Dec 07, 2012 |
ચાલો ફરવા
હિ માચલ પ્રદેશમાં આવેલું કસૌલી નામનું સ્થળ ભારતના જ નહીં વિદેશી પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સોલન જિલ્લામાં આવેલું આ સ્થળ બ્રિટિશ રાજમાં ડેવલપ થયું હતું. અહીંથી સિમલા ૭૭ કિલોમીટરની દૂરી પર આવેલું છે જ્યારે ચંદીગઢ ૬૫ કિલોમીટરના અંતરે આવેલું છે. હકીકતમાં તો આ એક સૈન્ય છાવણી છે, પણ તેના કુદરતી સૌંદર્યથી આકર્ષાઈને સહેલાણીઓ અહીંની મુલાકાત લેવાનું પસંદ કરે છે.
* કસૌલી નામ ત્યાંથી પસાર થતી કૌશલ્યા નદી પરથી પડયું હોવાનું મનાય છે. એક અન્ય માન્યતા પ્રમાણે કુસુમાવલિ એટલે કે ફૂલોની હારમાળા નામ પરથી આ સ્થળનું નામ કસૌલી પડયું છે.
* કસૌલી તેના સૂર્યોદય માટે ખૂબ જાણીતું છે. અહીં ત્રણ રસ્તાઓ છે, જેના દ્વારા અલગ અલગ જગ્યાના પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ ઉઠાવી શકાય છે.
* કસૌલીનું સૌથી ઊંચું સ્થળ મંકી પોઇન્ટ છે. અપરમાલમાં આવેલું આ સ્થળ હવે ભારતીય સેનાના આધિપત્ય હેઠળ છે એટલે ત્યાં જવા માટે પરવાનગી મેળવવાની રહે છે.
* અપરમાલમાં કસૌલી ક્લબ પણ આવેલી છે, જેમાં વિવિધ રમતોનો આનંદ ઉઠાવી શકાય છે અને સાથોસાથ લાઇબ્રેરીનો લાભ પણ લઈ શકાય છે. આ ક્લબનો વહીવટ સેનાના હાથમાં છે
* કસૌલીનું સૌથી નજીકનું એરપોર્ટ ચંદીગઢ છે. અહીં વર્ષભર પ્રવાસીઓ આવતા રહે છે.
No comments:
Post a Comment