વોશિંગ્ટન
લોકોને મદદ નહીં કરવામાં રશિયા મોખરે
દુનિયાનાં અંદાજિત ૪૦ પ્રવાસી શહેરો પર કરાયેલા એક સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સર્વે મુજબ મુંબઈ દુનિયાનું સૌથી ગંદું શહેર છે. દુનિયાના 'ક્લીનેસ્ટ સ્ટ્રીટ'ના મુદ્દે તેનો છેલ્લો નંબર આવ્યો છે. ટ્રીપ એડવાઇઝર સિટીસ સર્વે દ્વારા અપાયેલા અહેવાલમાં ટોકિયો સૌથી ચોખ્ખા રસ્તા ધરાવવામાં પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે મુંબઈનો છેલ્લો નંબર આવ્યો હતો, તે ઉપરાંત સરળતાથી હરીફરી શકાય તેવાં શહેરોની યાદીમાં પણ મુંબઈ છેલ્લા ક્રમે આવ્યું છે. આ સર્વેમાં ઝ્યુરીચ પહેલા ક્રમે આવ્યું છે. 'ફ્રેન્ડ્લીએસ્ટ લોકલ્સ' એટલે કે લોકોની મદદ કરતા સ્થાનિકો ધરાવવાની કેટેગરીમાં રશિયા છેલ્લા ક્રમે રહ્યું હતું. આ અહેવાલ પ્રમાણે ટોકિયો હાઈલી ડેકોરેટેડ શહેર છે, તે ઉપરંત ટેક્સી ર્સિવસ, ફ્રેન્ડ્લીએસ્ટ ટેક્સી ડ્રાઇવર્સ, બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન,ક્લિનેસ્ટ સ્ટ્રીટ અને સેફ્ટીમાં પણ આ શહેર પહેલા ક્રમે આવે છે.
No comments:
Post a Comment