Friday, May 17, 2013

ઓહો! અબજપતિ શહેરોની યાદીમાં મુંબઈ છઠ્ઠા ક્રમે


લંડન, 11 મે
શાંઘાઈ, પેરિસ અને લોસએન્જલસ કરતાં મુંબઈ આગળ
૨૬ અબજપતિ સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું
લંડનની પ્રીમિયર રિસર્ચ એજન્સી વેલ્થઇનસાઇટે કરેલા એક સરવેમાં વિશ્વના સૌથી વધુ અબજપતિ લોકો ધરાવનાર શહેરોમાં મુંબઈનો ક્રમ છઠ્ઠો છે. આ એજન્સીએ દુનિયાનાં કયાં શહેરમાં સૌથી વધુ અબજપતિ રહે છે તે અંગે એક સરવે કર્યો હતો. ટોપ ટેન શહેરોમાં ૨૬ અબજપતિ સાથે મુંબઈ છઠ્ઠા ક્રમે છે. શાંઘાઈ, પેરિસ અને લોસએન્જલસ કરતાં મુંબઈ આગળ છે. ન્યૂયોર્ક ૭૦ અબજપતિ સાથે પ્રથમ, મોસ્કો ૬૪ અબજપતિ સાથે બીજા, લંડન ૫૪ અબજપતિ સાથે ત્રીજા, હોંગકોંગ ૪૦ અબજપતિ સાથે ચોથા અને બેઇજિંગ ૨૯ અબજપતિ સાથે પાંચમા ક્રમે છે તેમજ મુંબઈ ૨૬ અબજપતિ સાથે છઠ્ઠા, ઇસ્તંબૂલ ૨૪ અબજપતિ સાથે સાતમા, શાંઘાઈ ૨૩ અબજપતિ સાથે આઠમા, પેરિસ ૨૨ અબજપતિ સાથે નવમા અને લોસએન્જેલસ ૧૯ અબજપતિ સાથે દસમા ક્રમે છે.
વેલ્થઇનસાઇટે બહાર પાડેલી સૌથી વધુ કરોડપતિ ધરાવતાં શહેરોની ટોપ ટ્વેન્ટી યાદીમાં ભારતનું એક પણ શહેર નથી. આ યાદીમાં ૪.૬ લાખ કરોડપતિ સાથે ટોકિયો પ્રથમ સ્થાને છે. આ વીસ શહેરોમાં કુલ ૧,૦૦,૦૦૦થી વધુ કરોડપતિઓ છે. વિશ્વના કરોડપતિ દેશોની યાદીમાં ભારતનું સ્થાન ૧૧મું છે.
વેલ્થ્કઇનસાઇટે એવું અનુમાન કર્યું છે કે વર્ષ ૨૦૨૦ સુધીમાં અમેરિકાના કરોડપતિઓની સંખ્યા ૫,૨૩૧થી વધીને ૭,૩૧૮ થઈ જશે. ૨૦૨૦ સુધીમાં ચીન આર્થિક ક્ષેત્રે જાપાન અને જર્મનીને ઓવરટેક કરી લેશે. ભારત પણ વિશ્વના કરોડપતિ દેશોની યાદીમાં ૧૧મા સ્થાનેથી પાંચમા સ્થાન પર પહોંચી શકવાની સંભાવના છે.

Wednesday, May 1, 2013

વિશ્વ હેરિટેજમાં સામેલ પંચમઢી : હિલ સ્ટેશન અને મહાદેવની નગરી


1, મે

વિશ્વ હેરિટેજમાં સામેલ મધ્યપ્રદેશમાં સાતપુડાની રાણીના નામથી પ્રખ્યાત પંચમઢી તમને ગરમીની સિઝનમાં પણ ઠંડીનો અહેસાસ કરાવે છે. ઘટાદાર વૃક્ષો અને ઝરણાંઓ વચ્ચે પસાર થતાં રસ્તા તમારું મન મોહી લેશે. આમ તો પંચમઢીમાં બારેમાસ ઠંડીનું વાતાવરણ રહે છે, પરંતુ ગરમીની સિઝનમાં વધુ લોકો અહીં આવીને રહેતા હોય છે.

