરંતુ બંનેમાં ઘણો તફાવત છે. થોડાં ડચ શબ્દો આવડે તો સરળતા રહે છે. ખાસ કરીને જાહેર જગ્યાઓના પ્રવેશદ્વારો પર લખેલા 'પુશ (ડુવેન)' અને 'પુલ (ટ્રેકન)' જેવા શબ્દો યાદ રાખ્યા હોય તો સમજપૂર્વક હરીફરી શકાય છે. એમસ્ટરડેમની વસતી આશરે સાત લાખની છે. અહીં છ લાખથી વધારે બાઈસીકલ્સ જોવા મળે છે. અહીંના રસ્તા, શેરીઓ વગેરે સંપૂર્ણ સલામત છે. અહીંના કેફેમાં તમે આખો દિવસ બેસીને વાંચી શકો છો. કેફેના મેનેજર કોઈ જાતની નારાજગી દર્શાવતા નથી. જાહેર સ્થળો સ્વચ્છ અને સુંદર હોય છે. જાહેર પરિવહનની સુવિધા સર્વત્ર છે. મ્યુઝિયમ્સમાં સુંદર, બેનમૂન ચીજવસ્તુઓ જોવા મળે છે. સિટી સેન્ટર અને કેનાલ-સિસ્ટમનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ થયો છે. આવું વાતાવરણ અને આવો વૈભવ અન્યત્ર ક્યાં જોવા મળે ?
એમસ્ટરડેમના એરપોર્ટનું નામ સ્કીફોલ એરપોર્ટ છે. અહીં એરોપ્લેન ઉપરાંત ટ્રેન અને બસ દ્વારા પણ લોકો પ્રવાસ કરે છે. પડોશના દેશોમાંથી પણ આ રીતે અવરજવર થઈ શકે છે. એરપોર્ટ પર ઊતરીને ઈન્ટરસિટી ટ્રેન દ્વારા જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય છે. ટ્રેનની ફ્રિકવન્સી ઘણી છે. એમસ્ટરડેમનું રેલવે સ્ટેશન શહેરની મધ્યમાં છે. અહીં ટેક્સી ખર્ચાળ છે. ટિકિટ્સ વેન્ડિંગ મશીન અથવા અન્ય ટિકિટ કાઉન્ટર્સ પરથી મળી રહે છે.
એમસ્ટરડેમ શહેર અર્ધવર્તુળાકારમાં ફેલાયેલું છે. જૂનાં સેન્ટરને ફરતે પાંચ મોટી કેનાલો (નહેરો) વર્તુળ બનાવે છે. શહેરની મધ્યમાં આવેલા અન્ય વિસ્તારોમાં જોર્ડાન નામના નોકરિયાત લોકોનો વિસ્તાર છે. 'પ્લાન્ટેજ' એ ઝૂ અને બોટનિકલ-ગાર્ડન્સવાળો વિશાળ, ખુલ્લો વિસ્તાર છે. સેન્ટરની ફરતે મોટાં માર્ગો છે. જેના પરના કિલ્લો અને ખાઈ જૂના શહેરની શાખ પૂરે છે. અંદરનો વિસ્તાર ઈ.સ. ૧૮૫૦ની પહેલાં બન્યો હતો. બહારનો ભાગ ૧૮૭૦ પછી બન્યો હતો. દક્ષિણ ભાગમાંથી એમસ્ટેલ નદી વહે છે. જે શહેરની અંદર સુધી આવે છે. તેના પર એક ડેમ (બંધ) પણ છે. પ્રત્યેક કેનાલ બીજી નાની કેનાલોથી જોડાયેલી છે જે ફેરી દ્વારા ફરવાની સુવિધા આપે છે. નહેરોની સમાંતર માર્ગો પણ છે જેમાં મોટાં માર્ગો પર ટ્રામ ચાલે છે.
