Thursday, December 20, 2012

બર્મુડા ટ્રાયેંગલ એક ખોફનાક કોયડો

Dec 15, 2012
બર્મુડા ટ્રાયેંગલમાં છેલ્લાં ૫૦૦ વર્ષથી જહાજો અને છેલ્લી સદીથી વિમાનો ભેદી રીતે લાપતા બની જાય છે, જાણે કે દરિયો એને ગળી જાય છે. જહાજો કે વિમાનોનાં નામનિશાન સુધ્ધાં મળતાં નથી. વિજ્ઞાનીઓ પણ આનો ભેદ ઉકેલી શક્યા નથી. બર્મુડા ટ્રાયેંગલ જળસફર માટે અને એના પરના હવાઈ ઉડ્ડયન માટે શા માટે ખતરનાક ગણાય છે, એ આજે પણ રહસ્ય છે
બર્મુડા ટ્રાયેંગલને ડેવિલ્સ ટ્રાયેંગલ એટલે કે શેતાનના ત્રિકોણ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રિકોણીય પ્રદેશ પ્યુર્ર્ટો રિકો,મિયામી અને બર્મુડા વચ્ચે આશરે ૫ચ લાખ ચોરસ માઈલના વિસ્તારમાં પથરાયેલો છે. આ ટ્રાયન્ગલના નૈઋત્ય ખૂણામાં દરિયાની અંદર ૩ કિમી દૂર એવું સ્થળ આવેલું છે, જ્યાંથી કેટલાંયે જહાજ અને હવાઈ જહાજ અદૃશ્ય થઈ ગયાં છે. આ સમુદ્રી વિસ્તારમાં લક્ઝરી પ્રવાસી નૌકાઓ ખારા દરિયાના ઊંડા જળમાં ગેબી રીતે અદૃશ્ય થઈ ગયાના બનાવ બન્યા છે. આ બર્મુડા ટ્રાયેંગલમાં અમેરિકી નૌકાદળનું ૫૦૦ ફીટ લંબાઈનું યુએસએલ સાયક્લોપ્સ નામનું યુદ્ધ જહાજ અલોપ થઈ ગયું, એ સૌથી વધુ ચકચારી ઘટના છે. એ જહાજ ૩૦૬ ઉતારુઓ અને ચાલકોને લઈને અદૃશ્ય થઈ ગયું હતું. છેલ્લાં ૧૦ જ વર્ષમાં આ બર્મુડાના શેતાની જળપ્રદેશમાં ૧૧૦૦ લોકોએ જીવ ખોયા છે.
આ બર્મુડા ટ્રાયેંગલ આપણા મનમાં જાતજાતની ભીતિઓ અને ખોફની સાથે આવું કેમ થાય છે, એ અંગે તર્કવિતર્ક પણ પેદા કરે છે. આ જળપ્રદેશના ઘેરાવામાં આવતાં જ આકાશમાં ઊડતાં વિમાનો પાતળી હવામાં અદૃશ્ય થઈ જાય છે. તે જહાજો એવી રીતે અદૃશ્ય થઈ જાય છે કે એનો કોઈ અવશેષ પણ જોવા મળતો નથી. અંગ્રેજીમાં એને ડેવિલ્સ ટ્રાયેંગલ એટલે કે શેતાનનો ત્રિકોણીય જળપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જે બર્મુડા ટ્રાયેંગલ પણ કહેવાય છે. આ શેતાની જળપ્રદેશમાં કોઈ વિમાન કે કોઈ જહાજ લાપતા ન બન્યું હોય એવો એક મહિનો પણ ખાલી જતો નથી.
આ બર્મુડા ટ્રાયેંગલમાં જહાજો, મનુષ્યો લાપતા થવાના રહસ્યમય બનાવોનો સિલસિલો આજનો નહીં, પણ છેક ૫૦૦ વર્ષ પુરાણો છે. આ ઘટનાઓ માટે એક કારણ એવુંય અપાય છે કે સમુદ્રમાંથી નીકળતા મિથેન ગેસના પરપોટાઓને લીધે જહાજો, વિમાનો ભરખાઈ જાય છે. સમુદ્રી જીવસૃષ્ટિનાં મૃત્યુ પછી એના સડવાથી હજારો વર્ષથી સમુદ્રની અંદરની સપાટી પર એકત્ર થયેલા મિથેન ગેસના ઢગલા સંશોધકોએ શોધી કાઢયા છે. સામાન્ય સંજોગોમાં તો મિથેન ગેસ જેમનો તેમ પડયો રહે છે, પણ આ સમુદ્રી વિસ્તારમાં સમુદ્રની અંદર ભેખડો ધસી પડવાના બનાવ બનતા રહે છે. જેનાથી મિથેન ગેસના ફુવારા ઉપર વછૂટે છે. આ અંગે વૈજ્ઞાનિક થિયરી એવી છે કે મિથેન ગેસના પરપોટા સમુદ્રની જળસપાટી પર આવતાં જળની ઘનતા ઘટી જાય છે અને પરિણામે સપાટી પર તરતાં કોઈ પણ જહાજ કે અન્ય પદાર્થ ખોફનાક રીતે અંદર ઊતરી જાય છે.
જોકે, મિથેન ગેસને કારણે જહાજો, વિમાનો બર્મુડાના ત્રિકોણીય પ્રદેશમાં લાપતા થતાં હોવાની માન્યતાને પૂરતું સમર્થન મળતું નથી. વિજ્ઞાનીઓએ પ્રયોગ કરીને મિથેન ગેસના જબરદસ્ત ફુવારા ઉપર ૨૫ ફીટ લંબાઈની નૌકા તરતી મૂકી તો એ જળભંડારમાં ડૂબી નહોતી, એથી બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય ભેદ-ભરમવાળું થયું છે.
આ શેતાની જળપ્રદેશમાં ખતરનાક ને ખોફનાક સમુદ્રી મોજાંઓને કારણે કદાચ જહાજોનું દરિયામાં નામોનિશાન મટી જતું હોય એવી ધારણા બાંધવામાં આવી, પણ એ માન્યતાને પૂરતું બળ મળતું નથી. આ ખોફનાક જળપ્રદેશમાં ૧૦૦થી વધુ વિમાનો લાપતા થયાના બનાવ નોંધાયા છે. એને અને ખતરનાક દરિયાઈ મોજાંઓને કંઈ લેવા દેવા નથી, કેમ કે વિમાનો આકાશમાં ઊડતાં હોય છે ને મોજાં નીચે દરિયાઈ સપાટી પર ઘૂઘવતાં હોય છે. અહીં માત્ર એક અપવાદ થયો છે કે લશ્કરના ડૂબકીમાર જો ફેરેલે શેતાની ટ્રાયેંગલમાં ડૂબકી લગાવી હતી, પણ બધાની ધારણા મુજબ એ દરિયામાં લાપતા થવાને બદલે જીવિત અવસ્થામાં બહાર આવ્યો હતો, પરંતુ બધાં જહાજ ને બધાં વિમાન જો ફેરેલે જેવાં સદ્ભાગી નથી હોતાં.
વૈજ્ઞાનિક પ્રયોગોમાં એક એવું પણ તારણ કઢાયું છે કે આકાશમાં થતી ઘાતક વીજળીને લીધે વિમાનોનો નાશ થવાથી એ સમુદ્રમાં રાખ બનીને લાપતા થતાં હોવાની એક શક્યતા છે, પણ આ એક શક્યતા છે. આખરી તારણ પર કોઈ આવી શક્યું નથી.

