Tuesday, March 11, 2014

મોટો ટાપુ: શિવસમુદ્રમ્

મોટો ટાપુ: શિવસમુદ્રમ્
હોપસલ્લા રાજા નરસિંહા-૩ એ બનાવેલું સુંદર કેશવ મંદિર છે

શિ વસમુદ્રમ્’ બેંગ્લુરથી દક્ષિણ પ‌શ્ચિ‌મ તરફ ૧૪૦ કિ.મી. દૂર છે. સવારે સાત વાગે સફર શરૂ કરી. અહીં સપાટ પ્રદેશ હતો અને ચોમાસું હજુ પૂરું નહોતું થયું એટલે બેઉં બાજુ પાણી ભરેલાં ખેતરોમાં ડાંગરના ધરુ લહેરાતા હતા. વચ્ચે છૂટાછવાયાં નાનકડાં ગામડાં પસાર કરી લગભગ ત્રણ કલાક પછી કાવેરી નદી પરનો પુલ ઓળંગી અમે શિવસમુદ્રમ્ પહોંચ્યા.શિવસમુદ્રમ્ કાવેરીના બે ફાંટા વચ્ચેનો મોટો ટાપુ છે. કુર્ગના બ્રહ્માગિરિ પર્વતથી નીકળતી કાવેરી અહીંની ઊંચી ટેકરીઓને કારણે બે ફાંટામાં વહેંચાઇ જાય છે. બેઉં ફાંટા ધોધ સ્વરૂપે ખીણમાં ખાબકે છે. પૂર્વ તરફનો ફાંટો ગગનચુક્કી અને એકાદ કિ.મી. દૂર બીજો ફાંટો ભારાચુક્કી ધોધ.
અમે પહેલાં ગગનચુક્કી ધોધ પાસે પહોંચ્યા. ધોધનો ઘેઘૂર અવાજ સંભળાતો હતો. અમે ધોધની નજીક પહોંચ્યા. લગભગ ૧૦૦ મીટરની પહોળાઇમાં છૂટી છૂટી ધારાઓમાં પાણી નીચે પડતું હતું. ખીણમાં પાણીના પછડાટને લીધે ધુમ્મસ ઘેરાતું હતું અને વચ્ચે મેઘધનુષ્ય રચાતું હતું. ખૂબ જ સુંદર દૃશ્ય હતું. ખીણમાં નીચે જવાનો કોઇ વ્યવસ્થિત રસ્તો ન હતો. ખડકાળ પથ્થરો પરથી કૂદીને નીચે જવાતું હતું. ઘણા જતા હતા. થોડું જોખમી પણ હતું પણ નીચેનું દૃશ્ય જોઇ જવાની તીવ્ર ઇચ્છા થઇ આવી એટલે અમે બધાએ નીચે જવાનું નક્કી કર્યું.
અહીં હજરત મરદાને સાહેબની દરગાહ છે. દર્શનાર્થે ઘણાં મુસ્લિમ કુટુંબો ભેગાં થયાં હતાં. આ દરગાહ પાસેથી નીચે જવાતું હતું. અમે પણ ધીમે ધીમે નીચે પહોંચી ગયા. મોટા મોટા ખડકોની ફાટમાંથી કાવેરીનું પાણી જોશભેર આગળ જતું હતું. અહીં ધોધની ડાબી તરફની ધારા દસ દસ ફૂટ ઊંચા ખડકો પરથી કૂદકા મારી ધસમસતી નીચે આવતી હતી. કાવેરીના આ તોફાની કન્યા જેવા રૂપને માણતાં એક ખડક પર પાણીમાં પગ બોળીને બેસી રહ્યા.અહીંથી અમારે ભારાચુક્કી ધોધ પર જવાનું હતું. અહીંથી માંડ એક કિ.મી.ના અંતરે આવેલ ભારાચુક્કી વ્યવસ્થિત પિકનિક પ્લેસ તરીકે વિકસાવેલું છે.ધોધની નજીક પહોંચ્યા તો નજર સામે મિની નાયગ્રા નજરે પડયો.
અર્ધ વર્તુળાકારમાં ૨૦૦થી ૨પ૦ મીટરના પરિઘમાં ૬૦ ફૂટ ઊંચેથી કાવેરીની અસંખ્ય ધારાઓ ખીણમાં પડતી હતી. ધોધ એના પૂર્ણરૂપમાં હોય તો નાયગ્રાની જેમ એક જ ધારા બનીને નીચે પડતો હોય. આ અર્ધ ગોળાકાર ખડકોની નીચે સુંદર સરોવર બનેલું છે. નીચે ઊતરવા માટે વ્યવસ્થિત પગથિયાં પણ છે. સરોવરમાં મોટી સાઇઝની ગોળાકાર ટોપલી જેવી હોડીઓ ફરતી હતી. અમે લગભગ ૧૦૦ પગથિયાં ઊતરીને નીચે પહોંચી ગયા. સરોવરમાં પાણી બહુ ઊંડું નહોતું. ઘણા પ્રવાસીઓ અંદર નહાતા હતા. અમે પહેલા 'ટોકરી’ નૌકામાં બેસવાનું નક્કી કર્યું. ગોળાકાર વાંસની બનેલી હોડીને અહીં આ લોકો ટોકરી નૌકા જ કહેતા હતા.
થોડી મિનિટો પછી નાવિકે વાંસને પાણીની અંદર ટેકવીને ટોકરીની દિશા બદલી અને ધીમેથી કિનારા તરફ વાળી. અમે ધોધના પાણીથી લગભગ ભીના તો થઇ જ ગયા હતા. પણ મન હજી ધરાયું નહોતું એટલે કિનારે આવીને ફરી પાણીમાં ઝંપલાવ્યું.પાણી ખૂબ ઠંડું હતું પરંતુ તડકો પણ હતો. થોડીવારમાં કાળાં ડિબાંગ વાદળો એ હલ્લો કરીને આકાશ પર કબજો જમાવ્યો. સૂરજ દાદા અદૃશ્ય થઇ ગયા. વરસાદ શરૂ થયો એટલે અમે ગાડીમાં બેસી ગયા.અહીંથી ૩૦-૩પ કિ.મી. દૂર હોપસલ્લા રાજા નરસિંહા-૩ એ બનાવેલું સુંદર કેશવ મંદિર છે. લગભગ ૮૦૦ વર્ષ જૂનું આ મંદિર એની બેનમૂન કોતરણી માટે પ્રખ્યાત છે.
એવું જાણેલું અને જોવાની ખૂબ ઇચ્છા હતી. સમય પણ પહોંચી વળવા માટે પૂરતો હતો પણ વરસાદ એટલો વધારે હતો કે ગાડી પણ ખૂબ સંભાળીને ચલાવવી પડતી તેથી ગાડી બેંગ્લુરુ તરફ વાળવી પડી. બીજી એક મુશ્કેલી એ હતી કે રાત રોકાવવા માટે શિવસમુદ્રમ્માં ગેસ્ટ હાઉસ નથી એટલે મૈસુર કે બેંગ્લુરુ જવું પડે. મૈસુર અહીંથી ૭૦ કિ.મી. દૂર છે. હોપસલ્લાના કેશવમંદિરથી આગળ રંગનાથીટ્ટુ બર્ડ સેંક્ચુરી છે. આટલી સુંદર જગ્યાઓ ન જોવા મળી, થોડું દુ:ખ થયું. જો એક વ્યવસ્થિત ગેસ્ટહાઉસ હોત તો અમારી રખડપટ્ટી બીજા દિવસે પણ ચાલુ રાખી શકાઇ હોત. કંઇ નહીં કાવેરીના ખોળામાં આળોટીને સંતોષ માન્યો.'