અર્ધવર્તુળનો વિસ્તાર બે કિલોમીટર જેટલો છે. લગભગ બધાં જ પ્રવાસન સ્થળો અને હોટલો આ વિસ્તારમાં છે. એમસ્ટરડેમના નિવાસીઓમાંથી નેવું ટકા જેટલાં આ વિસ્તારની બહાર રહે છે. ઓફિસો, પોર્ટ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ બહારના ભાગમાં છે જે મુખ્ય કેન્દ્રથી ચાર-પાંચ કિલોમીટરના અંતરે છે.
ટ્રામ, બસ, ફેરી (નાનકડી હોડી) વગેરેને કારણે શહેરમાં ફરવું સરળ છે. બાઈસીકલ દ્વારા કે પગપાળા પણ શહેરમાં ફરી શકાય છે. પ્રવાસીએ અહીં પહોંચ્યા બાદ અહીંનું કાર્ડ ખરીદી લેવું જરૂરી છે. તેની વેલિડિટી ચોવીસ કલાક, અડતાલીસ કલાક, બોંતેર કલાક જેટલી હોય છે. જરૂર મુજબ તે ખરીદી શકાય છે. આ કાર્ડ્સ ટુરિસ્ટ-ઓફિસમાંથી ઉપલબ્ધ બને છે. તેના દ્વારા ટ્રામ, બસમાં મુસાફરી કરવાની સવલત મળે છે. બીજાં એક કાર્ડની મદદથી શહેરના મ્યુઝિયમ્સની મુલાકાત લઈ શકાય છે. બોટ-ક્રુઝ તેમ જ અન્ય ખાવા-પીવાના સ્થળોની મુલાકાત પણ તેની મદદથી લઈ શકાય છે. તેની સાથે શહેરની માર્ગદર્શિકા અને માહિતીપત્રિકા પણ હોય છે. અનલિમિટેડ કાર્ડ દ્વારા શહેરના તમામ સ્થળોની મુલાકાત લઈ શકાય છે. ટ્રાવેલ કાર્ડ બસ કે ટ્રામમાંથી પણ ઉપલબ્ધ બને છે. તેમના દરવાજા આ કાર્ડની મદદથી જ ઉઘાડ-બંધ થાય છે.
એમસ્ટરડેમમાં ફરવા માટે બાઈસીકલ્સ ભાડે મળે છે. સેન્ટ્રલ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારો જેવા કે લીડસેપ્લિન, રેમ્બ્રાન્ટપ્લીન, ન્યૂ માર્કેટમાં ઘણી હોટલો છે. સામાન્યથી લઈને સ્ટાર-ફેસિલિટીવાળી હોટલો અહીં છે. 'સ્ટે-ઓકે'ની ચેઈન-હોસ્ટેલ્સ સોંઘી છે. તેઓ વધારે પથારીઓવાળા રૂમ પણ આપે છે. કીમતી ચીજવસ્તુની સલામતી માટે અહીં લોકરની સુવિધા પણ છે.
એમસ્ટરડેમના જોવાલાયક સ્થળોમાં મ્યુઝિયમ્સ, માર્કેટ્સ, એન્ટરટેઈન્મેન્ટ અને ઈટરીઝ અથવા બાર-ક્લબ્સ છે.
ખરીદી (માર્કેટ્સ)
શહેરના મ્યુઝિયમ્સમાં આવેલી દુકાનો તેમ જ ડેમ-સ્ક્વેર વિસ્તારમાં આવેલી દુકાનોમાં મનને આકર્ષે એવી ઘણી સરસ ચીજવસ્તુઓ મળે છે. નાઈન-સ્ટ્રીટ્સમાં આવેલી નાનકડી દુકાનો પણ સરસ ચીજવસ્તુઓ વેચે છે. પ્રાચીન કૃતિઓ માટે નૂર્ડર માર્કેટ જવા જેવું છે. આલ્બર્ટ-ક્યુપ માર્કેટ પણ નજીકમાં જ છે. ત્યાં ખાવાની અવનવી વાનગીઓ, ગૃહોપયોગી ચીજવસ્તુઓ તેમ જ સોંઘાં વસ્ત્રો મળે છે.
