હોપસલ્લા રાજા નરસિંહા-૩ એ બનાવેલું સુંદર કેશવ મંદિર છે
શિ વસમુદ્રમ્’ બેંગ્લુરથી દક્ષિણ પશ્ચિમ તરફ ૧૪૦ કિ.મી. દૂર છે. સવારે સાત વાગે સફર શરૂ કરી. અહીં સપાટ પ્રદેશ હતો અને ચોમાસું હજુ પૂરું નહોતું થયું એટલે બેઉં બાજુ પાણી ભરેલાં ખેતરોમાં ડાંગરના ધરુ લહેરાતા હતા. વચ્ચે છૂટાછવાયાં નાનકડાં ગામડાં પસાર કરી લગભગ ત્રણ કલાક પછી કાવેરી નદી પરનો પુલ ઓળંગી અમે શિવસમુદ્રમ્ પહોંચ્યા.શિવસમુદ્રમ્ કાવેરીના બે ફાંટા વચ્ચેનો મોટો ટાપુ છે. કુર્ગના બ્રહ્માગિરિ પર્વતથી નીકળતી કાવેરી અહીંની ઊંચી ટેકરીઓને કારણે બે ફાંટામાં વહેંચાઇ જાય છે. બેઉં ફાંટા ધોધ સ્વરૂપે ખીણમાં ખાબકે છે. પૂર્વ તરફનો ફાંટો ગગનચુક્કી અને એકાદ કિ.મી. દૂર બીજો ફાંટો ભારાચુક્કી ધોધ.

અમે પહેલાં ગગનચુક્કી ધોધ પાસે પહોંચ્યા. ધોધનો ઘેઘૂર અવાજ સંભળાતો હતો. અમે ધોધની નજીક પહોંચ્યા. લગભગ ૧૦૦ મીટરની પહોળાઇમાં છૂટી છૂટી ધારાઓમાં પાણી નીચે પડતું હતું. ખીણમાં પાણીના પછડાટને લીધે ધુમ્મસ ઘેરાતું હતું અને વચ્ચે મેઘધનુષ્ય રચાતું હતું. ખૂબ જ સુંદર દૃશ્ય હતું. ખીણમાં નીચે જવાનો કોઇ વ્યવસ્થિત રસ્તો ન હતો. ખડકાળ પથ્થરો પરથી કૂદીને નીચે જવાતું હતું. ઘણા જતા હતા. થોડું જોખમી પણ હતું પણ નીચેનું દૃશ્ય જોઇ જવાની તીવ્ર ઇચ્છા થઇ આવી એટલે અમે બધાએ નીચે જવાનું નક્કી કર્યું.
અહીં હજરત મરદાને સાહેબની દરગાહ છે. દર્શનાર્થે ઘણાં મુસ્લિમ કુટુંબો ભેગાં થયાં હતાં. આ દરગાહ પાસેથી નીચે જવાતું હતું. અમે પણ ધીમે ધીમે નીચે પહોંચી ગયા. મોટા મોટા ખડકોની ફાટમાંથી કાવેરીનું પાણી જોશભેર આગળ જતું હતું. અહીં ધોધની ડાબી તરફની ધારા દસ દસ ફૂટ ઊંચા ખડકો પરથી કૂદકા મારી ધસમસતી નીચે આવતી હતી. કાવેરીના આ તોફાની કન્યા જેવા રૂપને માણતાં એક ખડક પર પાણીમાં પગ બોળીને બેસી રહ્યા.અહીંથી અમારે ભારાચુક્કી ધોધ પર જવાનું હતું. અહીંથી માંડ એક કિ.મી.ના અંતરે આવેલ ભારાચુક્કી વ્યવસ્થિત પિકનિક પ્લેસ તરીકે વિકસાવેલું છે.ધોધની નજીક પહોંચ્યા તો નજર સામે મિની નાયગ્રા નજરે પડયો.
