Friday, September 21, 2012

Travel tips: આ રીતે બનાવો તમારો પ્રવાસ સફળ


Sep 11, 2012

નવી દિલ્હી, તા. 11

ભારતીય રેલ એશિયાનું સૌથી મોટું રેલ નેટવર્ક છે, જેની લંબાઈ 63, 327 કિલોમીટર કરતાં પણ વધુ હોય છે. જે 6909 સ્ટેશનથી પસાર થાય છે, તેમજ આશરે બે કરોડ પ્રવાસીઓ દરરોજ પ્રવાસ કરે છે. તમે આ વિશે વધુ વિચારશો તો ચકરાઈ જ જશો. પરંતુ તમારે તો પ્રવાસમાં આ બાબતોને ધ્યાનમાં લેવી.

ટ્રેન પ્રવાસ કરતા સમયે તમારે સાથે છૂટ્ટા પૈસા જરૂર રાખવા કારણ કે તમને કોઈ પણ સમયે ખાવાનું મન થઈ જાય, ચા, કોફી, સમોસા તમારે યાત્રા દરમિયાન છૂટ્ટા પૈસા રાખવાથી કોઈપણ વસ્તુ લઈને ખાઈ શકો છો.

જો તમને રાતનાં સમયે મોડે સુધી વાંચવાની આદત હોય તો તમારે પોતાનું રિઝર્વેશન એસી(વાતાનુકુલિત)માં પ્રથમ સ્તરીય અથવા બે સ્તરીય શ્રેણીમાં કરાવવું જોઈએ. કારણ કે પ્રવાસીઓને રાતના 10 કલાક પછી પ્રકાશ બંધ કરીને સૂવાની આદત હોય છે. આ કારણે તમને વાંચવાની તકલીફ થઈ શકે છે.

પ્રવાસ સમયે સામાનની સુરક્ષા સૌથી વધુ રહે છે. આ માટે જરૂરી છે કે તમારા સામાનનેં પોતાની સીટની નીચે ચેઈનથી બાંધીને રાખો.

 જો એકલા પ્રવાસ કરી રહ્યા હોવ તો તમારી પ્રાથમિકતા ઉપરની અથવા નીચલી બર્થ હોવી જોઈએ જેનાથી તમને બારીની સીટ પણ મળી જાય અને તમને વધુ લોકો હેરાન પણ ન કરે.

ગમે તે અજાણ્યા વ્યકિત પાસેથી કોઈ ખાવાની કે પીવાની વસ્તુ ન લેવી.  પોતાની સાથે એક ઈયરફોન રાકવો જેનાથી તમે પોતાનું મનપસંદ સંગીત સાંભળી શકો તેમજ અન્ય શોરબકોરથી પણ.
નવી દિલ્હી, તા. 26

ગરમી અને બફારાથી તમારે બચવું હોય તો ઉત્તરાખંડના ભીમતાલ, મસૂરી અને વેલી ઑફ ફ્લાવર્સ જવું જોઈએ. જેથી તમારી તમામ ફરિયાદોનો એક જ વખત અંત આવી જાય. આ દિવસોમાં અહીંની સીઝન ઘણી આહલાદક હોય છે. સાથે મસૂરીના વર્ષાનાં ઓસથી ઘેરાયેલી લીલી વનરાજી અને વેલી ઑફ ફ્લાવર્સમાં ચારે બાજુ સુગંધીદાર રંગબેરંગી ફૂલો તમારું મન મોહી લેશે.

નૈનીતાલ
નૈનીતાલ ઉત્તરાખંડ રાજ્યનો એક જિલ્લો છે. અહીં સુંદર તળાવ, ઝરણા તેમજ અસંખ્ય સ્થળો તમને આકર્ષવા માટે ઘણાં સ્થળો છે. દરિયા કિનારાથી 1,370 મીટરની ઊંચાઈ પર એક તળાવ આવેલું છે. અહીંનું મુખ્ય આકર્ષણ તો તળાવ અને ફૂલોથી ભરેલી વનરાજી છે. નૈનીતાલથી 22 કિલોમીટર દૂર ભીમતાલ તળાવ નૈની તળાવથી મોટું છે. તમે બોટિંગ વડે તળાવની સુંદરતાનો મજા લઈ શકો છો.