મ્યુઝિયમ્સ
એમસ્ટરડેમમાં આશરે એકાવન જેટલાં મ્યુઝિયમ્સ છે. તેમાં 'વાન ગો મ્યુઝિયમ' તે કલાકારની સંખ્યાબંધ કૃતિઓ ધરાવે છે. કેટલાંક મ્યુઝિયમ ડચ-ગોલ્ડન- એજની અદ્ભુત કૃતિઓ ધરાવે છે. હિટલરની ક્રૂરતાનો ભોગ બનેલી એન ફ્રેન્કની છુપાવાની જગ્યા અને જ્યાંથી તેણે પોતાની ડાયરી લખી હતી ત્યાં એન-ફ્રેન્ક- હાઉસ નામનું મ્યુઝિયમ બન્યું છે. ડેમ-સ્ક્વેર ખાતે 'ધ રોયલ પેલેસ મ્યુઝિયમ' આવ્યું છે. તેની સામે 'ધ ઈસ્લામિક મ્યુઝિયમ' છે જેમાં ભારતીય કલાકારોની કૃતિઓ પણ જોવા મળે છે.
ખાણી-પીણીનાં સ્થળો
દરેક સ્વાદ અને ખિસ્સાંને પરવડે તે પ્રકારના બાર, ઇટરી, ક્લબ્સ વગેરે અહીં છે. અહીં ભોજન લેવાની રીત ધીમી છે. તમારે જો ઉતાવળ હોય તો પહેલેથી જ મેનુ મગાવીને ઓર્ડર આપવો જરૂરી બની જાય છે. અહીં તમારા ટેબલની જવાબદારી લેનાર કોઈ હોતું નથી. તેથી જાતે પહેલ કરીને ખાનપાન મગાવવા પડે છે. બિલ પણ તમે માગો ત્યારે જ મળે છે. આ તેઓનો શિષ્ટાચાર છે. બિલના દસ ટકા જેટલી રકમની ટીપ આપવાનો રિવાજ છે. ક્રેડિટ કાર્ડ વાપરો તો વેઈટરને ટીપની રકમ ઉમેરવાનું કહેવું જરૂરી છે.
અહીં કોઈ જગ્યાએ ફક્ત પીવાનું પાણી મગાવી શકાતું નથી. અન્ય કોઈ ઓર્ડર સાથે પાણી મગાવી શકાય છે. અન્ય યુરોપિયન દેશોથી ઊલટું અહીં શાકાહારીઓ માટે સારી સુવિધા છે. ઊંચી કક્ષાના રેસ્ટોરાં સાથે અહીં પરંપરાગત કેફે, ડચ-પાનકેક-હાઉસીઝ, સ્ટીક હાઉસીઝ તેમ જ સી-ફૂડ આઉટલેટ્સ છે. તિબેટ, ઇથીયોપિયા અને મોરોક્કોનું ભોજન પણ અહીં મળી રહે છે. અહીંની કોફી-શોપ્સ સ્મોકિંગ-રૂમ્સ પણ આપે છે.
મનોરંજન
મૂવીઝ, નાટકો, બેન્ડ્સ, કેસીનોઝ એમ તમામ પ્રકારનું મનોરંજન અહીં ઉપલબ્ધ છે. દરેકને પોતાની પસંદગીનું મનોરંજન અહીં મળી રહે છે.

ક્યુબા : કેરેબિયન ટાપુઓમાં સૌથી મોટો દેશ

Jul 27, 2012

વર્લ્ડ ટૂર
પાટનગર         : હવાના
પ્રમુખ   : રાઉલ કેસ્ટ્રો
અધિકૃત ભાષા : સ્પેનિશ
ક્ષેત્રફળ : ૧,૧૦,૮૬૧ ચો.કિમી.
વસ્તી   : ૧,૧૨,૪૧,૧૬૧
કરન્સી : ક્યુબન પેસો
સ્પેન અને અમેરિકાના આધિપત્યમાંથી ૧૦ ઓક્ટોબર, ૧૮૬૮ના રોજ સ્વતંત્ર થયેલા આ દેશમાં ૧૯૦૨થી ગણતંત્ર શાસન શરૂ થયું હતું. ૧૯૫૯માં ક્યુબામાં ક્રાંતિ થઈ હતી જેને ક્યુબન ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. ક્યુબા કેરેબિયન ટાપુઓ પૈકીનો એક દેશ છે. કેરેબિયન ટાપુઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ક્યુબા છે. ૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલંબસ આ ટાપુ પર આવ્યો, પછી ક્યુબાનો સંબંધ બાકીની દુનિયા સાથે જોડાયો હોવાનું કહેવાય છે.