હોપસલ્લા રાજા નરસિંહા-૩ એ બનાવેલું સુંદર કેશવ મંદિર છે. લગભગ ૮૦૦ વર્ષ જૂનું આ મંદિર એની બેનમૂન કોતરણી માટે પ્રખ્યાત છે.

ઉર્વી ત્રિવેદી

Thursday, February 6, 2014

ઓલિમ્પિક્સના જન્મસ્થાને (પ્રવાસ)


Feb 01, 2014 22:25

પ્રવાસ - ડો. ભારતી રાણે
ગ્રીસનો ઊંચામાં ઊંચો પર્વત તે ઓલિમ્પોલ. આ પર્વત દેવી-દેવતાઓનું નિવાસસ્થાન ગણાય છે. આ ઓલિમ્પોસ પરથી એ પ્રદેશનું નામ પડયું ઓલિમ્પિયા અને એ સ્થળે રમાતી રમતોની સ્પર્ધાઓનો આ ઉત્સવ ઓલિમ્પિક્સ કહેવાયો
ગ્રીક પુરાણકથાઓની એક અલગ જ પ્રકારની અત્યંત રસપ્રદ દુનિયા છે. એનાં પાત્રો વિશે જાણતાં મનની એ માન્યતા ફરી એક વાર દૃઢ થાય છે કે યાદગાર અને મહાનતમ ઇતિહાસનું સર્જન રાજખટપટથી કે યુદ્ધમાં વહાવેલાં લોહીથી કરી શકાતું નથી. કલા, કવિતા અને પ્રેમને આમ પ્રતીકાત્મક રીતે પૂજતી પ્રજા જ ભવ્ય સંસ્કૃતિને ઘડી શકે છે. ગ્રીસના ઇતિહાસમાં જ જુઓને, એક તરફ રાજા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ છે, જે ગ્રીસના સામ્રાજ્યનો વિસ્તાર કરતો કરતો આખા યુરોપથી આગળ વધીને ઇજિપ્ત અને ત્યાંથીય આગળ એશિયામાં છેક આપણા હિન્દુસ્તાન સુધી પહોંચ્યો, પણ આખરે એક દિવસ જેને આખી પૃથ્વી ઓછી પડતી હતી એ રાજાને સમાવવા બે ગજની કબર પૂરતી થઈ ગઈ. આજે લોકોના માનસપટ પરથી એલેક્ઝાન્ડર પણ ભૂંસાઈ ગયો છે, જ્યારે એથેનાનું મંદિર ખંડિત હોવા છતાંય આજ સુધી પૂજનીય બની રહ્યું છે. સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલનું દર્શન હજીય વિશ્વને રાહ ચીંધતું અજર-અમર ઊભું છે. હોમરનાં મહાકાવ્યો 'ઇલિયાડ' અને 'ઓડિસ્સી' હજીય આપણને ભાવવિભોર કરી દે છે!
સામે દેખાતો રસ્તો એક્રોપોલિસની ટેકરી પર લઈ જતો હતો, પણ ત્યાં ઉપર જતાં પહેલાં એક બીજી રોમાંચક જગ્યા જોવાની બાકી હતી. એ હતું પુરાણું ઓલિમ્પિક સ્ટેડિયમ-૧૮૯૬માં જ્યાં પહેલવહેલી ઓલિમ્પિક રમતો યોજાઈ, તે ઐતિહાસિક સ્થળ. આમ તો આ સ્ટેડિયમનું બાંધકામ અને સત્તાવાર રીતે ઓલિમ્પિક્સનું આયોજન ૧૮૯૬માં થયું, પણ ઓલિમ્પિક રમતો તો આદિકાળથી રમાતી આવી છે.
પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા નામના સ્થળે દેવ-દેવીઓના પિતા ઝિયસ પ્રત્યેના ભક્તિભાવરૂપે રમતોત્સવ યોજાતો, પણ એનું સ્થળ આ નહીં, બીજું હતું. ગ્રીસનો ઊંચામાં ઊંચો પર્વત તે ઓલિમ્પોલ. આ પર્વત દેવી-દેવતાઓનું નિવાસસ્થાન ગણાય છે. આ ઓલિમ્પોસ પરથી એ પ્રદેશનું નામ પડયું ઓલિમ્પિયા અને એ સ્થળે રમાતી રમતોની સ્પર્ધાઓનો આ ઉત્સવ ઓલિમ્પિક્સ કહેવાયો. એ સમયે છેક સ્પેનથી લઈને તુર્કસ્તાન સુધી જ્યાં જ્યાં ગ્રીસનાં નગરરાજ્યો ફેલાયેલાં હતાં, એ બધાંના ખૂણે ખૂણેથી રમતવીરો અહીં આવતા અને વિવિધ સ્પર્ધાઓનાં ઇનામો જીતીને જતા. ઈ.સ. પૂર્વે ૭૭૬થી દર ચાર વર્ષે યોજાતી આ રમતોની સાબિતી ઇતિહાસ પાસે છે, પણ માનવામાં આવે છે કે આ પરંપરા એથીય બસો-ત્રણસો વર્ષ પુરાણી હોવી જોઈએ. એ સમયે પ્રતિયોગીઓ નિર્વસ્ત્ર અવસ્થામાં રહેતા અને સ્ત્રીઓને એમાં પ્રવેશ મળતો નહીં. જોકે આ નિષેધને પ્રતિયોગીઓના નિર્વસ્ત્રપણા સાથે કોઈ લેવાદેવા નહોતી, પણ દેવ ઝિયસના માનમાં યોજાતો હોવાથી આ ઉત્સવનું સ્થળ પુરુષો માટે પવિત્ર ગણાતું અને એના પર એમનો વિશેષ અધિકાર રહેતો. (સ્ત્રીઓ માટે વળી અલગ ઉત્સવો પણ હતા, જેમાં પુરુષોને પ્રવેશ ન હોય.) કહેવાય છે કે ઈ.સ. પૂર્વે ૭૨૦માં એક સ્પર્ધકનું હાફ પેન્ટ દોડતાં દોડતાં નીકળી ગયું (અથવા દોડવામાં નડતું હોવાથી એણે ઉડાડી મૂક્યું),ત્યારથી પ્રતિયોગીઓના નિર્વસ્ત્રપણાની આ પ્રથા શરૂ થઈ!
ધીરે ધીરે રમતોત્સવ એટલો લોકપ્રિય થવા લાગ્યો કે દૂર દૂરથી પ્રેક્ષકો, કવિઓ, સ્થપતિઓ, કલાકારો એ નિમિત્તે અહીં આવવા લાગ્યા. જાણે કોઈ જાત્રા કે મેળો હોય તેવો સાંસ્કૃતિક આદાનપ્રદાનનો માહોલ સર્જાતો ગયો. પ્લેટોએ સિત્તેર વર્ષની ઉંમરે એમાં હાજરી આપ્યાની નોંધ છે, તો વળી આદ્ય ઇતિહાસકાર હેરોડોટ્સ જેવા મહાનુભાવો પણ અહીં પધારેલા તેવું ઇતિહાસ કહે છે.
૧૮૯૬માં બંધાયેલ આધુનિક ઓલિમ્પિક્સના જન્મસ્થાનમાં વિશાળ પ્રવેશદ્વારની સામે ઊંધા યુ આકારના રનિંગ ટ્રેક દોરેલા હતા. ટ્રેકની ધાર પર ત્રણે તરફ પ્રેક્ષકોને બેસવા માટે સંગેમરમરનાં સળંગ પગથિયાં પાડેલાં હતાં. જમણી તરફનાં આરસનાં એ પગથિયાંની વચ્ચોવચ આરસનાં બે સિંહાસન કોતરેલાં હતાં. સ્ટેડિયમ ખૂબ નાનું હતું, પણ ત્યાં હોવાનો અને એની ધરતીને સ્પર્શવાનો અનુભવ રોમાંચક હતો. ટ્રેક પર એક રાઉન્ડ દોડતાં તો હૃદયમાં મહાન સ્પાર્ટન રમતવીરોના પગરવ ધબકવા લાગ્યા.
સામે એક્રોપોલિસની ટેકરી દેખાઈ રહી હતી અને દેખાઈ રહ્યું હતું, ભવ્ય પાર્થેનોનનું મંદિર. ર્પિશયનોએ તોડફોડ કર્યા પછી બચેલા પાર્થેનોનને અને આખી એક્રોપોલિસની ટેકરીને સરકારે ટૂરિસ્ટ સ્પોટ તરીકે સાચવ્યું છે. ટેકરી પર મોટા મેદાન જેવી સપાટ જગ્યા પર પુરાણા પ્રવેશદ્વાર પ્રોપિલિયાનો ધ્વસ્ત અવશેષ આપણને આવકારે છે. મેદાનની વચ્ચોવચ એથેનાના મંદિર પાર્થેનોનનું હાડપિંજર ઊભું છે. ખંડિત અવસ્થામાં પણ એ એટલું ઉદાત્ત અને પ્રભાવશાળી લાગે છે કે, એક વાર જોનાર એને ક્યારેય ભૂલી ન શકે! પાર્થેનોનની સામે જ એક બીજું મહાલય મોહિની પ્રસરાવી રહ્યું છે, જેના પ્રાંગણમાં એથેના અને પોસિડિયોન વચ્ચે સ્પર્ધા થઈ તે મહાલય એરેક્થિયોન. એનો બહુ ઓછો ભાગ બચ્યો છે, પણ જે ભાગ જોઈ શકાય છે તે અદ્ભુત છે. આ મહાલયના પ્રવેશદ્વાર પર છતને આધાર દેતા છ સ્તંભની જગ્યાએ અતિ સ્વરૂપવાન સુંદરીઓનાં શિલ્પ છે. સમયના અતિક્રમણ સામે ટકી રહેલ આ શિલ્પમાં આખી છતનો ભાર સહજતાથી કલાત્મક રીતે ઊંચકીને ઊભેલી આ સુંદરીઓ સમાજની ગૌરવવંતી પરંપરાઓને જાળવીને વિશ્વનો ભાર સહજ રીતે ઊંચકી શકવાની સ્ત્રીની ક્ષમતાનું પ્રતીક છે જાણે!
ટેકરી પર ઠેર ઠેર પથ્થરો વિખરાયેલા પડયા છે. મહેલો, સભાગૃહો અને છેક છેડે બંદીગૃહ, બધાંની જ આજે તો પથ્થરોમાં ભેળસેળ થઈ ગઈ છે. નીચે મકાનોથી ખીચોખીચ ભરેલું એથેન્સ શહેર આખુંય દેખાય છે અને એ ભર્યાભાદર્યા શહેરમાં ઠેર ઠેર ડોકાતાં ખંડેરોમાં જુઓ, પેલું દૂર દેખાય છેને તે છે વિશ્વનું પ્રાચીનતમ ઓડિટોરિયમ ઓડિયોનનું ખંડેર, જ્યાંથી એકાદ કાવ્ય અને સંગીતની રમઝટ રેલાતી. આપણે કોરસ ગાઈએ છીએને? એનું આ જન્મસ્થળ અને પેલું રહ્યું તૂટેલું ફૂટેલું ડાયોનિસસનું થિયેટર,જ્યાં વિશ્વનું પહેલવહેલું નાટક ભજવાયું. અરે! અરે! આ શું દેખાઈ રહ્યું છે? આ બકરાની ખાલ ઓઢીને કોણ નાચી રહ્યું છે? 