જોવા લાયક સ્થળ
ભીમેશ્વર મંદિર સિવાય નજીકમાં નાનો પર્વત ગર્ગ પર્વત છે, જે ગાર્ગી નદીનો સ્ત્રોતના રૂપમાં ઓળખવામાં આવે છે. આને જોવાનું કદી ન ભૂલતા. ભીમતાલથી 2 કિલોમીટર દૂર કુદરતી ઝરણું અને તળાવ નળ-દમયંતી તાલ છે અને 5 કિલોમીટર દૂર તળાવોનાં સમૂહ સત્તલ પણ પ્રસિદ્ધ છે, જે નેચર લવર્સને ખૂબ શાંતિનો અનુભવ કરાવે છે. નજીકમાં હિડિમ્બા પર્વત છે. જે મહાભારતના સમયમાં રાક્ષસીનાં નામ પરથી પાડવામાં આવ્યું છે. અહીં 40 ફૂટ ઊંચો ડેમ છે જેને જોવાની મજા લઈ શકાય છે.

કઈ રીતે જવું....
તમે અહીં કાઠગોદામ સુધી ટ્રેન મારફતે જઈ શકો છો. પછી રોડ માર્ગે 21 કિમી ભીમતાલ પહોંચી શકો છો. કાર કે બસથી જઈ શકો છો.

વેલી ઑફ ફ્લાવર્સ
સ્વર્ગ જેવો અનુભવ થનાર વેલી ઑફ ફ્લાવર્સ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે. આને 1982માં નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું હતું. ચારે બાજુથી ઊંચા ઊંચા પહાડોથી ઘેરાયેલ આ ફૂલોની શ્રેણીમાં તમને રંગ અને જુદાજુદા ફૂલો મળી જશે. એપ્રિલથી ઓકટોબર વચ્ચે ખુલે છે. મૉન્સૂનના પ્રથમ વરસાદ પછીનો અહીંનો નજારો વધુ મનમોહક હોય છે.

 મસૂરી
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સ્થિત મસૂરી 35 કિલોમીટર અને દિલ્હીથી 290 કિલોમીટરના અંતરે છે. આ સુંદર હિલ સ્ટેશન ગઢવાલ હિમાલયન રેંજના ફૂટહિલમાં છે. મસૂરીને ‘ક્વીન ઑફ હિલ્સ’ પણ કહેવામાં આવે છે. પોતાની લીલોતરથી ઢંકાયેલા પહાડો અને ફ્લોરા માટે પ્રસિદ્ધ મસૂરી દૂન વેલી અને દક્ષિણમાં શિવાલિક રેંજનો ભવ્ય નજારો રજૂ કરે છે. કોઈ જમાનમાં અહીંનું વાતાવરણ પ્રવાસીઓને ‘ફેરીલેન્ડ’નો અનુભવ કરાવતો હતો. અહીનું એક હાઈએસ્ટ પ્વોઈન્ટ લાલ ટિમ્બો છે, જે આશરે 2,290 મીટર ઊંચો છે.

દર્શનીય સ્થળ-
કેમ્પ્ટી ફોલ્સથી 5 કિલોમીટર પહેલા જ મસૂરી કેમ્પટી રોડ પર લેક મિસ્ટ સ્થિત છે, જ્યાં રોકાણ અને રેસ્ટોરન્ટની સુવિધાઓની સાથે પિક્નિક સ્પોટ ડેવલપ કરવામાં આવ્યું છે. લેક મિસ્ટમાં ઘણાં નાના-નાના વૉટરફોલ્સ છે, જેનું નિર્માણ ઘણી નદીઓથી મળીને થયું છે.

કુદરતે આ સ્થળ પર સુંદરતા મન મૂકીને વરસાવી છે

Sep 20, 2012
નવી દિલ્હી, તા. 20

પ્રકૃતિની સુંદરતાના ઘણાં આયામ જોવા માગતા હોવ તો તમે કોટ્ટાયમની એક ટૂર લગાવી શકો છો. તમને અહીં કેરળનું ભાતીગળ કલ્ચર ખૂબ નજીકથી જોવાનો મોકો મળશે. આ સિવાય શાંતિ અને એંડવેંચર તમને એક જ સ્થાન પર એન્જોય કરાવી શકે છે.

કેરળની પ્રાકૃતિક સુંદરતા પર તમામ વારી જાય છે. જો તમને મનમાં મૂંઝવણ હોય કે અહીં જઈને શું જોવું, તો કોટ્ટાયમ ચાલ્યા જાવ. કેરળના દક્ષિણમાં વસેલું આ શહેર બેકવોટર્સમાં રસ ધરાવતા પ્રવાસીઓને આખા વર્ષ સુધી મન મોહી લે છે. નેચરલ બ્યૂટી સિવાય અહીં બર્ડ સેંક્ચ્યુરી (પક્ષી અભયારણ્ય), મંદિર, ચર્ચ, ટ્રેકિંગ સાઈટ્સ વગેરે પણ પર્યટકોને ખૂબ લલચાવે છે. આના ઉત્તરમાં ઈર્નાકૂલમ છે, તો પૂર્વમાં ઈદૂક્કી શહેર છે. સાઉથમાં અલપુજ્જા છે, તો વેસ્ટની રોનક તો વેંમનાડ લૅક વધારે છે.