સુગર અને તેની બનાવટો પર ક્યુબાની ઈકોનોમીનો મોટો આધાર રહેલો છે. આ ઉપરાંત તમાકુના ઉત્પાદનમાં પણ ક્યુબા મહત્ત્વનો ભાગ ભજવે છે. પાટનગર હવાના ઉપરાંત સાન્ટા ક્લારા, સેન્ટીગો ડી ક્યુબા, કેમેગ્યુ સહિતનાં નોંધપાત્ર શહેરો આ દેશમાં આવેલાં છે.


Sunday, August 5, 2012

અલૌકિક સૌંદર્ય ધરાવતું પાંગી (ટ્રાવેલ)


Aug 03, 2012

ટ્રાવેલ - બીજલ
હિમાચલના ચંબા જિલ્લામાં આવેલું 'પાંગી' દેશ- વિદેશના પ્રવાસીઓને પોતાના આગવા સૌંદર્યથી પ્રભાવિત કરે છે. પાંગીની ખીણ દુર્ગમ, સુંદર, પ્રાકૃતિક અને શાંત છે.
હિમાચલ પ્રદેશની ઉત્તર પશ્ચિમ દિશામાં પાંગી આવેલું છે. આ વિસ્તાર આશરે ૧૬૦૦ ચો.મી. જેટલો છે અને હિમાલયના ઝાંસ્કર અને પીર-પાંજલની વચ્ચે આવેલો છે. મોટી ખીણમાંથી વહેતી ચંદ્રભાગા નદી કે જે આગળ જતાં ચીનાબ તરીકે ઓળખાય છે. તે લાહોલથી નીકળીને અહીં વહે છે. તે પાંગીના બે અસમાન ભાગ પાડે છે. અહીંના ખડકો ક્યાંક સીધા, હજારો ફૂટની ઊંચાઈ ધારણ કરીને ઊભેલા દેખાય છે. ખીણને વીંટીને ઊભેલા પહાડો ૫૪૦૦થી ૬૭૦૦ મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. પહાડોની ગોદમાં વસેલા ગામડાં ગામડાં પણ ૨૧૦૦થી ૩૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલા છે. ચંદ્રભાગા નદીની જમણી તરફના કિનારે 'કિલર' નામની વસાહત મુખ્ય વહીવટી કાર્યાલય છે. પાંગીની અન્ય ખીણો, સુરલ, સાઈચુ, કુમાર-પરમાર અને હુડન છે. હવે તો આ બધી જગ્યાઓ સડક-માર્ગોથી જોડાઈ ગઈ છે. જૂના વેપાર-માર્ગો તો હજી પણ હયાત છે. અને તે માર્ગો જમ્મુ કાશ્મીરના લડાખની ઝાંસ્કર-વેલી સાથે પાંગીને જોડે છે.
પાંગી જંગલોથી ભરેલું છે. તેમાં પાઇન, ઓક અને દેવદાર જેવા અનેક વૃક્ષો છે. સુરલ જેવી ખીણમાં તો બર્ચના જંગલો છે. જેના પાન 'ભોજપત્ર' તરીકે ઓળખાય છે. આ જંગલોની જીવસૃષ્ટિમાં આઈબેક્સ, સ્નો-લેપાર્ડ, હિમાલયન થર, મસ્ક- ડિયર (કસ્તૂરી) મૃગ, બ્લેક- બેર, બ્રાઉન- બેર, ભારલ વગેરેનો સમાવેશ થાય છે. પક્ષીઓમાં વિવિધ પ્રકારના તેતર, હિમાલયન, ટ્રેગોપાન, સ્નો-પિકોક, સ્નો-પીજિયન અને ચકોર જોવા મળે છે. 'ધ સાઇચુ ત્વાન નાલ્લાહ એ અહીંનું જાણીતું અભયારણ્ય છે.