જાપાનનો સૌથી ઊંચો સમરૂપ પર્વત ફુજી

Dec 14, 2012
નોલેજ ઝોન
જાપાનમાં આવેલો ફુજી પર્વત એશિયાના સૌથી લોકપ્રિય પર્વતોમાં સ્થાન મેળવે છે. આ પર્વત હોન્શુ ટાપુમાં આવેલો છે. તેની ઊંચાઈ ૧૨,૩૮૮ ફીટની છે અને તેનો ઘેરાવો ૭૮ માઇલ સુધીનો છે. આ પર્વત પર ઈ.સ. ૬૬૩માં એક સાધુ પહોંચ્યા હતા એમ મનાય છે. ત્યાર પછી પુરુષ સાહસિકો ફુજીનાં શિખરો સર કરતા હતા.
આ શિખરની ઊંચાઈ આંબનારા પશ્ચિમના પ્રથમ સાહસિક તરીકે સર રુથરફોર્ડ અલ્કોક મનાય છે. મહિલા પર્વતારોહકો છેક ૧૯મી સદી સુધી આ પર્વત પર પહોંચી નહોતી. ૧૮૬૭માં લેડી ફેની પાર્ક્સ ફુજી પર્વતના સર્વોચ્ચ શિખર પર પહોંચનારી પ્રથમ મહિલા સાહસિક બની હતી. વિશ્વના સૌથી સુંદર પર્વતોમાં જાપાનના આ પર્વતને સ્થાન મળે છે. ફુજીનો દેખાવ અન્ય પર્વતો કરતાં થોડો અલગ એટલે કે સમરૂપ હોવાથી વિશ્વ આખાના અસંખ્ય પ્રવાસીઓ જાપાનના આ પર્વતની મુલાકાત કરે છે.