ખાસ આકર્ષણ-
અહીં પ્રકૃતિની સુંદરતા વચ્ચે તમે થોડા દિવસો સુધી રિસોર્ટમાં રહીને તમે મજા લઈ શકો છો. આ સિવાય એડવેંચર અને નેચર સાથે જોડાવા માટે પેરિયાર  વાઈલ્ડલાઈફ સેંકચ્યુરી જઈ શકો છો. આ જગ્યા હાથી, ચિત્તા અને ખાસ પ્રકારની ભેંસો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

કોટ્ટાયમનું તિરુંકારા શિવ મંદિર પણ એક જોવાલાયક સ્થળ છે. મંદિરોની દીવાલો પર સુંદર ચિત્રકળાથી સજાવેલી છે. આ સ્થળે તમને કેરલનું ભાતીગળ કલ્ચર જોવા મળી શકે છે. અહીં યોજાતો ફાગણોત્સવ ટૂરિસ્ટને ખાસ આકર્ષે છે.

કોટ્ટાયમની પાસે કુમારકોમ પ્રવાસી પક્ષીઓ માટે પ્રસિદ્ધ છે. તમને અહીં દુનિયાના અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ જોવા મળી શકે છે. કોટ્ટાયમથી 60 કિમી દૂર વાગામોન જઈને ટ્રેકિંગનો મજા લઈ શકો છો. અહીં તમે કુદરતી સૌંદર્યને નિહારવાની સાથે ટ્રેકિંગના તમામ પેકેજ એન્જોય કરી શકો છો. અહીં પરત ફરતા સેંટ મેરી ચર્ચ, ઓર્થોડોક્સ ચર્ચ, મોનેસ્ટ્રી વગેરે ખાસ જોવાલાયક છે.

ક્યારે જશો-
કોટ્ટાયમ જવાનો સૌથી બેસ્ટ સમય છે માર્ચથી લઈને જૂન સુધીનો. અહીં હળવી ઠંડી પણ હોય છે. આની માટે પોતાની સાથે સ્વેટર અને શાલ લઈ જવા.

શું ખરીદશો-
કેરળના અન્ય ભાગોની જેમ જ કોટ્ટાયમમાં મસાલાની ખૂબ ખેતી થાય છે. આના કારણ કે અહીં બધે જગ્યા સરળતાથી મરી, મસાલા કે અન્ય મસાલા સસ્તા અને કોઈપણ જાતનાં ભેળસેળ વગર મળી રહે છે. તમે યોગ્ય ભાવ આપીને ખરીદી શકો છો. આ સિવાય અને ઈકો-ફ્રેન્ડલી રબર પ્રોડક્ટસ પણ ખરીદવાનું ન ભૂલવુ જોઈએ.

ક્યાં રોકાણ કરશો-
કોટ્ટાયમમાં રોકાણ કરવા માટે સ્ટાન્ડર્ડ અને બજેટ બંને પ્રકારની વિકલ્પો છે. અહીં રોકાણ કરવા માટે લગ્ઝરી સુવિધા ધરાવતી હાઉસબોટ વિશે પણ વિચારી શકાય છે. ટૂરિસ્ટ માટે દરેક પ્રકારની હોટેલની અહીં સુંદર વ્યવસ્થા છે.

કઈ રીતે જશો-
કોટ્ટાયમનું સૌથી નજીકનું એરપોર્ટ કોચ્ચિ છે. કોટ્ટાયમથી કોચ્ચિનું અંતર 80 કિલોમીટર છે. જો કે કોટ્ટાયમ તમામ રેલવે 

કુદરતે આ સ્થળ પર સુંદરતા મન મૂકીને વરસાવી છે

Sep 20, 2012
નવી દિલ્હી, તા. 20

પ્રકૃતિની સુંદરતાના ઘણાં આયામ જોવા માગતા હોવ તો તમે કોટ્ટાયમની એક ટૂર લગાવી શકો છો. તમને અહીં કેરળનું ભાતીગળ કલ્ચર ખૂબ નજીકથી જોવાનો મોકો મળશે. આ સિવાય શાંતિ અને એંડવેંચર તમને એક જ સ્થાન પર એન્જોય કરાવી શકે છે.