પાંગીના લોકો
પાંગીના લોકો ઘણીવાર 'પંગવાલ્સ' તરીકે ઓળખાય છે. તેઓની વસતી આશરે ૧૮૦૦૦ છે. અહીંના લોકો નાનકડા, વિખરાયેલા ગામોમાં વસે છે. તેઓનું મૂળ હજી સુધી જાણી શકાયું નથી. એક લોકવાયકા આવી છે કે એક આક્રમણ દરમિયાન સ્ત્રીઓને પાંગીમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી. ત્યારબાદ તે લોકો અહીં જ વસી ગયા અને પાંગીની વસાહત અસ્તિત્વમાં આવી. અન્ય એક માન્યતા એવી છે કે ચંબા દરબારે તેમના ગુનેગારોને દેશનિકાલ કરીને અહીં રાખ્યા હતા. જેઓ આગળ જતાં અહીં વસી ગયા.
પાંગીના લોકો ખેતી અને પશુપાલન કરે છે. ઋતુઓ અનુસાર વાવણી અને લણણી થાય છે. ભૌગોલિક એકલતા અને વિષમ આબોહવાને કારણે અહીંના લોકો સ્વાભાવિક રીતે અંતર્મુખી અને શાંત છે. ખીણમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનું અનુસરણ થાય છે. અન્ય પહાડી વિસ્તારોની જેમ જ અહીં દેવી- દેવતાઓનો મહિમા ખૂબ છે. પાંગીના મુખ્ય ગામો 'ભાટોરીઝ' તરીકે ઓળખાય છે. ત્યાંના લોકો ભોટ્સ કહેવાય છે. આ લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળે છે. તેઓનો દેખાવ તિબેટો- મોન્ગોલિયન' હોય છે. પાંગીના પાંચ આવા ક્ષેત્રો ચાસ્ક-ભાટોરી, હિલ્લુ- ત્વાન- ભાટોરી, પરમાર- ભાટોરી, હુડન- ભાટોરી અને સુરલ- ભાટોરી છે. સંગીત, નૃત્ય અને સ્થાનિક દારૂ 'પાતર' પંગવાલ્સના જીવનનો મહત્ત્વનો ભાગ છે. ફેબ્રુઆરીના અંતમાં ઊજવાતો તહેવાર 'જુકારુ' તેઓનો મહત્ત્વનો તહેવાર છે. આકરો શિયાળો ગયા બાદ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવા આ તહેવાર ઊજવવામાં આવે છે.
વિષમ આબોહવા, દુર્ગમ પહાડી, ચીજ-વસ્તુઓની ઉપલબ્ધતાની તકલીફો, સહકારની જરૂરિયાત વગેરેને કારણે પાંગીમાં સમૂહ-જીવન અને અનોખી પ્રજા સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે. દરેક ઘરના વડીલને આ કાઉન્સિલમાં સ્થાન આપવામાં આવે છે. આ સંસ્થા પાંગીના સમાજ જીવનમાં મોટો ભાગ ભજવે છે.
જોવાલાયક સ્થળો
કિલ્લર
પાંગીમાં કોઈ શહેરી વિસ્તાર નથી. અહીં બધું જ ગ્રામ્ય છે. ગામોના સમૂહમાં કિલ્લર વહીવટી કેન્દ્ર છે. અહીં કેટલીક સરકારી કચેરીઓ છે. દુકાનોની સંખ્યા અહીં હવે વધતી જાય છે.