શિખરોમાં ઊતરેલુ સૌંદર્યઃ ગઢવાલ



Jan 31, 2014 22:1

ચાલો ફરવા
હિમાલયના ખોળામાં આવેલ ભગવાનની ભૂમિ ગઢવાલની એક વારની મુલાકાત તમારાં સ્મરણોમાં હંમેશ માટે અંકિત થઇ જાય છે.
* તાજી હવા, શુદ્ધ પાણી, નાનાં ગામડાં, પર્વતો, લોકોની સાદગી એ ગઢવાલની ઓળખ છે.
* ભારતની ઉત્તર દિશામાં કુદરતી સૌંદર્યના ખોળામાં હિમાલય પર્વત આવેલ છે. હિમાલયમાં ગઢવાલ કુદરતી રીતે જ એટલું સાધન-સંપન્ન છે કે ત્યાં બીજો કોઇ ભૌગોલિક વિકાસ ન થયો હોય તો પણ તેની મુલાકાત યાદગાર સાબિત થાય છે.
* ગઢવાલની શોધ માળવાના રાજા કનકપાલે ઈ.સ. ૮૨૩માં કરી હતી.
* ગઢવાલમાં નંદાદેવી નેશનલ પાર્ક આવેલ છે. આ પાર્ક ભારતનો બીજો સૌથી વધુ જાણીતો પાર્ક છે. યુનેસ્કોએ આ પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યો છે.
 જોશીમઠથી ૨૩ કિમી. દૂર લતા ગામમાંથી થઇને નંદાદેવી નેશનલ પાર્કમાં જઇ શકાય છે.
* ભારતના બીજા વિસ્તાર કરતાં નંદાદેવી નેશનલ પાર્કની આબોહવા ઘણી જ અલગ છે. આ વિસ્તાર વર્ષના છ મહિના સંપૂર્ણ બરફથી ઢંકાયેલો રહે છે.
* બાકીના છ મહિનામાં સૂકી આબોહવા અને જૂનથી ઓગસ્ટ ધોધમાર વરસાદ રહે છે. અહીંની મુલાકાત લેવા માટે એપ્રિલથી જૂન સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય છે.
* આ પાર્કમાં હિમાલયનાં કાળાં રીંછ, બ્રાઉન રીંછ, ચિત્તા, લંગૂર, કસ્તુરી મૃગ, સ્નો લિયોપાર્ડ સહિતની અનેક પ્રજાતિ જોવા મળે છે. અહી ૩૧૨થી વધુ વેરાઇટીનાં ફૂલો જોવા મળે છે. આટલાં બધાં જાત-જાતનાં ફૂલો જ્યાં થતાં હોય તે જગ્યા સ્વાભાવિક રીતે જ આંખને રળિયામણી લાગે.
* ગઢવાલમાં દહેરાદૂન, મસૂરી, ઋષિકેશ, શ્રીનગર, પુરી, ખ્રીસુ, ઉખીમઠ, જોશીમઠ, હરસીલ જેવાં વિવિધ ફરવાલાયક સ્થળો આવેલ છે.