કેરળની પ્રાકૃતિક સુંદરતા પર તમામ વારી જાય છે. જો તમને મનમાં મૂંઝવણ હોય કે અહીં જઈને શું જોવું, તો કોટ્ટાયમ ચાલ્યા જાવ. કેરળના દક્ષિણમાં વસેલું આ શહેર બેકવોટર્સમાં રસ ધરાવતા પ્રવાસીઓને આખા વર્ષ સુધી મન મોહી લે છે. નેચરલ બ્યૂટી સિવાય અહીં બર્ડ સેંક્ચ્યુરી (પક્ષી અભયારણ્ય), મંદિર, ચર્ચ, ટ્રેકિંગ સાઈટ્સ વગેરે પણ પર્યટકોને ખૂબ લલચાવે છે. આના ઉત્તરમાં ઈર્નાકૂલમ છે, તો પૂર્વમાં ઈદૂક્કી શહેર છે. સાઉથમાં અલપુજ્જા છે, તો વેસ્ટની રોનક તો વેંમનાડ લૅક વધારે છે.


ખાસ આકર્ષણ-
અહીં પ્રકૃતિની સુંદરતા વચ્ચે તમે થોડા દિવસો સુધી રિસોર્ટમાં રહીને તમે મજા લઈ શકો છો. આ સિવાય એડવેંચર અને નેચર સાથે જોડાવા માટે પેરિયાર  વાઈલ્ડલાઈફ સેંકચ્યુરી જઈ શકો છો. આ જગ્યા હાથી, ચિત્તા અને ખાસ પ્રકારની ભેંસો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

કોટ્ટાયમનું તિરુંકારા શિવ મંદિર પણ એક જોવાલાયક સ્થળ છે. મંદિરોની દીવાલો પર સુંદર ચિત્રકળાથી સજાવેલી છે. આ સ્થળે તમને કેરલનું ભાતીગળ કલ્ચર જોવા મળી શકે છે. અહીં યોજાતો ફાગણોત્સવ ટૂરિસ્ટને ખાસ આકર્ષે છે.

કોટ્ટાયમની પાસે કુમારકોમ પ્રવાસી પક્ષીઓ માટે પ્રસિદ્ધ છે. તમને અહીં દુનિયાના અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ જોવા મળી શકે છે. કોટ્ટાયમથી 60 કિમી દૂર વાગામોન જઈને ટ્રેકિંગનો મજા લઈ શકો છો. અહીં તમે કુદરતી સૌંદર્યને નિહારવાની સાથે ટ્રેકિંગના તમામ પેકેજ એન્જોય કરી શકો છો. અહીં પરત ફરતા સેંટ મેરી ચર્ચ, ઓર્થોડોક્સ ચર્ચ, મોનેસ્ટ્રી વગેરે ખાસ જોવાલાયક છે.

ક્યારે જશો-
કોટ્ટાયમ જવાનો સૌથી બેસ્ટ સમય છે માર્ચથી લઈને જૂન સુધીનો. અહીં હળવી ઠંડી પણ હોય છે. આની માટે પોતાની સાથે સ્વેટર અને શાલ લઈ જવા.

શું ખરીદશો-
કેરળના અન્ય ભાગોની જેમ જ કોટ્ટાયમમાં મસાલાની ખૂબ ખેતી થાય છે. આના કારણ કે અહીં બધે જગ્યા સરળતાથી મરી, મસાલા કે અન્ય મસાલા સસ્તા અને કોઈપણ જાતનાં ભેળસેળ વગર મળી રહે છે. તમે યોગ્ય ભાવ આપીને ખરીદી શકો છો. આ સિવાય અને ઈકો-ફ્રેન્ડલી રબર પ્રોડક્ટસ પણ ખરીદવાનું ન ભૂલવુ જોઈએ.

ક્યાં રોકાણ કરશો-
કોટ્ટાયમમાં રોકાણ કરવા માટે સ્ટાન્ડર્ડ અને બજેટ બંને પ્રકારની વિકલ્પો છે. અહીં રોકાણ કરવા માટે લગ્ઝરી સુવિધા ધરાવતી હાઉસબોટ વિશે પણ વિચારી શકાય છે. ટૂરિસ્ટ માટે દરેક પ્રકારની હોટેલની અહીં સુંદર વ્યવસ્થા છે.

કઈ રીતે જશો-
કોટ્ટાયમનું સૌથી નજીકનું એરપોર્ટ કોચ્ચિ છે. કોટ્ટાયમથી કોચ્ચિનું અંતર 80 કિલોમીટર છે. જો કે કોટ્ટાયમ તમામ રેલવે 