દેતનાગ
દેતનાગનું મંદિર કિલ્લર ખાતે આવેલું છે. એવી માન્યતા છે કે દેત-નાગની મૂળ સમાધિ લાહોલમાં હતી અને ત્યાં આ દેવ મનુષ્ય બલી માંગતા હતા. એકવાર એક વિધવાના એકમાત્ર પુત્રનો વારો હતો. એક પસાર થતાં ગોવાળિયાએ તે વિધવાની દયા ખાઈને તેના પુત્રને બદલે પોતાની આહુતિ આપવાની તૈયારી બતાવી. તેણે મૂકેલી શરતોને દેત- નાગ પાળી શક્યો નહીં. બંને વચ્ચે પ્રચંડ યુદ્ધ થયું. ગોવાળિયાએ દેત-નાગને ચંદ્રભાગા નદીમાં વહાવી દીધો. જ્યાંથી તે કિલ્લર પહોંચ્યો અને મરણ પામ્યો તે જ્યાં મરણ પામ્યો તે સ્થળે તેની સમાધિ બની.
ધારવાસ
કિલ્લરથી નવ કિલોમીટર દૂર આવેલું આ ગામ પાંગીનું સૌથી મોટું ગામ છે. અહીંનું તિલમિલિ નામનું ઝરણું તેમાંના ખનિજતત્ત્વોને કારણે પ્રખ્યાત છે. એવી માન્યતા છે કે આ ઝરણાંનું પાણી ચંબાના રાજાને નિયમિત રીતે મોકલવામાં આવતું હતું. અહીંની આસપાસના જંગલોમાં હેઝલ-નટ્સ અને પાઈન-નટ્સ (ચીલગોઝા) થાય છે.
સુરલ- વેલી
ધારવાસથી બાર કિલોમીટર ઉત્તર- પૂર્વમાં આવેલી આ તળેટી પાંગીની અનેક તળેટીઓમાંની એક છે. તેમાં કાનવાસ, ગનવાસ, રૂસમ્સ, સુરલ તાઈ અને સુરાલ ભાટોરી જેવા ગામો આવેલા છે. સુરાલ ભાટોરીના ભોટ લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. આ વિસ્તારમાં જંગલી ફૂલો અને વનસ્પતિ પુષ્કળ છે. પિલિંગ- બર્ચના ઝુંડ અહીં છે. જેના ભોજપત્રો જૂના જમાનામાં લખવા માટે વપરાતા હતા.
હુડનવેલી
કિલ્લરથી આઠ કિલોમીટર પૂર્વમાં આવેલી આ તળેટીમાં સેરી ભાટવાસ ટુન્ડ્રો, ઇછવાસ અને હુડન ભાટોરી ગામો આવેલા છં. ભાટોરીની નજીક પ્રખ્યાત નાગની સ્પ્રિંગ છે. અહીંથી રળિયામણાં દૃશ્યો જોઈ શકાય છે.
પરમાર વેલી
પરમાર વેલીમાં 'કુમાર પરમાર' અને 'પરમાર ભાટોરી' ગામો આવેલા છે. 'પરમાર ભાટોરી' પાંગીની ઊંચી વસાહતોમાંની એક છે.
સાઈચુ વેલી
આ તળેટીમાં કુથઈ, હિલ્લોર, સાહલી અને સાઈચુ ગામો આવેલા છે. સાઇચુ ત્રણ નદીઓનાં સંગમને કારણે મહત્ત્વ પામ્યું છે. હિલ્લુત્વાન- નાલ્લા, ચાસક,નાલ્લા અને સાઇચુ- નાલ્લાના પ્રવાહો અહીં મળે છે. ઊંચાઈ પર ભોટ લોકોના ઘરો છે. ચાસક ભાટોરીની આસપાસ બર્મના વૃક્ષો ઘણાં છે.
મીંઢલ
કિલ્લરની દક્ષિણમાં બાર કિલોમીટરના અંતરે મીઢલ ગામ આવેલું છે. અહીં મીંઢલ દેવીનું મંદિર છે. આ દેવી એક સ્ત્રીના રસોડામાં કાળી શીલા સ્વરૂપે પ્રગટ થયા હતાં. તે જ સ્થળે આ મંદિર બન્યું છે.
શૌર
લાહોલની હદ પાસે આવેલું પાંગીનું આ છેલ્લું ગામ છે. શૌરની નદી પર ઝૂલતો પુલ છે. આ પુલ નાના વૃક્ષોની ડાળીઓ વગેરેમાંથી બન્યો છે.