અર્ધ વર્તુળાકારમાં ૨૦૦થી ૨પ૦ મીટરના પરિઘમાં ૬૦ ફૂટ ઊંચેથી કાવેરીની અસંખ્ય ધારાઓ ખીણમાં પડતી હતી. ધોધ એના પૂર્ણરૂપમાં હોય તો નાયગ્રાની જેમ એક જ ધારા બનીને નીચે પડતો હોય. આ અર્ધ ગોળાકાર ખડકોની નીચે સુંદર સરોવર બનેલું છે. નીચે ઊતરવા માટે વ્યવસ્થિત પગથિયાં પણ છે. સરોવરમાં મોટી સાઇઝની ગોળાકાર ટોપલી જેવી હોડીઓ ફરતી હતી. અમે લગભગ ૧૦૦ પગથિયાં ઊતરીને નીચે પહોંચી ગયા. સરોવરમાં પાણી બહુ ઊંડું નહોતું. ઘણા પ્રવાસીઓ અંદર નહાતા હતા. અમે પહેલા 'ટોકરી’ નૌકામાં બેસવાનું નક્કી કર્યું. ગોળાકાર વાંસની બનેલી હોડીને અહીં આ લોકો ટોકરી નૌકા જ કહેતા હતા.
થોડી મિનિટો પછી નાવિકે વાંસને પાણીની અંદર ટેકવીને ટોકરીની દિશા બદલી અને ધીમેથી કિનારા તરફ વાળી. અમે ધોધના પાણીથી લગભગ ભીના તો થઇ જ ગયા હતા. પણ મન હજી ધરાયું નહોતું એટલે કિનારે આવીને ફરી પાણીમાં ઝંપલાવ્યું.પાણી ખૂબ ઠંડું હતું પરંતુ તડકો પણ હતો. થોડીવારમાં કાળાં ડિબાંગ વાદળો એ હલ્લો કરીને આકાશ પર કબજો જમાવ્યો. સૂરજ દાદા અદૃશ્ય થઇ ગયા. વરસાદ શરૂ થયો એટલે અમે ગાડીમાં બેસી ગયા.અહીંથી ૩૦-૩પ કિ.મી. દૂર હોપસલ્લા રાજા નરસિંહા-૩ એ બનાવેલું સુંદર કેશવ મંદિર છે. લગભગ ૮૦૦ વર્ષ જૂનું આ મંદિર એની બેનમૂન કોતરણી માટે પ્રખ્યાત છે.
એવું જાણેલું અને જોવાની ખૂબ ઇચ્છા હતી. સમય પણ પહોંચી વળવા માટે પૂરતો હતો પણ વરસાદ એટલો વધારે હતો કે ગાડી પણ ખૂબ સંભાળીને ચલાવવી પડતી તેથી ગાડી બેંગ્લુરુ તરફ વાળવી પડી. બીજી એક મુશ્કેલી એ હતી કે રાત રોકાવવા માટે શિવસમુદ્રમ્માં ગેસ્ટ હાઉસ નથી એટલે મૈસુર કે બેંગ્લુરુ જવું પડે. મૈસુર અહીંથી ૭૦ કિ.મી. દૂર છે. હોપસલ્લાના કેશવમંદિરથી આગળ રંગનાથીટ્ટુ બર્ડ સેંક્ચુરી છે. આટલી સુંદર જગ્યાઓ ન જોવા મળી, થોડું દુ:ખ થયું. જો એક વ્યવસ્થિત ગેસ્ટહાઉસ હોત તો અમારી રખડપટ્ટી બીજા દિવસે પણ ચાલુ રાખી શકાઇ હોત. કંઇ નહીં કાવેરીના ખોળામાં આળોટીને સંતોષ માન્યો.'
હોપસલ્લા રાજા નરસિંહા-૩ એ બનાવેલું સુંદર કેશવ મંદિર છે. લગભગ ૮૦૦ વર્ષ જૂનું આ મંદિર એની બેનમૂન કોતરણી માટે પ્રખ્યાત છે.
ઉર્વી ત્રિવેદી
હોપસલ્લા રાજા નરસિંહા-૩ એ બનાવેલું સુંદર કેશવ મંદિર છે. લગભગ ૮૦૦ વર્ષ જૂનું આ મંદિર એની બેનમૂન કોતરણી માટે પ્રખ્યાત છે.
ઉર્વી ત્રિવેદી
No comments:
Post a Comment