ઐતિહાસિક સ્થાપત્યકલા માટે પ્રખ્યાત સ્થળ : હમ્પી

Sep 07, 2012


ચાલો ફરવા
કર્ણાટકમાં આવેલું હમ્પી નામનું સ્થળ ભારતમાં ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. હમ્પીનાં મંદિરો અને તેની આસપાસનું સ્થાપત્ય અત્યારે ખંડેર જેવી હાલતમાં છે, પણ દક્ષિણ ભારતમાં આવેલા મહત્ત્વના ટૂરિસ્ટ પોઇન્ટ તરીકે તેની ગણતરી થાય છે.
હમ્પી તુંગભદ્રા નદીને કાંઠે આવેલું છે. એમ માનવામાં આવે છે કે આ નદીનું પુરાતન નામ પમ્પા નદી છે. પમ્પા નામ જ અપભ્રંશ થઈને પછીથી હમ્પી થયાનું ઇતિહાસકારો માને છે.
હમ્પી રામાયણકાળમાં વાનરોનું રાજ્ય કિષ્કિંધા હતું તેમ મનાય છે અને એટલે જ એનું ધાર્મિક મહત્ત્વ હોવાથી ભારતભરના શ્રદ્ધાળુઓ તેની મુલાકાત કરતા રહે છે.
રાણીઓ માટેનું સ્નાનાગાર, હજારા રામમંદિર, લક્ષ્મીનારાયણનું મંદિર, પૌરાણિક શિવલિંગ, ગણેશ મંદિર, ભગવાન કૃષ્ણનું મંદિર સહિતનાં બાંધકામો નોંધપાત્ર અને બેનમૂન છે.
હમ્પીમાં પ્રાચીન મંદિરો ઉપરાંત મહેલ, મુખ્ય રસ્તાઓ અને જળક્રીડા માટેનાં જૂનાં બાંધકામો પણ જોવાલાયક છે.
મંદિરમાં આવેલા સ્તંભને થપથપાવવામાં આવે તો તેમાંથી સંગીત સંભળાતું હોવાનો આભાસ થાય છે. પ્રવાસીઓ માટે તે વિશેષ આકર્ષણ જગાવે છે.
હમ્પીમાં એક શીલારથ સાચવી રાખવામાં આવ્યો છે. આ રથ તેના નામ પ્રમાણે પથ્થરનાં પૈડાંઓથી ચાલતો હતો.
તેના પૌરાણિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે.
અત્યારે હમ્પીને વિશેષ સવલત પૂરી પાડવામાં આવી છે. પ્રવાસીઓ માટે પૌરાણિક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.
મધ્યકાલીન યુગમાં વિજયનગર સામ્રાજ્યની રાજધાની તરીકે હમ્પી ભારત આખામાં વિખ્યાત હતું.

Sunday, September 16, 2012

દેશના આ શહેરો થયા 'વિશ્વનાં સૌથી સસ્તાં શહેરો'માં સામેલ!

નવી દિલ્હી, તા. 16

 દેશનાં બે મહાનગરો દિલ્હી અને મુંબઈનો દુનિયાનાં સૌથી સસ્તાં શહેરોમાં સમાવેશ થયો છે. આ બંને શહેરોમાં અનેક ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત સૌથી ઓછી છે. ફૂડ માટે વિશ્વનાં સૌથી સસ્તાં શહેરોમાં આ બંને સ્થાન ધરાવે છે.

સર્વે મુજબ ફ્રૂડ બાસ્કેટ માટે સરેરાશ વૈશ્વિક ખર્ચ ૪૨૪ ડોલર છે. મુંબઈ અને દિલ્હીમાં ફ્રૂડ બાસ્કેટ ખર્ચ ક્રમશ ૧૮૬ અને ૨૦૮ ડોલર છે. સ્વિસ બેંક યુબીએસ દ્વારા જારી કરાયેલા એક અહેવાલ મુજબ ટોકિયો વિશ્વમાં સૌથી મોંઘું શહેર છે. ૫૮ દેશોમાં ૭૨ શહેરોને આવરી લેતા આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેમાં ૩૯ જુદી જુદી ચીજવસ્તુઓને આવરી લઈને ફ્રૂડ બાસ્કેટની રચના કરવામાં આવી છે અને આ ફ્રૂડ બાસ્કેટના આધારે વિશ્વનાં શહેરોને મોંઘાં અથવા સસ્તાં શહેરોની યાદી તૈયાર કરાઈ છે. અહેવાલ મુજબ ટોકિયો જનરલ કેટેગરીમાં સૌથી મોંઘાં ત્રણ શહેરોમાં પણ સ્થાન ધરાવે છે, જેમાં ર્સિવસ અને ફ્રૂડ ચીજવસ્તુઓ સામેલ છે. જાપાન બાદ જે ક્રમ આવે છે તેમાં ઓસ્લો અને જ્યુરીચનો સમાવેશ થાય છે. 

સંબંધિત સમાચાર પર ફેરવો એક નજર...
દક્ષિણ ભારતનાં આ સ્થળે જઈને તમે જ બોલી ઊઠશો OMG!
આ સ્થળ માટે કહેવાયું છે કે તે દક્ષિણ ભારતની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે...