મહાદેવની નગરી અને હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત બનેલ પંચમઢી ભોપાલથી 195 કિમી દૂર સાતપુડાની પર્વતમાળા પર આવેલ શહેર છે. અહીંયા ધર્મપ્રેમીઓ અને ઈતિહાસપ્રેમીઓ માટે અનેક સ્થળો આવેલાં છે. પંચમઢીમાં 70 ધાર્મિક સ્થળો, 20 તળાવો અને 6 પાણીના ધોધ આવેલાં છે.

વી ફૉલ અને ડચેસ ફૉલ એ એવાં ધોધ છે, જ્યાંથી તમને પાછા વળવાનું મન થાય તેમ નથી. પંચમઢીમાં સૌથી વધુ મહાદેવના મંદિરો આવેલાં છે. કેટલાંક મંદિરોમાં લોકો મહાદેવને ત્રિશૂળ પણ ચઢાવે છે. પંચમઢીમાં એવી ઠંડક હોય છે કે તમે ત્યાં હનીમૂન મનાવવા માટે પણ જઈ શકો છો. 1067 મીટરની ઉંચાઈ પર આવેલ હોવા છતાં અહીંયા પહોંચવા માટે તમામ સાધનો મળી રહે છે.  પંચમઢીથી 54 કિમીના અંતર પર પિપરીયા રેલ્વે સ્ટેશન આવેલ છે, જ્યાંથી તમને અન્ય વાહનો પણ મળી રહેશે.





















જાણો : દુનીયાના કેટલાક જાદુઈ જંગલ સૌંદર્યથી ભરપૂર

નવી દિલ્હી 22, એપ્રિલ

આજે પૃથ્વી દિવસ છે. આજના દિવસે દુનિયાભરના લોકો પૃથ્વી વિશે જાગરૂપતા ફેંલાવવાની સાથે તેના સંરક્ષણની વાતો તથા ઉપાય કરશે. આ મોકા પર આપણે બધાએ કુદરતી સંપદાને ટકાવી રાખવાનું કાર્ય કરવાની જરૂર છે. પૃથ્વી પર કેટલું સૌંદર્ય છે, તે હવે જોઈએ

કૂક્ડ પોરેસ્ટ, પોલેંડ

પોલેંડનું ક્રૂક્ડ ફોરેસ્ટ સૌંદર્યતાનો ભરપૂર ખજાનો છે. આ જંગલમાં પાઈનના વૃક્ષોને 1930માં લગાવવામાં આવ્યાં હતા.  વક્ષની ઘટાદાર  આકૃતિ મુષ્ય દ્વારા બનાવવામાં આવી છે.

સાગાનો બમ્બૂ જંગલ, જાપાન

સાગાનો બમ્બૂ ફોરેસ્ટ ક્યોટો ક્ષેત્રના પશ્ચિમ વિસ્તારમાં આર્શિયામા જીલ્લામાં છે. આ વન વિસ્તાર 16 વર્ગ કિલોમિટરમાં ફેંલાયેલ છે. આ જંગલમાં થઈ પસાર થતી હવા એક અદ્દભૂત અવાજ ઉત્પન્ન કરે છે જેને જાપાનની સરકારે સંરક્ષિત અવાજ જાહેર કરી છે.

કૈડો લેક, અમેરિકા

કૈડો લેક, ટેક્સાસ અને લૂસિયાનાની બોર્ડર પર સ્થિત છે. કૈડો લેકનું નામકરણ એક અમેરિકી સંસ્કૃતિ કૈંડડોસ અથવા કૈડોના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વિસ્તાર 25, 400 એકડમાં ફેંલાયેલ છે. આને રૈમસાર સંધી પ્રમાણે સંરક્ષિત રાખવામાં આવ્યું છે. અહીં દુનિયાના સૌથી લાંબા સાયપ્રસના વૃક્ષો પણ છે.

ઈંડો નેશનલ જંગલ, અમેરિકા

આ નેશનલ ફોરેસ્ટ 1, 903, 381 વર્ગમાં ફેંલાયેલ છે. આ વિસ્તારમાં કેલિફોર્નિયા અને નેવાદના હાઈટ માઉંટેસ અને પૂર્વીય સાએરાનો ભાગ પણ શામેલ છે. નેશનલ પાર્કમાં નવ નિર્જન વિસ્તાર પણ છે. એટલું જ નહી, અહીં દુનિયાનું સૌથી પ્રાચિન વૃક્ષ પણ આવેલું છે.