Sunday, February 2, 2014

WHO BUILT BOMBAY?




According to ancient history, a grouping of seven islands comprising Colaba, Mazagaon, Old Woman's Island, Wadala, Mahim, Parel, and Matunga-Sion formed a part of the kingdom of Ashoka the Great of Magadh, ironically in North India.

The seven islands of Mumbai passed through many hands, the sultans of
Gujarat, the Portuguese and the British. Every ruler left behind proof of
residence in Mumbai.

The Mauryans left behind the Kanheri, Mahakali and the caves of Gharapuri
more popularly called Elephanta. The sultans of Gujarat built the Dargahs at
Mahim and Haji Ali, the Portuguese built the two Portuguese churches, one at Prabhadeviand the other St Andrews at Bandra.

They built forts at Sion, Mahim, Bandra and Bassien. The Portuguese named
the group of seven Islands 'Bom Baia', Good Bay. The British built a city
out of the group of seven islands and called her Bombay.

The original settlers of the seven islands, the Koli fishermen, worshiped
Mumbaidevi, her temple still stands at Babulnath near Chowpatty. The Kolis
called the island Mumbai, 'Mumba, Mother Goddess'.

In 1662, King Charles II of England married the Portuguese Princess
Catherine of Braganza, and received the seven islands of Bom Baia as part of his dowry. Six years later, the British Crown leased the seven islands to
the English East India Company for a sum of 10 pounds in gold per annum. It was under the English East India Company that the future megapolis began to take shape, after the first war for independence Bombay once again became a colony of the British Empire.

History has forgotten this but the first Parsi settler came to Bombay in 1640, he was Dorabji Nanabhoy Patel. In 1689-90, a severe plague epidemic broke out in Bombay and most of the European settlers succumbed to it.
The Siddi of Janjira attacked in full force. Rustomji Dorabji Patel, a trader
and the son of the city's first Parsi settler, successfully defeated the Siddi with the help of the Kolis and saved Bombay.

Gerald Aungier, Governor of Bombay built the Bombay Castle, an area that is even today referred to as Fort. He also constituted the Courts of law. He brought Gujarati traders, Parsi shipbuilders, Muslim and Hindu manufacturers from the mainland and settled them in Bombay.

It was during a period of four decades that the city of Bombay took shape. Reclamation was done to plug the breach at Worli and Mahalakshmi, Hornby
Vellard was built in 1784. The Sion Causeway connecting Bombay to Salsette was built in 1803. Colaba Causeway connecting Colaba island to Bombay was built in 1838. A causeway connecting Mahim and Bandra was built in 1845.

Lady Jamsetjee Jeejeebhoy, the wife of the First Baronet Jamsetjee Jeejeebhoy donated Rs 1,57,000 to meet construction costs of the causeway. She donated Rs. 1,00,000 at first.. When the project cost escalated and money ran out half way through she donated Rs 57,000 again to ensure that the vital causeway was completed. Lady Jamsetjee stipulated that no toll would ever be charged for those using the causeway. Today Mumbaikars have to pay Rs 75 to use the Bandra-Worli Sealink, connecting almost the same two islands. Sir J J Hospital was also built by Sir Jamsetjee Jeejeebhoy.

The shipbuilding Wadia family of Surat was brought to Bombay by the British.

Jamshedji Wadia founded the Bombay Port Trust and built the Princess Dock in 1885 and the Victoria Dock and the Mereweather Dry Docks in 1891. Alexandra Dock was built in 1914.

A Gujarati civil engineer supervised the building of the Gateway of India.
The Tatas made Bombay their headquarters and gave it the iconic Taj Mahal Hotel and India 's first civilian airlines, Air India. The Godrejs gave
India its first vegetarian soap.

Cowasji Nanabhai Daver established Bombay 's first cotton mill, 'The Bombay Spinning Mills' in 1854. By 1915, there were 83 textile mills in Bombay largely owned by Indians.

This brought about a financial boom in Bombay. Although the mills were owned by Gujaratis, Kutchis, Parsis and Marwaris, the workforce was migrant
Mahrashtrians from rural Maharashtra. Premchand Roychand, a prosperous
Gujarati broker founded the Bombay Stock Exchange. Premchand Roychand
donated Rs 2,00,000 to build the Rajabai Tower in 1878.

Muslim, Sindhi and Punjabi migrants have also contributed handsomely to
Mumbai.

Apart from its original inhabitants, the Kolis, everyone else in Mumbai, are
immigrants.

When the Shiv Sena came to power in 1993, under the guise of reverting to
the original name they replaced Bombay with Mumbai.
This article was written on February 7, 2010 by Tushar Gandhi, founder/president, Mahatma Gandhi Foundation, and the grandson of Gandhiji.

