Thursday, December 20, 2012

જાપાનનો સૌથી ઊંચો સમરૂપ પર્વત ફુજી

Dec 14, 2012
નોલેજ ઝોન
જાપાનમાં આવેલો ફુજી પર્વત એશિયાના સૌથી લોકપ્રિય પર્વતોમાં સ્થાન મેળવે છે. આ પર્વત હોન્શુ ટાપુમાં આવેલો છે. તેની ઊંચાઈ ૧૨,૩૮૮ ફીટની છે અને તેનો ઘેરાવો ૭૮ માઇલ સુધીનો છે. આ પર્વત પર ઈ.સ. ૬૬૩માં એક સાધુ પહોંચ્યા હતા એમ મનાય છે. ત્યાર પછી પુરુષ સાહસિકો ફુજીનાં શિખરો સર કરતા હતા.
આ શિખરની ઊંચાઈ આંબનારા પશ્ચિમના પ્રથમ સાહસિક તરીકે સર રુથરફોર્ડ અલ્કોક મનાય છે. મહિલા પર્વતારોહકો છેક ૧૯મી સદી સુધી આ પર્વત પર પહોંચી નહોતી. ૧૮૬૭માં લેડી ફેની પાર્ક્સ ફુજી પર્વતના સર્વોચ્ચ શિખર પર પહોંચનારી પ્રથમ મહિલા સાહસિક બની હતી. વિશ્વના સૌથી સુંદર પર્વતોમાં જાપાનના આ પર્વતને સ્થાન મળે છે. ફુજીનો દેખાવ અન્ય પર્વતો કરતાં થોડો અલગ એટલે કે સમરૂપ હોવાથી વિશ્વ આખાના અસંખ્ય પ્રવાસીઓ જાપાનના આ પર્વતની મુલાકાત કરે છે.

No comments:

Post a Comment