Nov 08, 2012 |
જયપુર, તા. 08
દિવાળી આડે હવે માત્ર એક અઠવાડિયું જ બાકી છે તેવા સમયે કુટુંબ સાથે પ્રવાસનું આયોજન કરી રહેલાં ગુજરાતીઓમાં આ વખતે ખાસ કરીને ઉત્તર ભારત અને ધાર્મિક પર્યટનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે દર વખતે બદલાતા વિચારો અને બજેટ પ્રમાણે ગોઠવણ કરતા ગુજરાતીઓ માટે અમે આજે અહીં એક સુંદર અને બજેટમાં સમાય તેવું હૉટ પર્યટન સ્થળ જણાવવા જઈ રહ્યાં છીએ જેનાથી આ વેકેશનમાં મન ભરીને આનંદ માણ્યાનો લ્હાવો મળશે.
નામ લેતાની સાથે જ જાણે કે ચલચિત્રની જેમ માનસપટ પર થરનું નિર્જન રણ, મરુસ્થળ, રેતીથી ભરપૂર ભૂમિ. યુગોથી તરસી ધરતી આમ જુદાજુદા સ્વરૂપોમાં ઊભરી આવે છે બિકાનેર. જે રાજસ્થાનમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજા સ્થાન ગરમ, શુષ્ક એવા ગરમ પ્રદેશમાં 8 લાખ 40 હજારની વસતી ધરાવતું શહેર છે. આ જાહેર ખાસ કરીને રસગુલ્લા,પાપડ તથા મહિલાની આનંદદાયી સોપારી માટે ખાસ જાણીતું છે. ઢોલા મારુની પ્રણય ભૂમિ તથા જસનાથ સંપ્રદાયના પ્રણેતાનું ક્રીડાસ્થળ રહ્યું છે આ નગર. તો વળી જ્યાં વૈદિક અને સિંધુ ઘાટીનું મિશ્રણ થયું હતું. અહીંની સ્થાપત્ય કળા અને ચિત્રકળા અદ્રિતીય છે.
બિકાનેર બ્રોડગેજ લાઈનશી સંકળાઈ જવાથી દેશના ખૂણેખૂણેથી અહીં પ્રવાસીઓ આવે છે. તેમજ તે દેશ સાથે જોડાઈ ગયું છે. ઈંદિરા ગાંધી નહેરથી સમગ્ર પ્રદેશની કાયાપલટ થઈ ગઈ છે.
અદભુત આકર્ષણો-
રાજ્યના ઉત્તર-પશ્ચિમ સીમાડે મરુસ્થળના ખોળામાં વસેલું આ નગર આરંભથી જ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં દૂર સુધી રેતનો દરિયો હિલોળા લેતો હોય છે. સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ પોતાની તરફ જરૂરથી ખેંચે છે. વાસ્તવમાં જેટલી અહીંના વૈભવપૂર્ણ ઐતિહાસિક વારસા, કિલ્લા, સ્મારક છે એટલું જ અહીંનો ઈતિહાસ છે. સાહિત્યા કળા અને બલિદાનની ભૂમિ બિકાનેર વિકાસની દ્રષ્ટિએ નિરંતર સમૃદ્ધ થઈ છે. વિકાસની ગૌરવ ગાથાએ પોતાની રીતે એલગ જ સ્થાન બનાવ્યું છે. સૌથી વધુ ઉંદરો ધરાવતા મંદિર તરીકે અહીં આવેલું વિશ્વ વિખ્યાત કરણી માતાનું મંદિર, મહર્ષિ કપિલની તપોભૂમિ એવા સ્થળો છે જે સમગ્ર દેશને બિકાનેરને ખાસ સ્થાન અને ઓળખ અપાવે છે. રાવ બીકાજીએ આ ઐતિહાસિક શહેરની સ્થાપના વૈશાખ શુક્લ દ્ધિતીય સંવત 1545માં કરી હતી.
બિકાનેરના મુખ્ય પર્યટન સ્થળોમાં ગજનેર પેલેસ, ત્યાંના વન્યજીવ અભ્યારણ્ય, પ્રવાસી પક્ષીઓ, જમ્ભેશ્વરની તપોભૂમિ, જૈન મંદિર જેનું શિલ્પ સૌંદર્ય જોવાથી જ અભિભૂત થઈ જવાય. રેતી પર લાઈનસર બનેલા પારંપરિક ઝૂંપડા વન્યજીવ કોઈ નેશનલ અભ્યારણ્યથી ઓછું નથી.
ક્યારે જઈ શકાય-
નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિના સુધી અહીંનું હવામાન દેશી-વિદેશી પર્યટકો માટે સારું રહે છે. આ મહિનાઓમાં ન તો ગરમી વધુ હોય કે ન તો ઠંડી. અહીં આવવા માટે રાજધાની સહિત અનેક શહેરોમાંથી હજારો પ્રવાસીઓ આવે છે. રાજસ્તાન પર્યટન વિકાસ નિગમની શાહી રેલ પેલેસ ઑન વ્હીલ્સપણ બીકાનેર સાથે જોડાયેલ છે.
ખાસ આકર્ષણ લક્ષ્મી નિવાસ પેલેસ-
દુનિયાના અજાયબ મહેલોમાં સ્થાન પામેલ બિકાનેર અને રાજસ્થાનને જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન કહેવાતા મહેલ લક્ષ્મી નિવાસ પેલેસ અતીતથી લઈને હમણાં સુધી અડીખમ ઊભો છે. વિશ્વની અધિષ્ઠાત્રી મા લક્ષ્મીના નામ પર નિર્મિત આ વિલક્ષણ મહેલ મહારાજા ગંગાસિંહ જીએ 1902માં નિર્માણ કરાવ્યો હતો. રાજપૂત સામ્રાજયની આગવી ઓળખ સમાન આ મહેલને જોવા અહીં દર વર્ષે હજારો લોકો આવકા હોય છે. દિવાળી વેકેશન કે અન્ય પર્વ પર દેશમાંથી તો વિદેશમાંથી પણ અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આવે છે. અદભુત દરબાર હોલ, ઝાઝા ઓરડા, પથ્થરો પર કરેલી કલાત્મક કોતરણી પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી જવાય તેવું તેનું આકર્ષણ છે.

No comments:
Post a Comment