Interesting Facts about India


·         India never invaded any country in her last 100000 years of history.
·         When many cultures were only nomadic forest dwellers over 5000 years ago, Indians established Harappan culture in Sindhu Valley (Indus Valley Civilization)
·         The name 'India' is derived from the River Indus, the valleys around which were the home of the early settlers. The Aryan worshippers referred to the river Indus as the Sindhu.
·         The Persian invaders converted it into Hindu. The name 'Hindustan' combines Sindhu and Hindu and thus refers to the land of the Hindus.
·         Chess was invented in India.
·         Algebra, Trigonometry and Calculus are studies, which originated in India.
·         The 'Place Value System' and the 'Decimal System' were developed in India in 100 B.C.
·         The World's First Granite Temple is the Brihadeswara Temple at Tanjavur, Tamil Nadu. The shikhara of the temple is made from a single 80-tonne piece of granite. This magnificent temple was built in just five years, (between 1004 AD and 1009 AD) during the reign of Rajaraja Chola.
·         India is the largest democracy in the world, the 7th largest Country in the world, and one of the most ancient civilizations.
·         The game of Snakes & Ladders was created by the 13th century poet saint Gyandev. It was originally called 'Mokshapat'. The ladders in the game represented virtues and the snakes indicated vices. The game was played with cowrie shells and dices. In time, the game underwent several modifications, but its meaning remained the same, i.e. good deeds take people to heaven and evil to a cycle of re-births.
·         The world's highest cricket ground is in Chail, Himachal Pradesh. Built in 1893 after leveling a hilltop, this cricket pitch is 2444 meters above sea level.
·         India has the largest number of Post Offices in the world.
·         The largest employer in India is the Indian Railways, employing over a million people.
·         The world's first university was established in Takshila in 700 BC. More than 10,500 students from all over the world studied more than 60 subjects. The University of Nalanda built in the 4th century was one of the greatest achievements of ancient India in the field of education.
·         Ayurveda is the earliest school of medicine known to mankind. The Father of Medicine, Charaka, consolidated Ayurveda 2500 years ago.
·         India was one of the richest countries till the time of British rule in the early 17th Century. Christopher Columbus, attracted by India's wealth, had come looking for a sea route to India when he discovered America by mistake.
·         The Art of Navigation & Navigating was born in the river Sindh over 6000 years ago. The very word Navigation is derived from the Sanskrit word 'NAVGATIH'. The word navy is also derived from the Sanskrit word 'Nou'.
·         Bhaskaracharya rightly calculated the time taken by the earth to orbit the Sun hundreds of years before the astronomer Smart. According to his calculation, the time taken by the Earth to orbit the Sun was 365.258756484 days.
·         The value of "pi" was first calculated by the Indian Mathematician Budhayana, and he explained the concept of what is known as the Pythagorean Theorem. He discovered this in the 6th century, long before the European mathematicians.
·         Algebra, Trigonometry and Calculus also originated in India.Quadratic Equations were used by Sridharacharya in the 11th century. The largest numbers the Greeks and the Romans used were 106 whereas Hindus used numbers as big as 10*53 (i.e. 10 to the power of 53) with specific names as early as 5000 B.C.during the Vedic period.Even today, the largest used number is Terra: 10*12(10 to the power of 12).
·         Until 1896, India was the only source of diamonds in the world(Source: Gemological Institute of America).
·         The Baily Bridge is the highest bridge in the world. It is located in the Ladakh valley between the Dras and Suru rivers in the Himalayan mountains. It was built by the Indian Army in August 1982.
·         Sushruta is regarded as the Father of Surgery. Over2600 years ago Sushrata & his team conducted complicated surgeries like cataract, artificial limbs, cesareans, fractures, urinary stones, plastic surgery and brain surgeries.
·         Usage of anaesthesia was well known in ancient Indian medicine. Detailed knowledge of anatomy, embryology, digestion, metabolism,physiology, etiology, genetics and immunity is also found in many ancient Indian texts.
·         India exports software to 90 countries.
·         The four religions born in India - Hinduism, Buddhism, Jainism, and Sikhism, are followed by 25% of the world's population.
·         Jainism and Buddhism were founded in India in 600 B.C. and 500 B.C. respectively.
·         Islam is India's and the world's second largest religion.
·         There are 300,000 active mosques in India, more than in any other country, including the Muslim world.
·         The oldest European church and synagogue in India are in the city of Cochin. They were built in 1503 and 1568 respectively.
·         Jews and Christians have lived continuously in India since 200 B.C. and 52 A.D. respectively
·         The largest religious building in the world is Angkor Wat, a Hindu Temple in Cambodia built at the end of the 11th century.
·         The Vishnu Temple in the city of Tirupathi built in the 10th century, is the world's largest religious pilgrimage destination. Larger than either Rome or Mecca, an average of 30,000 visitors donate $6 million (US) to the temple everyday.
·         Sikhism originated in the Holy city of Amritsar in Punjab. Famous for housing the Golden Temple, the city was founded in 1577.
·         Varanasi, also known as Benaras, was called "the Ancient City" when Lord Buddha visited it in 500 B.C., and is the oldest, continuously inhabited city in the world today.
·         India provides safety for more than 300,000 refugees originally from Sri Lanka, Tibet, Bhutan, Afghanistan and Bangladesh, who escaped to flee religious and political persecution.
·         His Holiness, the Dalai Lama, the exiled spiritual leader of Tibetan Buddhists, runs his government in exile from Dharmashala in northern India.
·         Martial Arts were first created in India, and later spread to Asia by Buddhist missionaries.
·         Yoga has its origins in India and has existed for over 5,000 years.             

Sunday, December 1, 2013

INDIAN GEOGRAPHY - NICK NAMES OF PLACES

1) Golden City - Amristar
2) Manchester of India - Ahmedabad
3) City of Seven Islands - Mumbai
4) Queen of Arabian Sea - Cochin
5) Space City - Bangalore
6) Garden City of India - Bangalore
7) Silicon Valley of India - Bangalore
8.) Electronic City of India - Bangalore
9) Pink City - Jaipur
10) Gateway of India - Mumbai
11) Twin City - Hyderabad -
Sikandarabad
12) City of Festivals - Madurai
13) Deccan Queen - Pune
14) City of Buildings - Kolkata
15) Dakshin Ganga - Godavari
16) Old Ganga - Godavari
17) Egg Bowl of Asia - Andhra Pradesh
18) Soya Region - Madhya Pradesh
19) Manchester of the South -
Coimbatore
20) City of Nawabs - Lucknow
21) Venice of the East - Cochin
22) Sorrow of Bengal - Damodar river
23) Sorrow of Bihar - Kosi river
24) Blue Mountains - Nilgiri
25) Queen of the Mountains -
Mussoorie

Monday, November 18, 2013

નમૂનેદાર યુનેસ્કો હેરિટેજ સાઈટસ (છપ્પનવખારી)