આ જગ્યાએ જવાથી તમને મળશે સ્વર્ગીય આનંદ
શ્રાવણ માસ ચાલી રહ્યો છે છતાં વરસાદ મન ભરીને વરસ્યો નથી તેમજ તહેવારોની સીઝન પણ શરૂ થઈ છે આવામાં આ સ્થળે તમને મળશે સ્વર્ગનો આનંદ...

આ સ્થળે મળે છે પાપમાંથી મુક્તિનું 'સર્ટીફિકેટ'
આ સ્થળ તેની ભૌગોલિક અજાયબીને લીધે પણ ખાસ જાણીતું છે આ ઉપરાંત અહીં પાપમાંથી મુક્તિ માટે પ્રમાણપત્ર પણ અપાય છે....

આ જગ્યાએ નથી ગયા તો ક્યાંય નથી ગયા
વરસાદ ખેંચાઈ ચૂક્યો છે તેમજ રક્ષાબંધન આડે ગણતરીના દિવસો છે તો આ સમયે આ સ્થળે જઈને તમારો વર્ષનો થાક,તણાવ દૂર કરી શકો છો...

મૉન્સૂનમાં ગોવા જઈ રહ્યા હોવ તો એકવાર આ લિસ્ટ પર નજર ફેરવી લેજો
આ વખતે તમે મૉન્સૂન સમયે તમારા પરિવાર સાથે હૉલિડેઝ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો. મૉન્સૂનમાં હિલ સ્ટેશન જવાનો ઓલ્ડ આઈડિયા છે કારણ કે આ...
  
આ સ્થળે જઈને તમે જ કહેશો, હવે અહીંથી ક્યાંય જવું નથી
મૉનસૂન હવે મંડાઈ રહ્યો છે ત્યારે મનભરીને આ જગ્યાએ જઈને તમે ચોમાસાનો આનંદ ઉઠાવી શકો છો....

આ મંદિર વિશે જાણીને તમે દર્શન કર્યા વગર રહી શકશો નહીં
આ મંદિરની સૌથી રોચક વાત એ છે કે અહીં એક શિવલિંગ છે, જેમાં એક લાખ છિદ્ધ છે. આના લીધે શિવલિંગને લક્ષલિગ પણ કહેવાય છે. આ છિદ્રોમાંથી એક પાતાળ જવાનો રસ્તો ...

Karela and Kerala

Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/

Tuesday, September 11, 2012

સૌંદર્યભૂમિ વેનેઝુએલા (વિવિધ સંસ્કૃતિ)

