Jun 25, 2012
શિમલા, 25 જૂન આમ તો હાલમાં ગરમીની સિઝન પૂરી થઈ ગઈ છે, એવું કહી શકાય, કેમ કે ચોમાસાની સામાન્ય શરૂઆત થઈ ગઈ છે. તેમ છતાં જ્યારે પણ ગરમીની વાત આવે ત્યારે ઠંડક ક્યાંથી મળે તે આપણે શોધતાં હોઈએ છીએ. ગરમીની સિઝન શરૂ થાય તેની પહેલેથી જ લોકો પોતાના પરિવાર સાથે કે પતિ પત્ની ઠંડા સ્થળોએ ફરવા જવાનો પ્લાન બનાવવા લાગતાં હોય છે. વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં કુદરતે પોતાની પ્રકૃતિ છૂટે હાથે આપી છે. જો કે આ મોંઘવારીનાં જમાનામાં આપણે ભારતની બહાર જવાનું વિચારી શકીએ તેમ નથી, તો પછી આપણે આપણાં ભારતનાં જ એવાં સ્થળોની ચર્ચા કરીએ, જે આપણા માટે સ્વિત્ઝરલેન્ડથી જરાપણ કમ નથી. જો ભારતનાં સ્વર્ગની વાત કરીએ તો પહેલાં કાશ્મીર જ યાદ આવે. બારતમાં આવેલાં કાશ્મીરમાં કુદરતે પોતાની પ્રકૃતિનાં અનેક રંગો વિખેર્યાં છે. જેમ કે બરફાચ્છાદિત પહાડો, ખલખલ બારેમાસ વહેતી નદીઓ અને સુંદર લીલાંછમ અને ઘટાદાર વૃક્ષો. ભારતમાં કાશ્મીર પછી કોઈને સ્વર્ગ ગણાવી શકાય તો એ અરુણાચલ પ્રદેશ છે, જ્યાં આકાશ સાથે હાથતાળી આપતાં પહાડો આપણું સ્વાગત કરે છે. અહીંનાં લોકોની સાથે અહીનાં ઘરોની પણ એક અલગ જ સ્ટાઈલ છે. આ રાજ્યમાં બૌદ્ધ ધર્મ પ્રચલિત છે, જેથી બોદ્ધ ધર્મના અનેક મોટાં મંદિરો જોવાલાયક આવેલાં છે. ઉપરાંત તમિલનાડુ અને કેરળ રાજ્યમાં પણ પ્રકૃતિ આંખોને આકર્ષે તેવી છે. ભારતમાં કાશ્મીર, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, શિમલા, નૈનિતાલ, કુલુ મનાલી, શ્રીનગર, મંડિકેરી, કોડાઈકેનાલ, લડાખ અને સિક્કિમ જેવાં અનેક સ્થળો આવેલાં છે, જે હિમાચ્છાદિત અને પ્રકૃતિથી ભરપૂર છે, જ્યાં ઉનાળાની ગરમીથી બચવા માટે ફરવા જઈ શકાય છે. ઉપરાંત આ બધાં સ્થળોએ પહોંચવા માટે સસ્તી એવી ટ્રેન પણ ઉપલબ્ધ છે. આ તમામ સ્થળોએ હનીમૂન પોઈન્ટની સાથે હિલ સ્ટેશનો પણ આવેલાં છે. |
No comments:
Post a Comment