સિંધકા દેશ
વાંકાચૂંકા રસ્તાવાળા આ સ્થાન પર સિંધ દેવતાનું મંદિર છે. મંદિરમાં ઘણી કોતરણી છે. બહારના ભાગમાં તે ઘંટડીઓ અને પ્રાણીઓનાં શીંગડાથી સજાવવામાં આવ્યું છે.
ચેરી બંગલો
કિલ્લરથી ચૌદ કિલોમીટરના અંતરે, ચંદ્રભાગાના જમણાં કિનારા પર આવેલું આ એક સુંદર રેસ્ટહાઉસ છે.
મેળા અને તહેવારો
લોકોથી દૂર રહેલાં આ પ્રદેશના લોકો અંતર્મુખી હોવાને કારણે સામાજિક મેળાવડા અને મનોરંજન પોતાની રીતે કરે છે. ભારતના બીજા પ્રદેશોમાં ઊજવાતા વાર- તહેવારનું અહીં કોઈ મહત્ત્વ નથી.
ઝુકારૂ
પાંગીનો આ સૌથી મહત્ત્વનો તહેવાર છે. પાંગીના તમામ લોકો આ તહેવારમાં જોડાય છે. ઉજવણી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય છે. પૂર્ણાહુતિ એક મહિના પછી થાય છે. શિયાળાના અંતે ઊજવાતા આ તહેવારમાં નૃત્ય, સંગીત, વાતાવરણને આનંદથી ભરી દે છે. કડકડતી ઠંડીનો સમય પસાર થઈ ગયો તેના આનંદમાં આ તહેવાર આ સમયે ઊજવવામાં આવે છે.
ફૂલ-જાત્રા
દેહાંત- નાગ નામના દેવતાની યાદમાં આ તહેવાર ઓક્ટોબર- નવેમ્બરમાં ઊજવવામાં આવે છે. ચાર દિવસના આ તહેવારમાં સ્ત્રી- પુરુષો, બાળકો એમ સૌ કોઈ જોડાય છે. સંગીત, નૃત્ય અને મિજબાનીનો આનંદ સૌ કોઈ લે છે.
શીલ
વસંત ઋતુના આગમનને વધાવતો આ તહેવાર છે. કાંતણકામ કે જે શિયાળામાં અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે તે આ સમય દરમિયાન બંધ રાખવામાં આવે છે.
કેવી રીતે પહોંચશો?
પાંગી સુધી ફક્ત સડક-માર્ગે જ જવાય છે. ચંબા અને ચુરાથી રસ્તો જાય છે. ચંબાથી આ સૌથી ટૂંકો રસ્તો છે. કિલ્લરથી ૧૭૦ કિલોમીટરનું અંતર છે. જો કે વરસના મોટાં ભાગના સમયમાં આ માર્ગ બરફથી આચ્છાદિત હોય છે. ઉનાળાના સમયમાં તે ખુલ્લો હોય છે. જો કે ઉનાળાના સમયમાં પણ આ માર્ગ કપરો તો છે. હિમપ્રપાત થવાનું જોખમ હંમેશા હોય છે.
લાહોલથી જાઓ તો કોલોન્ગથી ઉદેપુર, રોહલી, શૌર અને પુરથી થઈને પાંગી જવાય છે. નાના, મજબૂત વાહનો ગરમીની ઋતુમાં અહીંથી જઈ શકે છે. કેલોન્ગથી કિલ્લર સુધીનું અંતર ૧૩૧ કિલોમીટર છે.
નજીકના જમ્મુ અને કાશ્મીરના રાજ્યમાં કિસવારથી જતાં માર્ગ પર વાહનમાં અને પગપાળા જઈ શકાય છે. અહીંથી ૧૧૬ કિ.મી.નું અંતર છે.
પાંગી જતાં રસ્તા બંધ થઈ જાય ત્યારે ક્યારેક હેલિકોપ્ટરની સેવા મળી રહે છે.
પાંગીમાં કોઈ હોટલ્સ કે ગેસ્ટહાઉસ નથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પબ્લિક- વર્કસના તેમજ પબ્લિક હેલ્થના રેસ્ટ હાઉસ અહીં ઉપલબ્ધ છે. પરંતુ પાંગી જવાના માર્ગ પર બધી જ સુવિધા ઉપલબ્ધ છે.