Sep 08, 2012

વિવિધ સંસ્કૃતિ - હસમુખ ગજ્જર
સત્તાવાર નામ :  બોલિવિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલા
વસ્તી  :  ૨,૭૧,૫૦,૦૯૫
રાજધાની   :   કારકાસ
વિસ્તાર    :   ૯,૧૬,૪૪૫ ચો.કિમી.
મુખ્ય ભાષા  :  સ્પેનિશ, અન્ય ઘરેલુ ભાષાઓ
ધર્મ   :   ખ્રિસ્તી
મોટાં શહેરો  : બાર્સિલોના, કારબોલો, મરાકૈબો, વેલેન્સિયા, ટર્મેરો, મતુરીન
૧૫મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાને શોધનારા કોલંબસે તેની ત્રીજી જળસફર દરમિયાન દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા વેનેઝુએલા દેશની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો. આ લેટિન અમેરિકન દેશની દક્ષિણે બ્રાઝિલ તથા પશ્ચિમે કોલંબિયા દેશ આવેલો છે. આ લેટિન દેશની ઉત્તર દિશાની સરહદ કેરેબિયન દ્વીપસમૂહ તથા ઉત્તરપૂર્વ દિશામાં એટલાન્ટિક મહાસાગર ઘૂઘવે છે. ખનીજ તેલની વાત નીકળે એટલે આરબ દેશો જ યાદ આવે, પરંતુ વેનેઝુએલા દુનિયામાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં વિશ્વમાં ૫ચમું સ્થાન ધરાવે છે. અહીં જેટલું સસ્તું (૯૦ પૈસા પ્રતિલીટર) તેલ વિશ્વમાં બીજે ક્યાંય નથી. દક્ષિણમાં એમેઝોનિયન જંગલ તથા ઉત્તર ભાગમાં દરિયાકાંઠે પથરાયેલા ગાલીચા જેવા બીચ મન મોહી લે તેવા છે. આ દેશ તેના કુદરતી સૌંદર્ય ઉપરાંત વિશ્વસુંદરીઓ માટે પણ જાણીતો છે.
ઇતિહાસ
વેનેઝુએલાની આઝાદીની ચળવળે દક્ષિણ અમેરિકા ખંડના દેશોને ઉપનિવેશવાદી શાસનમાંથી મુક્તિનો પયગામ આપ્યો હતો. જળયાત્રી કોલંબસ તેની ન્યૂલેન્ડની ત્રીજી દરિયાઈ સફર દરમિયાન ૧૪૯૮માં આ દેશનો આંટો મારી ગયો એ પછીના બીજા જ વર્ષે કોલંબસે ચીંધેલા માર્ગ પર અલોન્સા ડી ઓજેદા અને અમેરિગો વેસ્યુકીઓ નામના ખલાસીઓ હોડીમાં બેસીને ઊતર્યા, તેઓ તળાવ પર ઘર બાંધીને રહેતા લોકોનું દૃશ્ય નિહાળીને અભિભૂત થઈ ગયા. આ ભૂમિનો નજારો જોયા પછી તેને સરોવર કાંઠે વસેલા ઈટાલીના વેનિસ શહેરની યાદ આવતાં વેનિસ પરથી વેનેઝુએલા એવું નામ પાડયું.
એ સમયે વેનેઝુએલામાં મૂળ અમેરિન્ડીન એવા કારીબ અને અરાવાક જેવી જાતિના માનવસમૂહો રહેતા હતા. વેનેઝુએલાના આ મૂળ નિવાસીઓ બહારની દુનિયાથી તદ્દન અજાણ હતા. કેટલાક ઇતિહાસકારોના મત મુજબ મૂળ ગુયાનાથી આવેલી મરિચે નામની આદિજાતિ વેનેઝુએલામાં રહેતી હતી. મિરન્દા રાજ્ય અને દેશના ઉત્તર ભાગમાં આવેલા કારકાસના ખીણપ્રદેશમાં વસવાટ ધરાવતા મરિચે સહિતના કેટલાક મૂળ નિવાસી જાતીય સમૂહોએ ૧૬મી સદીમાં સ્પેનિશોના આગમનનો વિરોધ કરીને ટક્કર ઝીલી હતી. વેનેઝુએલા દરિયાઈ વેપાર અને ચાંચિયાઓ પર ચાંપતી નજર રાખવાના સુરક્ષાત્મક દૃષ્ટિકોણથી વધુ મહત્ત્વનું લાગ્યું હતું. આથી સ્પેનિશોએ વેનેઝુએલામાં અડ્ડો જમાવવાનું નક્કી કર્યું.
કારકાસ શહેરની સ્થાપના સમયે ઈ.સ. ૧૫૬૭માં અહીંની મૂળનિવાસી પ્રજા પર ભારે અત્યાચારો થયા. સ્પેન દેશે ત્રણ દાયકા સુધી વેનેઝુએલાની પ્રજા પાસે કોકો,શેરડી તથા કીમતી મોતીની ખેતી કરાવીને ભારે શોષણ કર્યું. દક્ષિણ અમેરિકાના અન્ય દેશોમાં પણ સ્પેનના ઉપનિવેશવાદી શાસનનો ત્રાસ વધતો જતો હતો. તેનો પહેલોવહેલો વિરોધ ફ્રાન્સિસ્કો ધ મિરાન્ડાએ કર્યો. આથી મિરાન્ડાની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને જેલમાં જ તેમનું અવસાન થયું. માર્ચ ૨૬,૧૮૨૨ના રોજ વેનેઝુએલામાં આવેલા વિનાશક ધરતીકંપે ભારે તબાહી મચાવી. આસમાની અને સુલતાની આફતોથી ઘેરાયેલા દેશમાં સિમોન બોલિવર રાષ્ટ્રીય હીરો તરીકે ઉભરી આવ્યા. આ દાર્શનિક, ક્રાંતિકારી અને ઉદારમતવાદી માણસ માત્ર વેનેઝુએલા જ નહીં કોલંબિયા, પનામા, ઇક્વાડોર, પેરુ અને બોલિવિયા જેવા દેશોની આઝાદીના મુખ્ય નાયક તરીકે ઓળખાયા. કારાબોલો લડાઈ બાદ ૫ જુલાઈ, ૧૮૧૧ના રોજ કોલંબિયા, પનામા અને ઇક્વાડોર અને વેનેઝુએલા જેવા પ્રદેશોએ સ્પેનથી સ્વતંત્ર થઈને એક સંઘની રચના કરી. ૧૮૩૦માં વેનેઝુએલા આ સંઘમાંથી અલગ પડીને સ્વતંત્ર દેશ તરીકે ઓળખાયો.