Nov 12, 2013 18:54

છપ્પનવખારી - તેજસ વૈદ્ય
બાળકોનું વેકેશન પડી ગયું છે. વેકેશનમાં ફરવા જવું હોય તો યુનેસ્કોએ બાળકો માટે જગતભરનાં કેટલાંક ચુનંદાં પ્રવાસન સ્થળો પસંદ કર્યાં છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સામેલ છે. આ સ્થળો માત્ર બાળકોને જ નહીં પણ મોટેરાંઓને પણ અચંબો પમાડે એવાં છે. જો આમાંથી કોઈક સ્થળોની મુલાકાત લઈ શકાય તો એના જેવું રૂડું એકેય નહીં અને ન જઈ શકાય તો આ લેખ વાંચીને ઘેર બેઠા ગંગા માણો!
ઈતિહાસ માત્ર પાઠયપુસ્તકો કે અન્ય પુસ્તકોમાં જ વાંચવાની બાબત નથી. ઈતિહાસ સ્થળ પર જઈને જાણવા અને માણવાની બાબત છે. વિશ્વમાં એવા ઘણા સ્થળ છે જેને નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે કે ટુરિઝમ સ્પોટ તરીક જગવિખ્યાત બન્યા છે. અવાવરૂ સ્થળોના ઈતિહાસ સાથે અનુસંધાન તારવીને તેને ટુરિઝમ સ્પોટ તરીકે કઈ રીતે ડેવલપ કરી શકાય અને લોકોને એમાં કઈ રીતે રસ લેતા કરી શકાય એ કામ વિશ્વના કેટલાક દેશોમાં ખૂબ માવજતપૂર્વક થયું છે 
કોલોસિયમ - રોમ, ઈટલી
એમ્ફિ થિયેટર હવે દેશનાં મોટા ભાગનાં શહેરો માટે ખૂબ જાણીતો શબ્દ બની ગયો છે. એમ્ફિ થિયેટર શબ્દ પ્રાચીન ગ્રીસ - રોમમાંથી આવેલો છે. પ્રાચીન રોમમાં અર્ધ કે લંબગોળાકાર નાટકશાળાઓ હતી. જે એકદમ ઓપન હતી. આજે અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પણ એમ્ફિ થિયેટર છે. ઈટલીના રોમમાં આવેલું કોલોસિયમ ફ્લેવિયન એમ્ફિ થિયેટર તરીકે પણ ઓળખાય છે. રોમન સલ્તનતનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર એટલે કોલોસિયમ. જે ઈ.સ. પૂર્વે ૭૦-૮૦માં બંધાયેલું છે. રોમન સમ્રાટ વેસ્પેસિયનના વખતમાં એ બંધાયું હતું. ઈ.સ.પૂર્વે ૭૦માં એનું ચણતર શરૂ થયું હતું અને ૮૦માં પૂરું થયું હતું. આ એમ્ફિ થિયેટરની વિશેષતા એ છે કે સિત્તેર હજાર દર્શકો ત્યાં બેસીને મનોરંજન માણી શકે છે. ત્યાં માત્ર નાટકો જ નહોતાં ભજવાતાં. એમાં જાહેર તમાશા, જીવસટોસટની બાજીઓ વગેરે ખેલાતા હતા.ઈંગ્લિશ ફિલ્મ 'રોમન હોલી ડે'(૧૯૫૩)ના કેટલાંક દૃશ્યોમાં કોલોસિયમ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું. કોલોસિયમ કોઈ ફિલ્મમાં ઊડીને આંખે વળગતું હોય તો એ હતી'ગ્લેડિએટર'(૨૦૦૦). જેમાં કોલોસિયમના પટાંગણમાં યોદ્ધાઓને બાથ ભીડતા બેનમૂન રીતે દર્શાવ્યા હતા. જાણીને નવાઈ લાગશે કે ગ્લેડિએટરમાં દર્શાવેલું કોલોસિયમ સાચું નહોતું. એ કમ્પ્યુટર ગ્રાફિક્સની સીજીઆઈ એપ્લિકેશન એટલે કે 'કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી' દ્વારા તૈયાર થયું હતું.૧૯૮૦માં તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
ઓપેરા હાઉસ - સિડની, ઓસ્ટ્રેલિયા
૨૦૦૭માં સિડનીના ઓપેરા હાઉસને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું હતું. આધુનિક શૈલીનાં મહાન સ્થાપત્યોમાં ઓપેરા હાઉસ સામેલ છે. સિડનીના બંદર પર આવેલું ઓપેરા હાઉસ જાણે ત્યાંના દરિયામાંથી બહાર ઊગીને નીકળ્યું હોય એટલું રમણીય લાગે છે. યુનેસ્કોએ પોતાની નોંધમાં લખ્યું હતું કે, "ન માત્ર ૨૦મી સદીનું બલકે, માનવ ઇતિહાસમાં સર્જનાત્મકતાનું આ બેજોડ ઉદાહરણ છે."ડેન્માર્કના આર્કિટેક્ટ જર્ન ઉટ્ઝને તેની ડિઝાઈન તૈયાર કરી હતી. ઓપેરા હાઉસે જર્ન ઉટ્ઝનનું નામ અમર કરી દીધું છે. ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ૯૦ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.૧૯૫૯માં ઓપેરા હાઉસનું બાંધકામ શરૂ થયું હતું જે ૧૯૭૩માં પૂરું થયું હતું. આ વર્ષે તેને ૪૦ વર્ષ થયાં એની ઉજવણી ચાલી રહી છે. એમાં થિયેટર, કોન્સર્ટ હોલ, પ્લે હાઉસ, રેકોર્ડિંગ સ્ટુડિયો વગેરે આવેલાં છે. અંદર કેટલાક શૈક્ષણિક કાર્યક્રમો પણ ચાલે છે.અમેરિકન આર્કિટેક્ટ લૂઈ કાન્હે ઓપેરા હાઉસને જોઈને કહ્યું હતું કે, "પોતાનો પ્રકાશ કેટલો ખૂબસૂરત છે એ સૂર્યને ત્યાં સુધી નહીં ખબર પડી હોય જ્યાં સુધી તેનાં કિરણો ઓપેરા હાઉસ પર પડીને રિફ્લેક્ટ થયાં હશે."
ધ જાયન્ટ્સ કોઝવે - આયર્લેન્ડ, અમેરિકા
લંડનના ઉત્તર આયર્લેન્ડ તરફ આવેલો ધ જાયન્ટ્સ કોઝવે એવો અજુબો છે કે એને જોતાંવેંત માનવું પડે કે કુદરત પણ જબરા ખેલ ખેલે છે. દરિયાના કાંઠે એવા ખડક તૈયાર થયેલા છે જે ષટ્કોણીય આકારનાં ચોસલાંના બનેલા છે. ત્યાં પહોંચીએ એટલે કોઈ પઝલ પ્રદેશમાં પહોંચી ગયા હોઈએ કે ગણિતના કોઈ દાખલા વચ્ચે ઊભા હોઈએ એવું લાગે. જે ષટ્કોણીય ચોસલાં છે એ જ્વાળામુખીના ખડકનાં બનેલાં છે. એ રીતે આ ખડક પણ જ્વાળામુખી હલચલની જ નીપજ છે. ત્યાંનાં ભૂસ્તરીય સંશોધનો કહે છે કે ત્યાં ૫ચાસેક લાખ વર્ષ પહેલાં જે જમીની હલચલ થઈ એમાંથી આ ખડકે આકાર લીધો હતો.
ધ જાયન્ટ્સ કોઝવેનું જતન ત્યાંનું નેશનલ ટ્રસ્ટ કરી રહ્યું છે. આયર્લેન્ડના પ્રવાસે જનારા ત્યાં જવાનું ચૂકતા નથી. યુનેસ્કોએ આ સાઈટને ૧૯૮૬માં વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરી હતી. માત્ર ખડક જ નહીં ત્યાંનો સમુદ્રકિનારો પણ ખૂબ આહ્લાદક છે.
વાયંગ - ઈન્ડોનેશિયા
વાયંગ પહેલી વખત આ નામ સાંભળીએ એટલે કૌતુક થાય. વાયંગ એ ઇન્ડોનેશિયાનું પરંપરાગત શેડો પપેટ થિયેટર એટલે કે છાયા કઠપૂતળી નાટયકલા છે. યુનેસ્કોએ આ કલાને પેઢી દર પેઢી મૌખિક રીતે જળવાતી અમૂર્ત માનવકલાની કેટેગરીમાં સ્થાન આપ્યું છે. ૭ નવેમ્બર, ૨૦૦૩ના રોજ યુનેસ્કોએ આ જાહેરાત કરી હતી. યુનેસ્કોએ ઈન્ડોનેશિયન અધિકારીઓને કહી પણ રાખ્યું છે કે આ કલાને વિસરાવા દેતા નહીં. એનું જવાબદારીપૂર્વક જતન કરજો. મજાની વાત એ છે કે આપણાં રામાયણ અને મહાભારત જેવાં કાવ્યો પણ વાયંગમાં ભજવાય છે. એક મત એવો પણ છે કે આ કલા ભારતમાંથી જ ત્યાં પહોંચી છે અને ત્યાં તે જળવાઈ છે, કારણ કે ઈન્ડોનેશિયામાં વાયંગની શરૂઆત ક્યારથી થઈ એનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી મળતું. વાયંગ ઈન્ડોનેશિયન શબ્દ છે. જેનો અર્થ થાય છે ચોક્કસ રચના દ્વારા થતું નાટક. ઇન્ડોનેશિયાના જાવા અને બાલીમાં આ શેડો પપેટ થિયેટર ખૂબ પોપ્યુલર છે. વાયંગને જાવા અને બાલીમાં ત્યાંની બોલીમાં બાયંગ પણ કહે છે.
ડાયનોસોર પ્રોવિન્સિયલ પાર્ક - અલ્બેર્ટા, કેનેડા
કેનેડાના અલ્બેર્ટામાં આવેલો આ પાર્ક ૧૯૭૯માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયો હતો. પાર્કની સ્થાપના ૧૯૫૫માં થઈ હતી. ત્યાંની રેડ ડિયર નદીના ખીણપ્રદેશમાં આ પાર્ક આવેલો છે. આ પાર્ક ડાયનોસોરના જીવાવશેષ માટે વિખ્યાત છે. ત્યાંથી ડાયનોસોરનાં ૪૦ જેટલાં હાડપિંજરો મળી આવ્યાં છે તેમજ મોટી સંખ્યામાં છૂટાછવાયા અવશેષો મળ્યા છે. ડાયનોસોરના ઉદ્ભવથી લઈને તે ભૂતકાળમાં ગરકાવ થઈ ગયા ત્યાં સુધીનો ચિતાર આ પાર્કમાં દર્શાવવામાં આવે છે.
આ પાર્કનો ખીણપ્રદેશ અને ત્યાંની જીવવૈવિધ્યતા પણ લોકોને ત્યાં જવા આકર્ષે છે.
વોલ્કેનોઝ નેશનલ પાર્ક - હવાઈ, અમેરિકા
અમેરિકાનો હવાઈ ટાપુ બીચ પર બિકીનિ પહેરીને સૂરજના અજવાળે બદન શેકતી સેક્સી યુવતીઓ માટે ખૂબ જાણીતો છે. હોલિવૂડની ફિલ્મોમાં હવાઈ ટાપુ ગ્લેમરસ રીતે દર્શાવવામાં આવે છે. જાણીને નવાઈ લાગશે કે આ ટાપુ જ્વાળામુખીની કારણે ઉદ્ભવ્યો છે. તેની આસપાસ હજુ પણ બે એવા જ્વાળામુખીઓ છે જે ધૂણી ધખાવીને બેઠા છે -કિલૌયા અને મૌના લોઆ. બંને જ્વાળામુખીને હાજરાહજૂર દર્શાવતો પાર્ક એટલે વોલ્કેનોઝ નેશનલ પાર્ક. અમેરિકાના હવાઈ ટાપુ પર આવેલા આ નેશનલ પાર્કની સ્થાપના ૧૯૧૬માં થઈ હતી. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં તેને ૧૯૮૭માં સ્થાન મળ્યું હતું. આ નેશનલ પાર્કની મુલાકાત લેવાનો અનુભવ જ ખૂબ વેગળો છે. કિલૌયા ત્રણથી છ લાખ વર્ષ જૂનો હોવાનું મનાય છે અને મૌના લોઆ સાતથી દશેક લાખ વર્ષ જૂનો હોવાનું મનાય છે. હવાઈ ટાપુ કઈ રીતે ઉદ્ભવ્યા એનાં ભૂસ્તરીય અને વૈજ્ઞાનિક કારણોની જાણકારી આ પાર્ક પૂરી પાડે છે. આ પાર્ક ૩ લાખ કરતાં વધુ એકરમાં ફેલાયેલો છે. પાર્કનાં કેટલાંક આકર્ષણોમાં ૧૭૯૦ની ફૂટપ્રિન્ટ્સ છે. જે એ વખતે થયેલા યુદ્ધનો પુરાવો માનવામાં આવે છે. વોલ્કેનો આર્ટ સેન્ટર પણ છે.

