Monday, August 6, 2012

આ સ્થળે જઈને તમે જ કહેશો, હવે અહીંથી ક્યાંય જવું નથી


Jul 11, 2012


નવી દિલ્હી, તા. 11

હિમાચલ પ્રદેશનું કસૌલી સુંદર અને સસ્તુ પર્યટન સ્થળ છે. અહીં દર સીઝનમાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ ઉઠાવી શકાય તેમ છે. કેટલાક પ્રવાસીઓનું માનવું છે કે કસૌલીનું નામ અહીં સ્થિત નદીં કૌસલ્યા પરથી પડ્યું છે. પ્રચલિત માન્યતા એવી પણ છે કે આ નામનું મૂળ 'કુસુમાવલિ' છે, જેનો અર્થ છે 'ફૂલોની લાંબી હારમાળા'

કસૌલી જતા બીજી માન્યતા જ યોગ્ય રીતે બેસે છે. કારણ કેસ અહીં પ્રત્યેક ઋતુ, સીઝનમાં જુદાજુદા પ્રકારનાં રંગબેરંગી ફૂલો આ જગ્યાને વધુને વધુ આકર્ષક બનાવે છે, જે પર્યટકોનું મન મોહી લેતું હોય છે.

સૂર્યોદયનો આનંદ
અહીં ત્રણ પ્રકારનાં માર્ગો છે- લોવરમાલ, અપરમાલ અને બજારનો કાચો રસ્તો. લોવરમાલ પર તમામ મોટી અને મોંઘી હોટલ આવેલી છે. સવારે સૂર્યોદયનો આનંદ આ માર્ગ પર ફરતા ફરતા ઉઠાવી શકાય છે. પહાડોની ટોચનો નજારો પણ અહીંથી લેવાઈ શકે છે. ચીડના મોટા મોટા વૃક્ષો ત્રણ કિલોમીટર આગળ જઈને અપરમાલમાં જઈને મળી જાય છે.

અપરમાલ 'મંકી પૉઈન્ટ'
અપરમાલમાં મોટાભાગે મકાન સેનાના નિવૃત્ત જવાનોને ફાળવેલ છે. અપરમાલ મંકી પૉઈન્ટ સુધી જાય છે.જે કસૌલીનું સૌથી ઊંચું સ્થાન છે. આ સ્થાન હવે ભારતીય સેનાના અધિકાર ક્ષેત્રમાં છે. જો કે ત્યાં જવામાં અનેક પ્રતિબંધ છે. અહીં હનુમાનજીનું મંદિર પણ છે. મંકી પૉઈન્ટ કસૌલી બસ સ્ટેન્ડથી 4 કિલોમીટર દૂર સુધી ફેલાયેલી પર્વત શ્રેણીઓ અને ઘાટીઓને જોવાનો અલગ જ અનુભવ છે. એક બાજુ કાલકા અને ચંડીગઢ તો બીજી તરફ સનાવર, ધરમપુર અને સિમલા આ સિવાય પાસે બે સમાધિઓ છે જેને પોતાનો એક ઈતિહાસ છે.

ટ્રેકિંગ ને પિક્નિક સ્થળ
આયરલેન્ડની સક્ષમ ઘોડેસવાર મહિલા આ સ્થળ પર જ્યારે ડામરપનો પાકો રોડ નહોતો તે સમયે તેને મંકી હિલ્સ સુધી ઘોડેસવારી કરીને જવાનો નિર્ણય કર્યો,લોકોએ તેને ખૂબ સમજાવી પરંતું તેન માની અંતમાં ઘોડેસવારી કરીને પહોંચી તો ગઈ પરંતુ પરત ફરતા ખડક સરકવાથી તે સીધી ઘોડા સાથે ખીણમાં પડીને મૃત્યુ પામી. આજે પણ આ આયર્લેન્ડની મહિલા અને તેના ઘોડાની સમાધિ છે. રસ્તામાં ટ્રેકિંગનું ક્ષેત્ર તથા પિક્નિક સ્થળ પણ છે.

અપરમાલ પર કસૌલી ક્લબ પણ આવેલી છે, જ્યાં અસ્થાયી સભ્ય બનીને રમતો અને લાયબ્રેરીનો લાભ ઊઠાવી શકાય છે. ક્લબની અન્ય સુવિધાઓ અસ્થાયી સભ્યોને મળે છે. કસૌલીનું વહીવટી પ્રશાસન સેનાના હાથમાં છે.

આ હકીકતમાં સૈનિક છાવણી છે. 1850માં આને પ્રથમવાર છાવણી બનાવાઈ હતી, ત્યારે 13મી લાઈટ ઈફ્રેકટી રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી અહીં કસૌલી દેશની મુખ્ય છાવણીઓમાં ગણવામાં આવે છે.


ઘાટીનું વિહંગમ દ્રશ્ય
અહીં તમને સેંકડો વાંદરાઓ નજરે પડશે પણ કોઈને કદી હેરાન નથી કરતા. કેંટોન્મેન્ટ હોસ્પિટલના સામેથી ઘાટીનું વિહંગમ દ્રશ્યની સાથે ચીડના વૃક્ષોની પાછળ સૂર્યાસ્તનું કદી ન ભૂલાય તેવું દ્રશ્ય નજરે પડે છે.

માર્ગ-
કસૌલી દિલ્હીથી 280 કિલોમીટરના અંતર પર છે. આ દિલ્હી-સિમલાથી સીધા માર્ગથી સંકળાયેલ છે. કાલકાથી કસૌલી 32 કિલોમીટર દૂર છે.

વાયુ માર્ગ-
અહીંથી નજીકનું એરપોર્ટ ચંદીગઢ છે, જે કસૌલીથી 52 કિલોમીટર દૂર છે.

No comments:

Post a Comment