Sunday, December 16, 2012

Travel: આ વેકેશનમાં મન ભરીને પ્રવાસનો આનંદ માણવો હોય તો આ રહ્યું હૉટ ડેસ્ટિનેશન!

Nov 08, 2012

જયપુર, તા. 08

દિવાળી આડે હવે માત્ર એક અઠવાડિયું જ બાકી  છે તેવા સમયે કુટુંબ સાથે પ્રવાસનું આયોજન કરી રહેલાં ગુજરાતીઓમાં આ વખતે ખાસ કરીને ઉત્તર ભારત અને ધાર્મિક પર્યટનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે દર વખતે બદલાતા વિચારો અને બજેટ પ્રમાણે ગોઠવણ કરતા ગુજરાતીઓ માટે અમે આજે અહીં એક સુંદર અને બજેટમાં સમાય તેવું હૉટ પર્યટન સ્થળ જણાવવા જઈ રહ્યાં છીએ જેનાથી આ વેકેશનમાં મન ભરીને આનંદ માણ્યાનો લ્હાવો મળશે.


નામ લેતાની સાથે જ જાણે કે ચલચિત્રની જેમ માનસપટ પર થરનું નિર્જન રણ, મરુસ્થળ, રેતીથી ભરપૂર ભૂમિ. યુગોથી તરસી ધરતી આમ જુદાજુદા સ્વરૂપોમાં ઊભરી આવે છે બિકાનેર. જે રાજસ્થાનમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજા સ્થાન ગરમ, શુષ્ક એવા ગરમ પ્રદેશમાં 8 લાખ 40 હજારની વસતી ધરાવતું શહેર છે. આ જાહેર ખાસ કરીને રસગુલ્લા,પાપડ તથા મહિલાની આનંદદાયી સોપારી માટે ખાસ જાણીતું છે. ઢોલા મારુની પ્રણય ભૂમિ તથા જસનાથ સંપ્રદાયના પ્રણેતાનું ક્રીડાસ્થળ રહ્યું છે આ નગર. તો વળી જ્યાં વૈદિક અને સિંધુ ઘાટીનું મિશ્રણ થયું હતું. અહીંની સ્થાપત્ય કળા અને ચિત્રકળા અદ્રિતીય છે.

બિકાનેર બ્રોડગેજ લાઈનશી સંકળાઈ જવાથી દેશના ખૂણેખૂણેથી અહીં પ્રવાસીઓ આવે છે. તેમજ તે દેશ સાથે જોડાઈ ગયું છે. ઈંદિરા ગાંધી નહેરથી સમગ્ર પ્રદેશની કાયાપલટ થઈ ગઈ છે.

અદભુત આકર્ષણો-
રાજ્યના ઉત્તર-પશ્ચિમ સીમાડે મરુસ્થળના ખોળામાં વસેલું આ નગર આરંભથી જ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં દૂર સુધી રેતનો દરિયો હિલોળા લેતો હોય છે. સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ પોતાની તરફ જરૂરથી ખેંચે છે. વાસ્તવમાં જેટલી અહીંના વૈભવપૂર્ણ ઐતિહાસિક વારસા, કિલ્લા, સ્મારક છે એટલું જ અહીંનો ઈતિહાસ છે. સાહિત્યા કળા અને બલિદાનની ભૂમિ બિકાનેર વિકાસની દ્રષ્ટિએ નિરંતર સમૃદ્ધ થઈ છે. વિકાસની ગૌરવ ગાથાએ પોતાની રીતે એલગ જ સ્થાન બનાવ્યું છે.  સૌથી વધુ ઉંદરો ધરાવતા મંદિર તરીકે અહીં આવેલું વિશ્વ વિખ્યાત કરણી માતાનું મંદિર, મહર્ષિ કપિલની તપોભૂમિ એવા સ્થળો છે જે સમગ્ર દેશને બિકાનેરને ખાસ સ્થાન અને ઓળખ અપાવે છે. રાવ બીકાજીએ આ ઐતિહાસિક શહેરની સ્થાપના વૈશાખ શુક્લ દ્ધિતીય સંવત 1545માં કરી હતી.