અર્થતંત્ર
વેનેઝુએલાના જીડીપીની ૮૦ ટકા આવક તો તેલની નિકાસ કરવામાંથી મળી જાય છે તેમ છતાં બીબીસીના જણાવ્યા મુજબ આ દેશમાં ઘણા લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવે છે. વિશ્વમાં તેલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેકનો સભ્ય દેશ છે તેમ છતાં હજુ કમાણીમાં પાછળ રહી ગયો છે. વેનેઝુએલા વિશ્વમાં સૌથી ઊંચો ફુગાવાનો દર ધરાવે છે. મકાઈ, જુવાર, શેરડી, કોફી, કેળાં જેવી ખેતપેદાશો આધારિત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પણ સારો વિકસ્યો છે. પેટ્રોલિયમ ઉપરાંત ખેતીપેદાશો, ખનીજો, બાંધકામનાં સાધનો, દવાઓ, પશુ ખાણદાણ, વિવિધ મશીનરીઓની યુએસ ઉપરાંત બ્રાઝિલ તથા ચીન દેશ પાસેથી આયાત કરે છે.
લોકજીવન
વેનેઝુલિયન લોકો સ્વભાવથી બહિર્મુખ ગણાય છે. તેઓ મળતી વખતે બોડી લેંગ્વેજનું ખાસ ધ્યાન રાખે છે. પુરુષો એકબીજાને ઘણા સમયે મળે ત્યારે ભેટીને અભિવાદન કરે છે. લોકો વિભક્ત કુટુંબમાં રહેવામાં માને છે. પહેલી વખત મળતા હોય ત્યારે કિસ કરવી સામાન્ય છે. વેનેઝુએલાના ૯૫ ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. નાતાલની ધામધૂમથી ઉજવણી થાય છે. યુએસના પહેરવેશ તથા જીવનશૈલીથી લોકો પ્રભાવિત છે. વેનેઝુએલામાં યુરોપિયન વસાહતી, અમેરેન્ડિયન, આફ્રિકન, એશિયન અને મધ્ય પૂર્વના વંશીય સમૂહો સંપીને રહે છે.૧૦૦ કરતાં પણ વધુ પ્રાદેશિક બોલીઓ છે. સ્પેનિશ તથા અંગ્રેજી સૌથી વધુ બોલાતી ભાષા છે. રાજધાની કારકાસમાં સ્પેનિશ, ઇટાલિયન અને પોર્ટુગીઝો રહે છે. એક આંગળી દેખાડવી એ વલ્ગર ચેષ્ટા ગણાય છે. સૌંદર્ય સ્પર્ધાઓનું આયોજન વર્ષ દરમિયાન થતું જ રહે છે. વેનેઝુએલાની છોકરીઓ-યુવતીઓને ભેટમાં મળતી વસ્તુઓ મોટે ભાગે કોસ્મેટિક્સ કે ગ્લેમર પ્રકારની જ હોય છે. સૌંદર્ય સ્પર્ધા એ રાષ્ટ્રીય ઓળખનો એક ભાગ ગણાય છે. ૧૨ વર્ષ સુધી અભ્યાસ મફત તથા ફરજિયાત છે. મૂળ આફ્રિકા અને યુરોપિયન શૈલીની અસરતળે ઊતરી આવેલું જોરોપ્પો નામનું કપલ નૃત્ય તથા સંગીત દેશમાં વધારે લોકપ્રિય છે. વેનેઝુએલામાં ફેબ્રુઆરી માસમાં કાર્નિવલનું આયોજન થાય છે. ચાર દિવસના કાર્નિવલનો દરિયાકાંઠાનાં ગામો અને શહેરોમાં તો સૌથી ભારે ભભકો રહે છે.
ખાણીપીણી
મકાઈના લોટમાંથી બનતો તેક્વીન્સ અને ચીઝ બોલ સ્વાદિષ્ટ ખોરાક ગણાય છે. જ્યારે નાતાલ આવે ત્યારે મકાઈના લોટમાંથી હાલાકા નામની મીઠાઈ લોકો બનાવે છે. જેને ચીકન તથા પોર્કની સાથે ખાવામાં આવે છે. વેનેઝુએલા ટ્રોપિકલ દેશ હોવાથી ફળફળાદિ ખૂબ પાકે છે. ફળફળાદિથી માર્કેટ સુશોભિત થયેલાં જોવા મળે છે. જુવાર તથા કોફીનું પણ અગત્યનું સ્થાન છે. દૂધ, ઇંડાં તથા વિવિધ ડેરી પ્રોડક્ટ અને ફળફળાદિ રોજિંદા ખોરાકનો એક ભાગ છે. દરિયાઈ વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક સી ફૂડ છે. ખાણીપીણી પર સ્પેન, યુરોપ અને અમેરિકાની અસર વધુ જોવા મળે છે.

Thursday, September 6, 2012

Benson sculpture garden!



Bookmark and Share
 Benson Sculpture Garden
A vlog in the Benson Park sculpture garden about helping people find their best ministry fit.
watch vloger's views and enjoy garden
http