મોરેશિયસ

Nov 09, 2013 22:53
પ્રવાસ - ડો. ભારતી રાણે
ક્રેટર, કોતર અને કુદરતી કારીગરીનો પ્રદેશ
યુરોપ, એશિયા, આફ્રિકા, મડાગાસ્કરથી અહીં આવી વસેલા અલગઅલગ જાતિના લોકોની એકતા અને પરસ્પર આદરભાવના અજોડ છે
મોરેશિયસમાં પહેલે દિવસે તો મનમાં હતું કે માત્ર ૪૨ માઈલ લાંબા ટાપુમાં ફરી વળતાં કેટલી વાર? પણ ત્યાં ફરતા ગયા તેમ તેમ એનાં અજાણ્યાં રૂપ ઊઘડતાં ગયાં. દ્વીપના દક્ષિણ ભાગમાં ટ્રાઉ ઓક્સ સર્ફ નામનું શાંત થઈ ગયેલા જ્વાળામુખીનું મુખ છે. ઘેઘૂર વૃક્ષોથી છવાયેલા આ ૨૭૯ ફીટ ઊંડા અને ૬૫૬ ફીટ પહોળા ક્રેટરની વચ્ચે નાનકડું તળાવ રચાયું છે. કહે છે કે અંદરખાનેથી આ જ્વાળામુખી છેક રિયુન્યો ટાપુના પેટાળ સાથે જોડાયેલો છે.
ટેકરીની તળેટીમાં ક્યોરપીપ નામનું ગામડું છે. ક્યોરપીપના નિવાસીઓની કલાકારીગરી બેનમૂન છે. મોરેશિયસના અજાણ્યા કિનારે નાંગરેલાં વિખ્યાત વહાણોની પ્રતિકૃતિ, કારીગરોએ એમાં કંડારેલી નાની-નાની વિગત બધું અદ્ભુત છે. દક્ષિણ મોરેશિયસમાં ગ્રાન્ડ બેઝિન નામે ઓળખાતી જગ્યાએ ટેકરીઓની વચ્ચે તળાવ છે. હિન્દુઓએ અહીં શિવમંદિર બાંધ્યું છે અને એની સામે નાનકડી ટેકરી પર હનુમાનજીનું મંદિર છે. ગંગાનું પાણી લાવીને આ તળાવમાં વિધિવત્ રેડવામાં આવ્યું, ત્યાર પછી એને ગંગા તલાઓ(તળાવ) કહેવાય છે અને એ ગંગા જેવું પવિત્ર મનાય છે. મહાશિવરાત્રિએ અહીં ભક્તોનો મેળો લાગે છે. ત્યારે જેમણે ક્યારેય ભારત ન જોયું હોય તેવા ક્રિયોલભાષી લોકો એમની ભાષામાં શિવભક્તિ કરે છે!
મોરેશિયસનાં ગામડાંઓમાં ફરતાં જોયું કે મકાનોમાંથી ઘણા ખરા આંગણામાં એક ઓટલો હોય, જેના ઉપર હનુમાનજીની મૂર્તિ મૂકેલી હોય અને એટલા ઉપર ખોસેલી ઊંચી લાકડી પર લાલ-સફેદ ધજા ફરફરતી હોય, સાથે તુલસીક્યારો પણ ખરો! લોકો જરાક શામળા અને સાદા હતા. ભારતીય જેવાં દેખાતાં અને ગુજરાતી ઢબથી સાડી પહેરેલાં એક બહેન સાથે હિન્દીમાં વાત કરવા પ્રયત્ન કર્યો, ત્યારે ખબર પડી કે એમને હિન્દી આવડતી નહોતી, તેઓ ફ્રેન્ચ અથવા ક્રિયોલ જ સમજી શકતાં હતાં! એશિયનોનો પ્રભાવ ત્યાં એટલો વધ્યો છે કે સંજોગવશાત્ યુરોપ, એશિયા, આફ્રિકા, મડાગાસ્કરથી અહીં આવી વસેલા અલગઅલગ જાતિના લોકોની એકતા અને પરસ્પર આદરભાવના અજોડ છે. અલગ અલગ સંસ્કૃતિઓમાંથી વિકસેલો સૌનો સહિયારો વારસો છે. અલગ અલગ મૂળના આ લોકો વચ્ચે રોટીબેટીનો નાતો છે. સૌની સહિયારી ભાષા છે, ક્રિયોલ અને સૌની સહિયારી ઓળખાણ છે, મોરેશિયન જે હોવાનું અહીં વસતા સૌને ગોરવ છે.
મોરેશિયનો ખોરાકને સુંદર રીતે સજાવીને પીરસવાની કળામાં માહેર છે. આખા ટાપુ પર ફળો તો ભરપૂર મળે. પોર્ટ લુઇસની ફ્રૂટ માર્કેટમાં પાઇનેપલ, કેળાં, સફરજન, કેરી, લીચી, પેશન ફ્રૂટ અને તરહ તરહનાં શાકભાજીની આકર્ષક સજાવટ જોવી એ પણ એક લહાવો છે. દરિયાકિનારાની કોઈ રેસ્ટોરાંમાં સાત વર્ષની ઉંમરના પામવૃક્ષને વધેરીને એના ગરમાંથી બનાવેલું ખાસ રિફ્રેશિંગ સલાડ-કોયુર દે પામિસ્તે ઉર્ફે મિલિયોનેર સલાડ સાથે સ્મોક કરેલી મરલીન માછલી, બાફેલા ચોખા સાથે વેનિસન કરી અથવા થીમ બાર્બેક્યુ સાથે પારંપરિક નૃત્યો તમે માણી શકો! અને જો તમે શાકાહારી હો ને હોટેલમાં ખાવું ન હોય તો, લારી પર કે કેબિન જેવી ઘુમટી પર આપણાં દાળવડાં જેવાં લીલાં મરચાં અને વટાણાની દાળનાં 'ગેટોક્સ પિમેન્ટ્સ' નામનાં ભજિયાં અથવા 'ધોલ્લ-પુરી' નામના ટામેટાંના રસમાં બનાવેલા મસાલેદાર પુડલા ખાઈ શકો!
 ગંગા તલાઓથી થોડે દૂર પ્રવાસીઓ સાત રંગની ધરતી જોવા શેમરેલ નામના સ્થળે જાય છે. જ્વાળામુખીએ અહીં ધરતીમાં રંગોળી પૂરી છે. આમ તો આંખ ખુલ્લી રાખીએ તો આ પ્રદેશની જમીન પર આછા રંગોની બિછાત ઠેરઠેર જોવા મળે, પણ શેમરેલ પર એ જરાક વધારે સ્પષ્ટ દેખાય છે. શેમરેલની બંજર ભૂમિ છોડી, પવનમાં ડોલતાં શેરડીનાં ખેતરો વટાવતાં હરિયાળા ઊંચાણો તરફ જતાં બ્લેક રિવર ગોર્જ નામનું સ્થળ મળે. ઊંડી કરાડ કોતરતી બ્લેક નદી ટેકરી પરથી નીચે ધોધમાર પછડાતી સાગરને મળે છે, તે સ્થળે નાનકડું જંગલ છે. પક્ષીઓનાં આ અભયારણ્યમાં કેટલીક લુપ્ત થતી જતી પ્રજાતિનાં દુર્લભ પક્ષીઓ જેવાં કે, ઈકો પેરેકિટ, મોરેશિયન પિન્ક પિજિયન, કેસ્ટ્રેલ વગેરે જોવા મળે છે અને મોરેશિયસના નિવાસી પક્ષીઓ- કક્કૂ શ્રાઇક નામની કોયલ, ફલાય કેચર, મોરેશિયસ બ્લેક બર્ડ અને મોરેશિયન એર લાઇન્સના લોગોમાં દેખાય છે. તે જાજરમાન પેલિ-એન-ક્વે તો અહીં પાર વગરનાં છે.