પાંગીમાં આબોહવા મધ્યમથી ઠંડી હોય છે. તેથી યોગ્ય પ્રકારના વસ્ત્રો સાથે લેવા તે જરૂરી છે. ભોજન પણ સ્થાનિક હોય છે. દવાઓ સાથે રાખવી જરૂરી છે.
ચંબા
પાંગી તરફ લઈ જતું આ એક પ્રાચીન પ્રવેશદ્વાર છે. હિમાચલ- પ્રદેશનું ઉત્તર પશ્ચિમમાં આવેલું આ સ્થળ રજવાડી હતું. તે છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. ચંબા રાજયનું કેન્દ્ર 'બ્રહ્મોર' હતું. રાજ્યના વિસ્તરણ પછી આઠમી સદીમાં બીજું પાટનગર બનાવવામાં આવ્યું હતું. દસમી સદીમાં રાજા સાહિલ વર્મને તેને જ પોતાનું મુખ્ય નગર બનાવ્યું હતું.
ચંબા નામ ચંપક વૃક્ષ પરથી અથવા રાજા સાહિલ વર્મનની સુંદર રાજકુમારી ચંપાવતીના નામ પરથી પડયું હોય એમ જણાય છે. ચંબા પહાડોથી સુરક્ષિત હોવાના કારણે તેના પ્રાચીન અવશેષો અને લખાણો વગેરે યથાવત્ રહી શક્યા છે. આશરે સોળમી સદીમાં દેશના બીજા ભાગો સાથે ચંબાનો સંપર્ક વધ્યા બાદ બનારસ, ઉજ્જૈન, ગયા અને બંગાળમાંથી કેટલાક સુશિક્ષિત કુટુંબો ચંબામાં જઈને વસ્યા. આ સમય દરમિયાન જ લક્ષ્મીનારાયણ જેવા અનેક મંદિરો જિર્ણોદ્ધાર પામ્યા.
રાજા પૃથ્વીસિંઘ
(ઈ.સ. ૧૬૪૧- ૧૬૬૪)
વીર અને દેખાવડા એવા આ રાજા મોગલ રાજા શાહજહાંના પ્રિય હતા. રાજા પૃથ્વીસિંઘે ઘણીવાર શાહજહાંના દરબારની મુલાકાત લીધી હતી. રાજા પૃથ્વીસિંઘે મોગલ દરબાર શૈલીનો પરિચય કરાવ્યો હતો. તેમણે મોગલ રાજપૂત કલા અને સ્થાપત્યનો પરિચય પણ ચંબાને કરાવ્યો હતો.
ચંબાના રાજાઓ બ્રિટિશ- રાજ સાથે પણ સારા સંબંધો ધરાવતા હતાં. તેનાથી કેટલાક ક્ષેત્રોમાં રાજ્યનો સારો વિકાસ થયો હતો. રાજા શામસિંઘ અને રાજા ભૂરીસિંઘ સ્વપ્નદૃષ્ટા હતા. તેઓએ રાજ્યની રચનાને નવું સ્વરૂપ આપ્યું હતું. ઈ.સ. ૧૯૦૮માં એક નાનકડું હાઈડ્રો ઇલેક્ટ્રિક યુનિટ શરૂ થયું હતું. એ જ સમયમાં પાઈપથી પાણી આપવાની વ્યવસ્થા શરૂ કરાઈ હતી. નવા સ્થપાયેલા હિમાચલપ્રદેશ રાજ્યમાં ચંબા ભળી ગયું હતું.
એક જ વંશનું રાજ્ય લાંબો સમય ધરાવનાર એક માત્ર રજવાડું ચંબાનું છે. રાજા મારુથી માંડીને છેલ્લા રાજા લક્ષ્મણસિંઘ સુધીનું શાસન ૬૭ રાજાનો ઈતિહાસ ધરાવે છે. આજે ચંબા તેનો ભવ્ય ઈતિહાસ દર્શાવતું ઊભું છે