બિકાનેરના મુખ્ય પર્યટન સ્થળોમાં ગજનેર પેલેસ, ત્યાંના વન્યજીવ અભ્યારણ્ય, પ્રવાસી પક્ષીઓ, જમ્ભેશ્વરની તપોભૂમિ, જૈન મંદિર જેનું શિલ્પ સૌંદર્ય જોવાથી જ અભિભૂત થઈ જવાય. રેતી પર લાઈનસર બનેલા પારંપરિક ઝૂંપડા વન્યજીવ કોઈ નેશનલ અભ્યારણ્યથી ઓછું નથી.

ક્યારે જઈ શકાય-

નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિના સુધી અહીંનું હવામાન દેશી-વિદેશી પર્યટકો માટે સારું રહે છે. આ મહિનાઓમાં  ન તો ગરમી વધુ હોય કે ન તો ઠંડી. અહીં આવવા માટે રાજધાની સહિત અનેક શહેરોમાંથી હજારો પ્રવાસીઓ આવે છે. રાજસ્તાન પર્યટન વિકાસ નિગમની શાહી રેલ પેલેસ ઑન વ્હીલ્સપણ બીકાનેર સાથે જોડાયેલ છે.

ખાસ આકર્ષણ લક્ષ્મી નિવાસ પેલેસ-
દુનિયાના અજાયબ મહેલોમાં સ્થાન પામેલ બિકાનેર અને રાજસ્થાનને જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન કહેવાતા મહેલ લક્ષ્મી નિવાસ પેલેસ અતીતથી લઈને હમણાં સુધી અડીખમ ઊભો છે. વિશ્વની અધિષ્ઠાત્રી મા લક્ષ્મીના નામ પર નિર્મિત આ વિલક્ષણ મહેલ મહારાજા ગંગાસિંહ જીએ 1902માં નિર્માણ કરાવ્યો હતો. રાજપૂત સામ્રાજયની આગવી ઓળખ સમાન આ મહેલને જોવા અહીં દર વર્ષે હજારો લોકો આવકા હોય છે. દિવાળી વેકેશન કે અન્ય પર્વ પર દેશમાંથી તો વિદેશમાંથી પણ અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આવે છે. અદભુત દરબાર હોલ, ઝાઝા ઓરડા, પથ્થરો પર કરેલી કલાત્મક કોતરણી પ્રથમ નજરે જ  તેના પ્રેમમાં પડી જવાય તેવું તેનું આકર્ષણ છે.


Bookmark and Share
 Benson Sculpture Garden
A vlog in the Benson Park sculpture garden about helping people find their best ministry fit.
watch vloger's views and enjoy garden
http

Tokyo in 1950


 Tokyo 1953 War Wounds have healed, a year ago, formally ended the American occupation. Most of the cars until American. Interestingly, a bicycle policeman or a postman?

As per Technology we can find every thing on internet, just like these old images of Tokyo city in 1950, But in 1950 people dont have chance to see their old images, This is Clearly "authentic" view of the city before Westernization is then a panorama of Edo in 1865 Felice Beato work. Since then, it took almost 100 years ... 14 more images after the break...


 1953 A very strange and unexpected for the defeated nation a monument - a jet-shell "Eye" on which a kamikaze crashed into American ships. The chassis had, incidentally, were not included as unnecessary.

 In 1953. The area's famous shopping streets of Ginza. For the Japanese velospiped was still a mass means of transportation.

 In 1953. Railway station

 In 1952. Railway station

 In 1952. Imperial Hotel

 In 1953. Sakura's Day

 In 1953. Sakura's Day

 In 1952. Equestrian Statue of Kusunoki Masashige commander

 1952-53. Neighborhoods of Tokyo, drying rice
 In 1953. Nara

 In 1955. Ginza

 In 1955. General view of Tokyo

 Tokyo towards the end of the 50s

Tokyo Khrushchev