ધરતીનું સ્વર્ગ ગુલમર્ગ

Nov 16, 2013 05:43

ચાલો ફરવા
ગુલમર્ગ કાશ્મીરનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. ગુલમર્ગની સુંદરતાને કારણે જ તેને ધરતીનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. ગુલમર્ગ દેશનાં શ્રેષ્ઠ અને પ્રમુખ પર્યટન સ્થળોમાંનું એક સ્થળ છે. ફૂલોના પ્રદેશ તરીકે ઓળખાતું ગુલમર્ગ શહેર બારામૂલા જિલ્લામાં આવેલું છે. ગુલમર્ગની હરિયાળી અને સુંદરતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. ગુલમર્ગ ફરવા માટે શિયાળાના સમયને વધુ ઉત્તમ ગણવામાં આવે છે અને એટલે જ અહીં ડિસેમ્બર મહિનામાં વધુમાં વધુ પ્રવાસીઓ આવતા હોય છે.
* ગુલમર્ગ શહેરનું નામ પહેલાં ગૌરીમર્ગ હતું જે બાદમાં સુલતાન યૂસુફ શાહ ચાકે બદલીને ગુલમર્ગ કર્યું. ગુલમર્ગ શહેરમાં વિશ્વનો સૌથી મોટો ગોલ્ફ કોર્સ અને પ્રમુખ સ્કી રિઝોર્ટ છે.
* ખિલનમર્ગ ગુલમર્ગની સૌથી સુંદર વેલી છે. અહીંના લીલાં-લીલાં મેદાનમાં ઊગેલાં ફૂલોનાં દૃશ્યો એક અદ્ભુત સૌંદર્ય વિખેરે છે. ખિલનમર્ગથી બરફમાં ઢંકાયેલો હિમાલય અને કાશ્મીર વેલીનાં દૃશ્યો જોવામાં અતિ સુંદર લાગે છે.
* અહીં આવેલા અલપાથર સરોવરના પાણીમાં જૂન મહિના સુધી બરફ બનેલો રહે છે. આ ઝીલનું દૃશ્ય બહુ જ મનમોહક લાગે છે. તેમજ ગુલમર્ગથી આઠ કિલોમીટર દૂર આવેલી નિગલી નલ્લાહનું ઝરણું અફરાત શિખરમાંથી ઓગળેલા બરફ અને અલપાથર સરોવરના પાણીથી બન્યું છે.
 આ સિવાય અહીં બાબા રેશીની દરગાહ છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.
* ગુલમર્ગમાં સ્કીઇંગ કરવા માટેની ઉત્તમ જગ્યા છે. સ્કીઇંગમાં રસ ધરાવનાર લોકો માટે ગુલમર્ગની ગણતરી દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઉત્તમ રિઝોર્ટમાં કરવામાં આવે છે.
* ગુલમર્ગનો ગોલ્ફ કોર્સ વિશ્વના સૌથી મોટા ગોલ્ફ કોર્સમાંનો એક છે. આ ગોલ્ફ કોર્સની સ્થાપના અંગ્રેજો દ્વારા ૧૯૦૪માં કરવામાં આવી હતી. આજે પણ અહીં ઘણા વિદેશી પ્રવાસીઓ પોતાની રજાઓ વિતાવવા આવે છે.
* આ સિવાય અહીં અવંતી સ્વામીનું મંદિર, પટ્ટન, વેરીનાગ, પલહલન, તંગમાર્ગ અને ગોનડોલા લિફ્ટ જેવાં અનેક દર્શનીય સ્થળો છે.