Jan 31, 2014 22:1
ચાલો ફરવા
હિમાલયના ખોળામાં આવેલ ભગવાનની ભૂમિ ગઢવાલની એક વારની મુલાકાત તમારાં સ્મરણોમાં હંમેશ માટે અંકિત થઇ જાય છે.
* તાજી હવા, શુદ્ધ પાણી, નાનાં ગામડાં, પર્વતો, લોકોની સાદગી એ ગઢવાલની ઓળખ છે.
* ભારતની ઉત્તર દિશામાં કુદરતી સૌંદર્યના ખોળામાં હિમાલય પર્વત આવેલ છે. હિમાલયમાં ગઢવાલ કુદરતી રીતે જ એટલું સાધન-સંપન્ન છે કે ત્યાં બીજો કોઇ ભૌગોલિક વિકાસ ન થયો હોય તો પણ તેની મુલાકાત યાદગાર સાબિત થાય છે.
* ગઢવાલની શોધ માળવાના રાજા કનકપાલે ઈ.સ. ૮૨૩માં કરી હતી.
* ગઢવાલમાં નંદાદેવી નેશનલ પાર્ક આવેલ છે. આ પાર્ક ભારતનો બીજો સૌથી વધુ જાણીતો પાર્ક છે. યુનેસ્કોએ આ પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યો છે.
જોશીમઠથી ૨૩ કિમી. દૂર લતા ગામમાંથી થઇને નંદાદેવી નેશનલ પાર્કમાં જઇ શકાય છે.
* ભારતના બીજા વિસ્તાર કરતાં નંદાદેવી નેશનલ પાર્કની આબોહવા ઘણી જ અલગ છે. આ વિસ્તાર વર્ષના છ મહિના સંપૂર્ણ બરફથી ઢંકાયેલો રહે છે.
* બાકીના છ મહિનામાં સૂકી આબોહવા અને જૂનથી ઓગસ્ટ ધોધમાર વરસાદ રહે છે. અહીંની મુલાકાત લેવા માટે એપ્રિલથી જૂન સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય છે.
* આ પાર્કમાં હિમાલયનાં કાળાં રીંછ, બ્રાઉન રીંછ, ચિત્તા, લંગૂર, કસ્તુરી મૃગ, સ્નો લિયોપાર્ડ સહિતની અનેક પ્રજાતિ જોવા મળે છે. અહી ૩૧૨થી વધુ વેરાઇટીનાં ફૂલો જોવા મળે છે. આટલાં બધાં જાત-જાતનાં ફૂલો જ્યાં થતાં હોય તે જગ્યા સ્વાભાવિક રીતે જ આંખને રળિયામણી લાગે.
* ગઢવાલમાં દહેરાદૂન, મસૂરી, ઋષિકેશ, શ્રીનગર, પુરી, ખ્રીસુ, ઉખીમઠ, જોશીમઠ, હરસીલ જેવાં વિવિધ ફરવાલાયક સ્થળો આવેલ છે.
|
Thursday, February 6, 2014
શિખરોમાં ઊતરેલુ સૌંદર્યઃ ગઢવાલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment